Tuesday, September 27, 2022
Home International વિશ્વના નેતાઓ આજે મહારાણી એલિઝાબેથને અંતિમ વિદાય આપશે

વિશ્વના નેતાઓ આજે મહારાણી એલિઝાબેથને અંતિમ વિદાય આપશે

  • વિન્ડસર પેલેસ ખાતે મહારાણીને તેમના પતિ ફિલિપની નજીક જ દફનાવાશે,
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અંતિમસંસ્કારમાં ભાગ લેવા લંડન પહોંચ્યાં
  • યૂક્રેન પર આક્રમણ કર્યા બદલ રશિયાને નિમંત્રણ નથી અપાયું

બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયને સોમવારે 19 સપ્ટેમ્બરે લંડન ખાતે અંતિમસંસ્કાર આપવામાં આવશે. અંત્યેષ્ટિની વિવિધ રસમો પૂરી કરીને વિન્ડસર પેલેસ ખાતે મહારાણીને તેમના પતિ ફિલિપની નજીક જ દફનાવવામાં આવશે. વિશ્વભરના અનેક નેતા અને રાષ્ટ્રના વડા પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરતાં અંતિમસંસ્કારમાં ભાગ લેવા પહોંચી રહ્યા છે. બ્રિટિશ મીડિયાએ અંતિમસંસ્કારમાં ભાગ લેવા કયા વીવીઆઇપી લંડન પહોંચી રહ્યા છે તેની યાદી જાહેર કરી છે. મીડિયાએ કયા દેશોને અંતિમસંસ્કારમાં ભાગ લેવા નિમંત્રણ નથી આપવામાં આવ્યું તે દેશોની યાદી પણ જારી કરી છે.

- Advertisement -

અંતિમસંસ્કારમાં ભાગ લેવા માટે પાંચસોથી વધુ લોકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભારત તરફથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અંતિમસંસ્કારમાં સામેલ થવા લંડન પહોંચી ચૂક્યા છે. જે 500 વીવીઆઇપી અને રાજવી કુટુંબોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમાં જાપાનના સમ્રાટ નારૂહિતો અને મહારાણી મસાકોનો પણ સમાવેશ થાય છે. નેધરલેન્ડના રાજવી વિલિયમ અને રાણી મેક્સિમા ઉપરાંત સ્વીડન, બેલ્જિયમ, ડેનમાર્કના રાજવી કુટુંબોનો પણ સમાવેશ થાય છે. યુરોપના મોટાભાગના રાજવી કુટુંબોને નિમંત્રણ છે. તે ઉપરાંત ભૂતાનના રાજા જિમ્મે ખેસર નામગ્યાલ વાંગચુક, બ્રુનેઇના સુલ્તાન હસનલ બોલ્કિયાહ ઉપરાંત અખાતી દેશોના રાજવી કુટુંબોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અંતિમસંસ્કારમાં ભાગ લેવા માટે અમેરિકાના પ્રમુખ જો બાઇડેન અને તેમના પત્ની જિલ બાઇડેન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સહિત ઉત્તર અને દક્ષિણ અમેરિકાના દેશોના વડાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ અને યુરોપીય દેશોના રાષ્ટ્રવડાઓને પણ અંત્યેષ્ટિમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ આપવામાં આવ્યું છે. શ્રાીલંકાના પ્રમુખ રાનિલ વિક્રમાસિંઘે અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સહિત રાષ્ટ્રકુળ દેશોના નેતાઓને પણ અંત્યેષ્ટિમાં ભાગ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. લંડન પહોંચેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ વેસ્ટમિન્સ્ટર પેલેસ ખાતે જઈ ભારત વતી દિવંગત મહારાણીને શ્રાદ્ધાંજલિ આપી હતી.

રશિયા અને મ્યાંમાર સહિત આ દેશોને નિમંત્રણ નથી અપાયું

બ્રિટિશ મીડિયાના જણાવ્યા મુજબ રશિયા, મ્યાંમાર, બેલારૂસ, સીરિયા, વેનેઝુએલા અને અફઘાનિસ્તાનને બ્રિટનના મહારાણીના અંતિમસંસ્કારમાં ભાગ લેવા નિમંત્રણ આપવામાં નથી આવ્યું. બ્રિટિશ અખબાર ટેલિગ્રાફે આ દેશોને નિમંત્રણ શા માટે નથી આપવામાં આવ્યું તે વિશે વિસ્તૃત જાણકારી આપી છે. અહેવાલ મુજબ રશિયાએ યૂક્રેન પર આક્રમણ કરી દેતાં તેને નિમંત્રણ આપવામાં આવ્યું નથી. બેલારૂસ અને મ્યાંમારે રશિયા દ્વારા યૂક્રેન પર થયેલા આક્રમણને સમર્થન આપી દેતાં તેમને નિમંત્રણ આપવામાં નથી આવ્યું. સીરિયા અને વેનેઝુએલા બ્રિટન સાથે પૂર્ણ રાજદ્વારી સંબંધ ના ધરાવતા હોવાથી તે દેશોને પણ નિમંત્રણ આપવામાં નથી આવ્યું. અફઘાનિસ્તાનની વર્તમાન રાજકીય સ્થિતિને કારણે ત્યાંના કોઇ નેતાને પણ નિમંત્રણ નથી.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

ઈરાનમાં હિજાબ બાબતે અમીની પછી હદીસ નજફી પર પોલીસે ગોળીઓ ચલાવી

આ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 76 લોકોએ જીવ ગુમાવ્યાનજફી ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય ચહેરો હતો વિશ્વના અનેક શહેરોમાં આવા જ પ્રદર્શનો થઈ રહ્યા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વજન ઘટાડવા સહિત આ સમસ્યાઓમાં લાભદાયી છે જીરું, કરો ઉપયોગ

કાળા જીરાનો ઉપયોગ કરવાથી ફેટને ઘટાડવામાં મદદ મળશે જીરાનું પાણી શરીરને ડિટોક્સ કરીને ઈમ્યુનિટી વધારશે પેટમાં ગેસ, અપચો, પેટ દર્દ, લૂઝ મોશનની સમસ્યામાં રાહત થશે જીરાનો ઉપયોગ...

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ વિવાદોમાં ફસાયા મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ...

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!