Tuesday, September 27, 2022
Home National કોણ બનશે કોંગ્રેસ અધ્યક્ષ ? વધુ એક દિગ્ગજ નેતાનું નામ આવ્યું સામે

કોણ બનશે કોંગ્રેસ અધ્યક્ષ ? વધુ એક દિગ્ગજ નેતાનું નામ આવ્યું સામે

  • એક સંમેલનમાં પાર્ટીએ નક્કી કર્યું હતું કે એક વ્યક્તિ એક પદ પર રહેશે
  • જો અશોક ગેહલોત અધ્યક્ષ બનવા ઈચ્છે છે તો CM પદ છોડવું પડશે
  • રાહુલે ચૂંટણી ન લડવાનું મન બનાવ્યું હોય તો ફેરફાર કરવો મુશ્કેલ : સિંહ

જેમ જેમ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ ચર્ચાઓ અને હોબાળો પણ વધી રહ્યો છે. શશિ થરૂર અને અશોક ગેહલોત બાદ હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ પણ અધ્યક્ષ પદની રેસમાં સામેલ થઈ શકે છે. મીડિયા સાથે વાત કરતાં દિગ્વિજય સિંહે ચૂંટણી લડવાના સવાલ પર તેમણે ઈન્કાર પણ ન કર્યો અને સંમત પણ ન થયા. દિગ્વિજય સિંહે જણાવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે કોઈપણ ચૂંટણી લડી શકે છે. ન તો કોઈને રોકી શકાય અને ન તો કોઈને બળપૂર્વક ચૂંટણી લડાવી શકાય. અગાઉ પણ પક્ષમાં ગાંધી પરિવારની બહારના અધ્યક્ષ રહ્યા છે. ચૂંટણીમાં ઉતરવાના સવાલ પર દિગ્વિજય સિંહે કહ્યું કે, જોઈએ શું થાય છે. દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે, તમે 30 સપ્ટેમ્બર સુધીમાં જાણી શકશો.

- Advertisement -

ચૂંટણી લડવા પર રાહુલ ગાંધીએ શું કહ્યું?

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે. રાહુલ ગાંધીના ચૂંટણી લડવા અંગે દિગ્વિજય સિંહે જણાવ્યું કે, એવું લાગે છે કે રાહુલ ગાંધી ચૂંટણી લડવાના નથી, પરંતુ કોઈ નિર્ણય પર જતા પહેલા રાહ જુએ છે. જો કે તેમણે ચૂંટણી નહીં લડવાનું મન બનાવી લીધું હોય તો તેમાં ફેરફાર કરવો મુશ્કેલ છે.

- Advertisement -

અધ્યક્ષ બનવું હોય તો મુખ્યમંત્રી પદ છોડવું પડશે

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ચૂંટણીમાં ઉતરવા પર દિગ્વિજય સિંહે જણાવ્યું કે, ઉદયપુર સંમેલનમાં પાર્ટીએ નક્કી કર્યું હતું કે એક વ્યક્તિ એક પદ પર રહેશે. જો તેમને અધ્યક્ષ બનવું હોય તો તેમણે મુખ્યમંત્રી પદ છોડવું પડશે. અશોક ગેહલોત પાર્ટીના અધ્યક્ષ તેમજ મુખ્યમંત્રી તરીકે ચાલુ નહીં રહી શકે.

અશોક ગેહલોતની સોનિયા ગાંધી સાથે મુલાકાત

ઉલ્લેખનીય છે કે, અશોક ગેહલોતે આજે દિલ્હીમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. અશોક ગેહલોતે એમ પણ કહ્યું છે કે, વ્યક્તિ મંત્રી પણ રહી શકે છે અને કોંગ્રેસ અધ્યક્ષ પણ ચૂંટાઈ શકે છે. અશોક ગેહલોતે ગત રોજ તેમના નિવાસસ્થાને ધારાસભ્ય દળની બેઠક યોજી હતી, જેમાં તેમણે કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી લડવાના સંકેત આપ્યા હતા.

શશિ થરૂર પણ રેસમાં

વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂર પણ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાની રેસમાં છે. તેઓ બુધવારે કોંગ્રેસના કેન્દ્રીય ચૂંટણી સત્તામંડળના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીને મળ્યા હતા અને તેમની ઉમેદવારી અંગે ચર્ચા કરી હતી. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે 22 સપ્ટેમ્બરે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, ચૂંટણી 17 ઓક્ટોબરે થશે અને મતગણતરી 19 ઓક્ટોબરે થશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

રાજસ્થાન રાજકીય ઉથલપાથલ, આજે સોનિયા ગાંધીને સોંપાશે રિપોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ઓછી અશોક ગેહલોતથી સોનિયા ગાંધી નારાજ રાજસ્થાન કટોકટી અંગે જયપુરથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!