Sunday, September 25, 2022
Home National કુનો નેશનલ પાર્કમાં ક્યારે થશે ચિત્તાના દીદાર, નવા મહેમાન માટે ખાસ તૈયારીઓ

કુનો નેશનલ પાર્કમાં ક્યારે થશે ચિત્તાના દીદાર, નવા મહેમાન માટે ખાસ તૈયારીઓ

  • નામિબિયાના આઠ ચિત્તાઓમાં ત્રણ નર અને પાંચ માદા ચિત્તાનો સમાવેશ
  • વર્ષ 1952માં ભારત સરકારે ચિત્તાઓને લુપ્ત જાહેર કર્યા હતા
  • આ ચિત્તાઓને ક્વોરેન્ટાઈન સમયગાળામાં એક મહિના સુધી રાખવામાં આવશે

સાત દાયકા બાદ દેશમાં આજથી ફરી એકવાર ચિતા (Cheetah) યુગની શરૂઆત થવા જઈ રહી છે. નામિબિયાના (Namibia) 8 ચિત્તા ગ્વાલિયર એરબેઝ (Gwalior Airbase) પર ઉતર્યા છે. નામિબિયાના આઠ ચિત્તાઓમાં ત્રણ નર અને પાંચ માદા ચિત્તાનો સમાવેશ થાય છે. પશુચિકિત્સકો પહેલા એરપોર્ટ પર ચિત્તાઓના સ્વાસ્થ્યની તપાસ કરશે.

- Advertisement -

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના જન્મદિવસ પર કુનો નેશનલ પાર્કમાં બનેલા ક્વોરેન્ટાઇન એન્ક્લોઝરમાં જશે. વર્ષ 1952માં ભારત સરકારે ચિત્તાઓને લુપ્ત જાહેર કર્યા હતા. તે જ સમયે, આજે 72 વર્ષ પછી, ચિત્તા ફરી એકવાર ભારત પરત ફર્યા છે.

- Advertisement -

નામિબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તામાંથી 5 માદા છે જ્યારે 3 નર છે. માદા ચિત્તાનું આયુષ્ય 2 થી 5 વર્ષની વચ્ચે હોય છે જ્યારે નર ચિત્તાનું આયુષ્ય 4.5 થી 5.5 વર્ષ વચ્ચે હોય છે. આ ચિત્તાઓને ક્વોરેન્ટાઈન સમયગાળામાં એક મહિના સુધી રાખવામાં આવશે અને આ દરમિયાન તેમને 2-3 દિવસમાં 2-3 કિલો માંસ ખાવા માટે આપવામાં આવશે.

ચિત્તાને 70 વર્ષ પહેલા ભારતમાં લુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા. દેશમાં 70 વર્ષથી ચિત્તા ન હતા અને એવું પણ નથી કે અચાનક ચિત્તા લાવવામાં આવી રહ્યા છે. ચિત્તાઓને ભારતમાં લાવવાનો પ્રયાસ 50 વર્ષ પહેલા શરૂ થયો હતો, જે મોદીના જન્મદિવસના દિવસે સફળ થયો છે.

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓ માટે હેલિપેડ બનાવવામાં આવ્યું હતું. જ્યાં સ્પેશિયલ આર્મીના હેલિકોપ્ટરથી ચિત્તાઓને લાવવામાં આવશે. PM મોદી આજે 8 ચિત્તાઓને તેમના પિંજરામાંથી મુક્ત કરશે અને વાડામાં છોડશે.

તમામ ચિત્તાના ગળામાં સેટેલાઇટ-VHF રેડિયો કોલર આઈડી હોય છે, જેની મદદથી ભવિષ્યમાં તેમને મોનિટરિંગથી લઈને સંક્રમણ સુધી ટ્રેક કરવામાં મદદ મળશે. ગામડાઓમાં અન્ય પશુઓને પણ રસી આપવામાં આવી છે જેથી ચિત્તામાં ચેપ ન લાગે.

ચિત્તાઓ માટે 25 ચોરસ કિલોમીટરનું વિશેષ સર્કલ બનાવવામાં આવ્યું છે. દક્ષિણ આફ્રિકાની સરકાર અને વન્યજીવ નિષ્ણાતો તેમના પર નજર રાખશે. ચિત્તાઓને અહીંની ભારતીય આબોહવા સાથે અનુકૂલન સાધવામાં એકથી ત્રણ મહિનાનો સમય લાગી શકે છે.

ચિત્તોને સારા શિકારની જરૂર છે અને કુનો નેશનલ પાર્કમાં નાના હરણ અને ભૂંડની ગીચ વસ્તી છે અને આખા ઉદ્યાનમાં ચિતલ, સાંભર અને નીલગાયની સંખ્યા લગભગ 25 હજાર છે. એટલે કે ચિતાઓને ખાવાની કોઈ કમી નહીં રહે.

ચિત્તાના શરીરની બનાવટ ખાસ હોય છે.

