Tuesday, September 27, 2022
Home National હોડી ચલાવતા દેખાયા રાહુલ ગાંધી, સ્પીડ જોઇ અચરજ પામશો

હોડી ચલાવતા દેખાયા રાહુલ ગાંધી, સ્પીડ જોઇ અચરજ પામશો

– રાહુલ ગાંધીએ કેરળમાં સ્થાનિક ખલાસીઓની સાથે હોડી ચલાવતા જોવા મળ્યા

- Advertisement -

-યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ વીડિયો શેર કર્યો

-વડકલ બીચ પર માછીમાર સમુદાય સાથે વાતચીત કરી હતી રાહુલ ગાંધીએ

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી કેરળના ચેરિયા કાલાવુરમાં સ્થાનિક ખલાસીઓની સાથે હોડી ચલાવતા જોવા મળ્યા હતા. યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ વીડિયો શેર કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ સ્નેક બોટ રેસમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું, “લહેરો સે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી.”

- Advertisement -

રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાના 12મા દિવસની શરૂઆત કરતા પહેલા સોમવારે વહેલી સવારે વડકલ બીચ પર માછીમાર સમુદાય સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન ઈંધણની વધતી કિંમતો, સબસિડીમાં ઘટાડો, ફિશ સ્ટોકમાં ઘટાડો અને પર્યાવરણને થતા નુકસાન સહિતના વિવિધ પડકારો પર ચર્ચા કરી હતી.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું, “રાહુલ ગાંધી અલપ્પુઝામાં સવારે 6 વાગ્યે ઈંધણની વધતી કિંમતો, સબસિડીમાં ઘટાડો, ઓછા થતાં માછલીના ભંડાર, પેન્શન ન મળવું, શિક્ષણની અપૂરતી તકો અને પર્યાવરણને થતા નુકસાનને લગતા પડકારો પર વડકલ ખાતે માછીમારી સમુદાય સાથે વાતચીત કરી હતી. “ભારત જોડો યાત્રા”.

ભારત જોડો યાત્રા ક્યારે શરૂ થઈ?

સોમવારે પુન્નાપરાથી શરૂઆત થઈ હતી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે. મુરલીધરન, કે. સુરેશ, રમેશ ચેન્નીથલા, કે.સી. વેણુગોપાલ અને કેરળ વિધાનસભાના વિરોધપક્ષના નેતા વી.ડી. સતીશન પણ રાહુલ ગાંધીની સાથે પદયાત્રામાં હાજર રહ્યા હતા. આ યાત્રા લગભગ 16 કિલોમીટરનું અંતર કાપીને કલાવૂર પહોંચશે. ત્યાંથી સાંજે લગભગ 4.30 કલાકે ફરી યાત્રા શરૂ કરવામાં આવશે અને લગભગ નવ કિલોમીટર પછી તે ચેરથલા નજીક માયથારા ખાતે રોકાશે.

7 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી કોંગ્રેસની 3,570 કિલોમીટર લાંબી અને 150 દિવસની પદયાત્રા જમ્મુ અને કાશ્મીરમાં પૂરી થશે. ‘ભારત જોડો યાત્રા’ 10 સપ્ટેમ્બરની સાંજે કેરળ પહોંચી અને 1 ઓક્ટોબરે કર્ણાટક પહોંચતા પહેલા 19 દિવસમાં કેરળના સાત જિલ્લામાંથી પસાર થઈને 450 કિમીનું અંતર કાપશે.



Source link

- Advertisement -
RELATED ARTICLES

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

રાજસ્થાન રાજકીય ઉથલપાથલ, આજે સોનિયા ગાંધીને સોંપાશે રિપોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ઓછી અશોક ગેહલોતથી સોનિયા ગાંધી નારાજ રાજસ્થાન કટોકટી અંગે જયપુરથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!