Tuesday, September 27, 2022
Home National બોમ્બે હાઈકોર્ટે ફેસબુકને 25000 રૂપિયાનો દંડ કેમ ફટકાર્યો?

બોમ્બે હાઈકોર્ટે ફેસબુકને 25000 રૂપિયાનો દંડ કેમ ફટકાર્યો?

  • ફેસબુક પર ઓનલાઈન ખરીદીમાં છેતરપિંડીનો કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો
  • યુઝર્સે નાણાં ચૂકવી શૂટનો ઓર્ડર આપ્યો, પણ શૂટ ડિલીવરી ન કરાયા
  • જેણે શૂઝ ડિલિવરી કર્યા નથી તેની સામે કાર્યવાહી થવી જોઈએ : ફેસબુક

ફેસબુક પર ઓનલાઈન ખરીદીમાં યુવક સાથે છેતરપિંડી થઈ હોવાનો કેસ બોમ્બો હાઈકોર્ટમાં પહોંચ્યો છે, જેમાં હાઈકોર્ટે ફેસબુકને રૂપિયા 25000નો દંડ ફટકાર્યો છે. એક ફરિયાદીએ કોર્ટમાં દાવો કર્યો હતો કે, તેણે ફેસબુક પર જાહેરાત જોઈને શૂઝનો ઓર્ડર આપ્યો અને પૈસા પણ ચૂકવ્યા હતા, તેમ છતાં તેને શૂઝ મળ્યા ન હતા. આ કેસમાં બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે ફેસબુકને દંડ ભરવાનો નિર્દેશ આપ્યો છે. આ બનાવના ત્રિભુવન ભોંગડે નામનો યુઝર્સ છેતરાયો હતો. આ યઝર્સે ફેસબુક પર શૂઝની જાહેરાત જોઈ હતી, જેમાં લખ્યું હતું કે નાઇકી શૂઝ 599 રૂપિયામાં મળશે.

- Advertisement -

શું છે આ સમગ્ર મામલો?

આ શૂઝ એ વ્યક્તિએ મારિયા સ્ટુડિયો નામની કંપનીમાંથી ખરીદ્યા હતા. પરંતુ ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ પણ શૂઝની ડિલિવરી કરવામાં આવી ન હતી. જ્યારે કંપનીને ફોન કરવામાં આવ્યો તો 7568 રૂપિયાનું વધુ નુકસાન થયું. આવી સ્થિતિમાં ત્રિભુવન ભોંગડેએ ફરિયાદ નોંધાવી અને મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. સૌ પ્રથમ, ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશને ફેસબુકને આ કેસમાં માનસિક ઉત્પીડન માટે 599 રૂપિયા અને 25,000 રૂપિયા રિફંડ આપવાનો નિર્દેશ આપ્યો હતો. પરંતુ ફેસબુકે આ નિર્ણયને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. એવી દલીલ કરવામાં આવી હતી કે જો કાર્યવાહી કરવી હોય તો પણ જે કંપનીએ શૂઝની ડિલિવરી નથી કરી તેની સામે થવી જોઈએ, તેમની સામેની કાર્યવાહી યોગ્ય નથી.

શું હતી ફેસબુકની દલીલ?

એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે ટ્રાન્ઝેક્શન કેસમાં ફેસબુકની કોઈ ભૂમિકા નથી, તેથી જ તેમને આવા તમામ કેસમાં ઈમ્યુનિટી મળે છે. ફરિયાદી ભોંગડે પાસેથી તેઓને કોઈ ચૂકવણું મળ્યું ન હોવાનું પણ સ્પષ્ટપણે જણાવ્યું છે. પરંતુ તમામ દલીલો સાંભળ્યા બાદ બોમ્બે હાઈકોર્ટે ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશનના નિર્ણયને યથાવત રાખ્યો છે. ફેસબુકે ફરિયાદીને 25,599 રૂપિયા ચૂકવવા પડશે, જેમાંથી 599 રૂપિયા એ છે જે વ્યક્તિએ જૂતા ખરીદવામાં ખર્ચ્યા છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ વિવાદોમાં ફસાયા મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વજન ઘટાડવા સહિત આ સમસ્યાઓમાં લાભદાયી છે જીરું, કરો ઉપયોગ

કાળા જીરાનો ઉપયોગ કરવાથી ફેટને ઘટાડવામાં મદદ મળશે જીરાનું પાણી શરીરને ડિટોક્સ કરીને ઈમ્યુનિટી વધારશે પેટમાં ગેસ, અપચો, પેટ દર્દ, લૂઝ મોશનની સમસ્યામાં રાહત થશે જીરાનો ઉપયોગ...

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ વિવાદોમાં ફસાયા મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ...

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!