Sunday, September 25, 2022
Home Gujarat બાળ તસ્કરીનો ભોગ બનેલ શિશુને મહિલા PIએ માતાની હૂંફ આપી

બાળ તસ્કરીનો ભોગ બનેલ શિશુને મહિલા PIએ માતાની હૂંફ આપી

  • પાયોજેનિક મેનેન્ઝાઈટીસ ઈન્ફેકશનથી પીડિત નવજાતને પોલીસે બચાવી
  • સયાજીના પ્રસૂતિગૃહમાં વેન્ટિલેટર ઉપર રહેલી બાળકીએ મોતને મ્હાત આપી
  • પ્રસૂતિ કરાવનાર દાયણ જ શૂર્પણખા બની અને માતાની ગોદમાંથી નવજાતને વગે કર્યું

ઓન લાઈન બાળ તસ્કરીનો એક અજીબ કિસ્સો, જે પંજાબના જલાલાબાદ નગર પાસેના ખોબલા જેવડાં મીડ્ડા ગામથી શરુ થાય છે અને અંત વડોદરામાં આવે છે. તા.2જી સપ્ટેમ્બર 2022ના રોજમીડ્ડા ગામમાં જન્મેલી નવજાત બાળકી પુરા એક દિવસની પણ થઈ નહોતી અને દાયણે બાળકીને વગે કરી હતી. લગભગ 2,000 કિલોમીટરનું અંતર કાપીને નવજાત શીશુને વેચવા માટે વડોદરા લાવવામાં આવ્યુ હતુ. પરંતુ કુદરતની કઈક જુદુ જ મંજુર હતુ.

- Advertisement -

શહેર પોલીસ તંત્રએ નવજાત બાળકીને જાલીમોના સકંજામાંથી મુકત કરાવી હતી. નવજાતના ઓરીજનલ માતા પિતાનો પત્તો લાગે અને વડોદરા ખાતે લાવવામાં આવે ત્યાં સુધી ઈન્વેસ્ટીગેશન ઓફીસર એવા મહિલા પી.આઈ. ડૉ. ભાવના પટેલે આ નવજાત શીશુને માતાની હૂંફ આપી હતી. અનેક લોકોના હાથમાં પસાર થયેલી ત્રણ દિવસની માસુમ બાળકી પાયોજેનિક મેનેન્ઝાઈટીસ ઈન્ફેકશનનો શિકાર બની હતી. સયાજી હોસ્પીટલના પ્રસુતી ગૃહમાં વેન્ટીલેટર ઉપર જીંદગી અને મોત વચ્ચે ઝઝુમી રહેલી માસુમની જીંદગીની દુઆ માટે સમગ્ર પોલીસ તંત્રના હાથ ઉઠયા હતા અને ગુરુવારે 20 દિવસની થયેલી નવજાતે મોતને મ્હાત આપી છે. ડૉકટરે નવજાતને આઉટ ઓફ ડેન્જર જાહેર કરી છે. મુદ્દઈ લાખ બૂરા ચાહે ક્યા હોતા હૈ, વહી હોતા હૈ જો મંઝુરે ખુદા હોતા હૈ,ની ઉક્તી આ કિસ્સાએ સાર્થક કરી છે.

બાળ તસ્કરીનો ભોગ બનેલી નવજાતનો જન્મ તા.2જી સપ્ટેમ્બર 2022ના રોજ સાંજે પાંચ વાગે પંજાબ, જલાલાબાદ પાસેના મીડ્ડા ગામમાં ખેત મજુર પરીવારમાં થયો હતો. માંડ 18 કલાક પહેલા દુનીયામાં આવેલી નવજાત બાળકીને વગે કરી હતી. બાળકીને મીડ્ડા ગામથી બાય રોડ દિલ્હી લઈ જવાઈ હતી. બાળ તસ્કરી કરતી ટોળકીએ શહેરના સલાટવાડા વિસ્તારમાં રહેતાં દંપતી સાથે નવજાત બાળકીનો રૂ. 2.50 લાખમાં સોદો કર્યો હતો. માતાની ગોદમાંથી બીછડેલાં 3 દિવસના નવજાતને લગભગ 2,000 કિલોમીટર જેટલું અંતર કાપીને તા.5મી સપ્ટેમ્બરે વડોદરા રેલવે સ્ટેશને લાવવામાં આવ્યુ હતુ ત્યારે પોલીસે એક મહિલાને નવજાત સાથે ઝડપી પાડી હતી.

સલાટવાડાના બેરા દંપતી સહીત 4 આરોપીઓની ધરપકડ કરીને જેલ ભેગા કરવામાં આવ્યા છે. પરંતુ અનેક લોકોના હાથમાંથી પસાર થયેલી બાળકી પાયોજેનિક મેનેન્ઝાઈટીસ ઈન્ફેકશનનો ભોગ બની હતી. આ બાળકીના માતા પિતાનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નહતો.

