Monday, September 26, 2022
Home National યુવાનોએ ભાષાકીય લઘુતાગ્રંથિમાંથી બહાર નીકળવાની જરૂર : ગૃહપ્રધાન

યુવાનોએ ભાષાકીય લઘુતાગ્રંથિમાંથી બહાર નીકળવાની જરૂર : ગૃહપ્રધાન

  • હિન્દી પ્રાદેશિક ભાષાની સ્પર્ધક નહીં પરંતુ સખી છે : અમિત શાહ
  • સુરત મનોરથ સિદ્ધ કરવાવાળાની પણ ભૂમિ છે : અમિત શાહ
  • ઇથેનોલ મિશ્રણથી 2025 સુધીમાં 1 લાખ કરોડનો ફાયદો થશે

ભાષા ક્ષમતાની પંચાયત નથી. ભાષા અભિવ્યક્તિ છે. તમારી ક્ષમતાનો પરિચય કોઇ ભાષાનો મોહતાજ નથી. દેશના યુવાનો ભાષાકીય લઘુતાગ્રંથિમાંથી બહાર નીકળે. પોતાની સ્વભાષા અને રાજભાષાને સ્વીકારે અને તેને આગળ લઇ જવાનું કામ કરે તે ખૂબ જરૂરી છે. જ્યાં સુધી દેશના યુવાનો પોતાની ક્ષમતાઓના આધાર પર પોતાની ભાષામાં મૌલિક ચિંતનની અભિવ્યક્તિ નહીં કરે ત્યાં સુધી ક્યારેય પોતાની અભિવ્યક્તિ પૂર્ણ રીતે સમાજની સામે નહીં મૂકી શકે. બાળકોની ગ્રહણશક્તિને લઇ જે પણ અભ્યાસ થયા છે તે તમામ અભ્યાસમાં એક જ વાતનો ઉલ્લેખ છે કે બાળક સ્વભાષામાં જે ગ્રહણ કરી શકે છે તેનું મૌલિક ચિંતન કરી શકે છે તે જે અનુસંધાન કરી શકે છે તે જ ક્ષમતા પ્રાપ્ત કરી શકે છે. આ એક પૂરી શૃંખલા છે. રાજભાષા વિના પંગુ બનાવી દેવાનું કામ આગળની સરકારોએ કર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ વિશ્વમાં જ્યાં જ્યાં મંચ મળ્યો ત્યાં આત્મગૌૈરવ સાથે પૂરા વિશ્વને હિન્દીમાં સંબોધિત કર્યું છે.’ તેવું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે સુરતમાં જણાવ્યું હતું. શહેરના ઇન્ડોર સ્ટેડિયમમાં હિન્દી દિવસની ઉજવણીના અવસરે અમિત શાહે દેશના યુવાનોને માતૃભાષા અને રાજભાષાનો સ્વીકાર કરવા અનુરોધ કર્યો હતો.

- Advertisement -

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે બુધવારે હજીરામાં કૃભકો ખાતે ૩50 કરોડના ખર્ચે તૈયાર થનાર બાયો-ઇથેનોલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરતા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટના લીધે વિદેશથી પેટ્રોલ અને ડીઝલની આયાત ઘટશે અને ખેડૂતોને પણ સીધો ફાયદો થશે.

ઇથેનોલના મિશ્રાણના લીધે વર્ષ 2025 સુધીમાં દેશની તિજોરીને 1 લાખ કરોડનો ફાયદો થશે.

મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે કૃભકો ખાતે તૈયાર થનારા બાયો-ઇથેનોલ પ્રોજેક્ટથી પ્રતિદિન 2.50 લાખ લિટર ઇથેનોલનું ઉત્પાદન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2025માં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો

Source link

- Advertisement -
RELATED ARTICLES

હિન્દુ બનવા ધર્મ પરિવર્તનની જરૂર નથી, ભારતમાં રહેતા તમામ હિન્દુ: ભાગવત

'ભારતીય અને હિન્દુ બંને સમાનાર્થી છે, ભારતમાં રહેતા તમામ લોકો ઓળખની દ્રષ્ટિએ હિન્દુ છે' 'ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ફેલાવનારા મુઘલો, બ્રિટિશ શાસકો પહેલા પણ હિંદુઓ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત, બસ ખાઇમાં ખાબકતા 7 વિદ્યાર્થીઓના મોત

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત, 10 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહિમાચલના કુલ્લુમાં (Kullu) એક દર્દનાક અકસ્માત થયો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

નવલાં નોરતામાં ખોડલધામમાં ભક્તિમય માહોલ, પાટીદાર ભક્તોએ કરી પદયાત્રા

આજથી નવ દિવસ મહા આરતી ધજા રોહણ સહિતના કાર્યક્રમોખોડલધામ ખાતે આજે સવારથી જન સમુદાય ઉમટી પડ્યો નરેશ પટેલની આગેવાનીમાં પદયાત્રા યોજાય હતી પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર...

દુલીપ ટ્રોફી: સાઉથ ઝોનને હરાવી વેસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું

ફાઇનલમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને 294 રનથી હરાવ્યું વેસ્ટ ઝોને છેલ્લા ત્રણ દિવસમાં મજબૂત પ્રદર્શન કર્યું યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ મેચ બન્યો ઘરઆંગણાની ટૂર્નામેન્ટ દુલીપ...

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!