Monday, September 26, 2022
Home National PM મોદીના જન્મદિવસે 1 લાખથી વધુ લોકોનો રક્તદાન કરવાનો વર્લ્ડ રેકોર્ડ

PM મોદીના જન્મદિવસે 1 લાખથી વધુ લોકોનો રક્તદાન કરવાનો વર્લ્ડ રેકોર્ડ

  • માંડવિયાએ સફદરજંગ હોસ્પિટલમાં રક્તદાન કર્યું હતું
  • રક્તદાન માટે રજિસ્ટ્રેશન કરાવનાર લોકોનો આંકડો 1,95,925 થઈ ગયો
  • રક્તદાન માટે દેશભરમાં 6,136 શિબિરો બનાવવામાં આવ્યા

કેન્દ્રના આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે 15 દિવસનું રક્તદાન-અભિયાન ચાલુ કરવામાં આવ્યું ત્યારે પહેલા જ દિવસે 1 લાખથી વધુ લોકોએ રક્તદાન કરીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવી દીધો છે. માંડવિયાએ સફદરજંગ હોસ્પિટલમાં બનાવવામાં આવેલ શિબિરમાં રક્તદાન કર્યું હતું. તેમણે જનતાને 15 દિવસના રક્તદાન અમૃત મહોત્સવ પ્રસંગે રક્તદાન કરવા માટે આરોગ્ય સેતુ એપ અથવા ઈ-રક્તકોષ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવવા અપીલ કરી હતી. મહોત્સવ 1 ઑક્ટોબરના રાષ્ટ્રીય સ્વચ્છિક રક્તદાન દિવસ સુધી ચાલશે. રક્તદાન માટે દેશભરમાં 6,136 શિબિરો બનાવવામાં આવ્યા છે. રક્તદાન મહોત્સવમાં કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના બધા ખાતાં, વિભાગ, બિનસરકારી અને બિનસામુદાયિક સંગઠન ભાગ લેશે.

- Advertisement -

મનસુખ માંડવિયાએ કહ્યું કે આ દેશ તરફથી દેશના પ્રધાન સેવકને અણમોલ ઉપહાર છે. પછી તરત બીજું ટ્વિટ કર્યું કે રક્તદાન કરનારાઓનો આંકડો 1 લાખને પાર થઈ ગયો છે. રક્તદાન સમાજસેવાનું અને માનવતાનું કામ : માંડવિયા

માંડવિયાએ વધુમાં કહ્યું કે રક્તદાન સમાજસેવાનું અને માનવતાનું કામ છે. 2021ના આંકડાઓ મુજબ દેશમાં વર્ષે 1.5 કરોડ યુનિટ રક્તની જરૂર પડે છે. એક યુનિટમાં 350 મિલિલિટર રક્ત હોય છે, તે ત્રણ દર્દીઓનું જીવન બચાવી શકે છે. દર બે સેકન્ડે દેશમાં કોઈ એક દર્દીને રક્તની જરૂર ઊભી થાય છે. દેશના 33 ટકા નાગરિકોને ક્યારેકને ક્યારે રક્તદાનની જરૂર ઊભી થાય છે. ટૅકનોલોજીએ ગમે તેટલી પ્રગતિ કરી લીધી હોય હજી રક્તનો કોઈ વિકલ્પ શોધાયો નથી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

તમે ક્યારેય હરતો-ફરતો ‘ટ્રક મેરેજ હોલ’ જોયો છે? મહિન્દ્રાએ VIDEO શેર કર્યો

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ફરી ટ્વિટ કરી લોકોને આશ્ચર્યમાં મૂક્યા મહિન્દ્રાએ ટ્રકમાં બનાવેલા ક્રિએટીવ મેરેજ હોલનો વીડિયો શેર કર્યો ટ્રક મેરેજ હોલમાં AC સહિત તમામ સુવિધા, 200ને...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!