બાળકીને સયાજી હોસ્પીટલના પ્રસુતી ગૃહમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. નવજાતની તબીયત એ હદે બગડી હતી કે વેન્ટીલેટર ઉપર મુકવામાં આવી હતી. મહિલા પી.આઈ. ડૉ. ભાવના આંખોમાં ઉજાગરા વેઠીને હોસ્પીટલમાં બેસી રહેતા હતા. અલબત્ત બાળકીના મુકદ્દરમાં પણ જીવન લખ્યુ હતુ. ગુરુવારે 20 દિવસની થયેલી બાળકીએ મોતને મ્હાત આપી છે અને વેન્ટીલેટર ઉપરથી ઉતારવામાં આવી છે.

- Advertisement -

નવજાત બાળકીના માતા-પિતા વડોદરા આવી પહોંચ્યાં

ભાગ્યશાળી બાળકીના ઓરીજનલ માતા સીમલારાણી અને પિતા મીઠન પણ વડોદરા આવી પહોંચ્યા છે. ખેત મરુર માતા પિતાનું સયાજી હોસ્પીટલના પ્રસુતી ગૃહમાં નવજાત સાથે મીલન થયું છે. માતાએ નવજાતને ફીડીંગ કરાવાનું શરુ કરતાં બાળકીની તબીયતમાં ઝડપથી સુધારાના ચિન્હો દેખાઈ રહયાં છે. પોલીસે માતા પિતા અને બાળકના ડી.એન.એ. પણ મેચ કર્યા છે.

મહિલા PI ભાવના પટેલ આયુર્વેદિક ડૉક્ટર છે

ઈન્વેસ્ટીગેશન ઓફીસરની સાથે આ કિસ્સામાં નવજાતને માતાની હૂંફ આપનારા મહિલા પી.આઈ. આયુર્વેદીક ડૉકટર છે. ગાંધીનગરથી તેમણે બી.એ.એમ.એસ. કર્યુ હતુ. તેમના પતિ પણ ડૉકટર છે. થોડાક વર્ષ સુધી ડૉકટર તરીકે ફરજ બજાવી હતી. 2013માં ડાયરેકટ પી.એસ.આઈ. બન્યા હતા સમગ્ર ગુજરાતમાં સેકન્ડ રેન્ક ઉપર આવ્યા હતા અને ત્યાર પછી એક્ઝામ આપીને પી.આઈ.નું પ્રમોશન લીધુ હતુ. મહિલા પી.આઈ. પોતે ડૉકટર હોવાથી તેઓ નવજાતની સારવાર કરી રહેલાં તબીબો સાથે સતત લાયઝનીંગમાં રહેતા હતા. ડૉ. ભાવના પટેલ હાલમાં મિસીંગ સેલમાં પી.આઈ. તરીકે ફરજ બજાવી રહયાં છે.

નવજાતને તેના માતા પિતાને સોંપવા કોર્ટમાં રિપોર્ટ કરીશું : IO

ઈન્વેસ્ટીગેશન ઓફીસર પી.આઈ. ડૉ. ભાવનાએ જણાવ્યુ હતુ કે, નવજાત બાળકીની તબીયત સુધારા ઉપર છે. બાળકીના માતા પિતા વડોદરા આવી ચૂક્યા છે. ડી.એન.એ. ટેસ્ટની પ્રક્રીયા પણ પૂર્ણ થઈ ચુકી છે. આ કેસમાં એફ.આઈ.આર. દાખલ થઈ ચુકી છે મુખ્ય ચાર આરોપીઓની ધરપકડ પણ થઈ ચુકી છે. હવે અદાલતમાં રીપોર્ટ મુકીને નવજાતને તેના માતા પિતાને સોંપવામાં આવશે.

શું છે પાયોજેનિક મેનેન્ઝાઈનટીસ ?

પાયોજેનીક મેનેન્ઝાઈનટીસ એક પ્રકારનું ઈન્ફેકશન છે. નવજાત બાળકી માંડ 18 કલાકની જ હતી ત્યારે માતાની ગોદમાંથી છીનવી લેવાઈ હતી. જેથી બાળકીને ઈન્ફેકશન થયુ હતુ. નવજાતને શ્વાસ લેવાની તકલીફ થઈ અને બ્રેઈનમાં સોજો આવ્યો હતો. બાળકી 3 દિવસની હતી ત્યારે વડોદરા લવાઈ હતી તે દિવસથી બાળ નિષ્ણાંત તબીબો દ્વારા સારવાર કરાઇ હતી. તબીયત સુધારા ઉપર આવતાં બાળકીને વેન્ટીલેટર ઉપરથી ઉતારી લેવામાં આવી છે. બાળકી હાલ ઓબ્ઝર્વેશનમાં છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

સુરત: સચિન GIDC ખાતે ગ્રે કાપડ મીલમાં ભંયકર આગ, જાનહાની ટળી

સ્ટેન્ટર મશીનમાં ભડકેલી આગ મીલમાં પ્રસરી ગઈઆ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી ત્રણ કલાકે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સચિન જીઆઈડીસી રોડ નં....

વાઘોડિયાના જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી 6 ફુટના અજગરનું રેસક્યુ

રેસક્યુ કરી અજગર વન વિભાગને સોપવામાં આવ્યોઅર્ધો કલાકની જહેમત બાદ ઝડપી પાડવામાં આવ્યો ટ્રસ્ટના કાર્યકરોએ અજગરનું રેસક્યુ કર્યું વાઘોડિયા તાલુકાના જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી શનિવારે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!