1973માં હાવર્ડમાં થયેલા રિસર્ચ અનુસાર સામાન્ય રીતે ચિત્તાના શરીરનું તાપમાન 38 ડિગ્રી હોય છે. પરંતું ઝડપ પકડતા જ તે વધીને 40.5 ડિગ્રી સેલ્શિયસ થઇ જાય છે. ચિત્તાનું મગજ તે ગરમીને સહન કરી શકતું નથી અને તે અચાનક જ દોડવાનું બંધ કરી દે છે. દોડતી વખતે ચિત્તાની માંસપેશીઓને ખૂબ ઓક્સિજનની જરૂર રહે છે. આ ઓક્સિજન સપ્લાયને જાળવી રાખવા માટે ચિત્તાના નાકોરાની સાથે શ્વાસ નળી પણ મોટી હોય છે, જેથી કરીને તે ઓછી વાર શ્વાસ લઇને પણ વધારે ઓક્સિજન લઇ શકે. ચિત્તાની આંખ સીધી દિશામાં હોય છે. તેના કારણે તે ઘણાં માઇલ સુધી સરળતાથી જોઇ શકે છે. તેનાથી ચિત્તાને અંદાજ થઇ જાય છે કે તેનો શિકાર તેનાથી કેટલા અંતરે છે.

તેની આંખમાં ઇમેજ સ્ટેબિલાઇઝેશન સિસ્ટમ હોય છે. જે કારણે તે દોડતી વખતે પણ ઝડપ દરમિયાન પોતાના શિકાર પર ફોકસ કેન્દ્રિત કરી રાખે છે. ચિત્તાના પંજા વળાંકવાળા અને ગ્રિપ ધરાવતા હોય છે. દોડતી વખતે તે પંજાની મદદથી ગ્રિપ બનાવે છે અને આગળની તરફ સરળતાથી કૂદકો લગાવી શકે છે. એટલું જ નહીં તે પોતાના પંજાથી શિકારને જોરદાર રીતે પકડી રાખી શકે છે. ચિત્તાની પૂંછડી 31 ઇંચ જેટલી લાંબી હોય છે જે રડાર તરીકે કામ કરે છે. અચાનક વળવા પર તે બેલેન્સ બનાવવા કામે લાગે છે.

ચિત્તાનું હૃદય સિંહની તુલનામાં સાડા ત્રણ ગણું વધારે મોટું હોય છે. તે કારણે જ તેને દોડતી વખતે વધારે ઓક્સિજન મળે છે. તે ઝડપથી ચિત્તાના શરીરમાં લોહી પમ્પ કરે છે. તેની માંસપેશીઓ સુધી ઓક્સિજન પહોંચાડે છે. ચિત્તા પોતાના શિકારનો પીછો સામાન્ય રીતે 200-230 ફૂટના દાયરામાં જ કરે છે અને પંજાનો ઉપયોગ કરીને શિકારની પૂંછડી પકડીને તેની પર લટકી જાય છે. જો તે દરમિયાન તે શિકારને મારી ન શકે તો પછી તે શિકારનો પીછો છોડી દે છે. તે પોતાના પંજા વડે શિકારના હાડકાં ભાંગી નાખે છે. શિકારને પકડયા બાદ લગભગ પાંચ મિનિટ સુધી તેની ગરદનને કાપે છે જેથી શિકાર મરી જાય. જોકે, નાના શિકાર તો પહેલીવારમાં જ મરી જાય છે.

2010 માં, આ માટે ભારત સરકારે નામિબિયા સાથે વાતચીત શરૂ કરી હતી, પરંતુ નામિબિયા અને દક્ષિણ આફ્રિકાથી ચિત્તા લાવવાનો કરાર જુલાઈ 2022 માં થયો હતો, આ કરારના પહેલા એપિસોડમાં, હવે 8 ચિત્તા ભારત પહોંચી રહ્યા છે.

17 સપ્ટેમ્બરે કુનો નેશનલ પાર્કની ધરતી પર આફ્રિકાથી આવેલા ચિત્તાઓ ઉતરતાની સાથે જ અહીંના જંગલની ઈકો-સિસ્ટમ બદલાઈ જશે. અહીં રહેતા દીપડા પહેલીવાર તેમની બિલાડીની પ્રજાતિના નવા જંગલી પ્રાણીને મળશે. તેમના જેવા દેખાવવાળા આ ચિતાઓ 70 વર્ષ પછી પોતાના વિસ્તારમાં આવ્યા છે. બધુજ વાતાવરણ અનુકુળ થયા પછી સામન્ય માણસ પણ આ ચિત્તાઓને નીરખી શકશે જો કે હજુ કેટલો સમય લે છે તે આવનારો સમય જ નક્કી કરશે.Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

તમે ક્યારેય હરતો-ફરતો ‘ટ્રક મેરેજ હોલ’ જોયો છે? મહિન્દ્રાએ VIDEO શેર કર્યો

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ફરી ટ્વિટ કરી લોકોને આશ્ચર્યમાં મૂક્યા મહિન્દ્રાએ ટ્રકમાં બનાવેલા ક્રિએટીવ મેરેજ હોલનો વીડિયો શેર કર્યો ટ્રક મેરેજ હોલમાં AC સહિત તમામ સુવિધા, 200ને...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!