Saturday, October 1, 2022
Home National હું પણ ભજન ગાઉં છું, તેમાં ખોટુ શું છે?: ફારૂક અબ્દુલ્લા

હું પણ ભજન ગાઉં છું, તેમાં ખોટુ શું છે?: ફારૂક અબ્દુલ્લા

  • મહેબૂબા મુફ્તીએ 19 સપ્ટેમ્બરે એક વીડિયો શેર કર્યો
  • મહેબૂબા જૂઠાણું ફેલાવે છે – ભાજપ
  • જો કોઈ હિંદુ અજમેરની દરગાહમાં જાય તો શું તે મુસ્લિમ બની જશે? :  ફારૂક અબ્દુલ્લા

જમ્મુ-કાશ્મીરની શાળાઓમાં ‘રઘુપતિ રાઘવ’ ગીત ગાવાને લઈને વિવાદ ચાલુ છે. જ્યાં પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ ભાજપની આગેવાનીવાળી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તો સાથે જ પૂર્વ સીએમ અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાનું વલણ મહેબૂબા મુફ્તીથી અલગ છે. અબ્દુલ્લાએ કહ્યું કે તે પણ ભજન ગાય છે. એમાં ખોટું શું છે?’

- Advertisement -

મહેબૂબા મુફ્તીએ 19 સપ્ટેમ્બરે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં એક શાળામાં બાળકો રઘુપતિ રાઘવ રાજા રામ ગાતા જોવા મળ્યા હતા. આ અંગે મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે કાશ્મીરમાં ભારત સરકારનો અસલી હિંદુત્વ એજન્ડા ધાર્મિક નેતાઓને કેદ કરીને, જામા મસ્જિદને બંધ કરીને અને શાળાના બાળકોને હિંદુ ગીતો ગાવાની સૂચના આપીને ખુલ્લું પડી ગયું છે.

હવે આ મામલે ફારુક અબ્દુલ્લાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. અમે 2 રાષ્ટ્ર સિદ્ધાંતમાં માનતા ન હતા. ભારત કોમવાદી નથી અને ધર્મનિરપેક્ષ છે. હું ભજન પણ ગાઉં છું. તેમાં તો શું ખોટું? જો કોઈ હિંદુ અજમેરની દરગાહમાં જાય તો શું તે મુસ્લિમ બની જશે?

- Advertisement -

 મહેબૂબા જૂઠાણું ફેલાવે છે – ભાજપ

પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીના આ આરોપોને ફગાવી દેતાં ભાજપે તેમના પર તથ્યો વિના જૂઠ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. જમ્મુ-કાશ્મીર શિક્ષણ વિભાગે આદેશ બહાર પાડ્યો હતો જેમાં શાળાઓમાં ભજન ગાવાની સૂચના આપવામાં આવી હતી. હકીકતમાં, બાળકોને શાળાઓમાં ભજન ગાવાની સૂચના આપવી એ ગાંધી જયંતિની ઉજવણીનો એક ભાગ હતો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિ નિમિત્તે શરૂ થયેલા કાર્યક્રમોમાં શાળાઓમાં રઘુપતિ રાઘવનું ગાન સામેલ કરવામાં આવે. રઘુપતિ રાઘવ ગાંધીજીનું પ્રિય ભજન હતું, તેથી તેને આ કાર્યક્રમોમાં સામેલ કરવામાં આવ્યું હતુ.



Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચુકવવા નવી સિસ્ટમ અમલી બનશે

ફ્રોડ રોકવા આજથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ માટે ટોકન સિસ્ટમનો અમલ શરૂ કાર્ડ નંબર, એક્સ્પાયરી ડેટ, સીવી નંબર લીક ન થતાં ફ્રોડ પર બ્રેક લાગવાની આશા પીઓએસ,...

અશ્લીલ સામગ્રી પિરસતી 63 પોર્ન સાઇટ પર પ્રતિબંધ લગાવાયો

અત્યાર સુધીમાં કુલ 800થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો સરકારે ઈન્ડિયન ISPsને આદેશ આપીને સાઈટ્સો બ્લોક કરી દીધી નવા આઈટી નિયમ 2021 હેઠળ તમામ વેબસાઈટ્સને...

300થી વધુ દવાઓ પર બારકોડ અથવા QR કોડ લગાવવાના આદેશની તૈયારી

ભારતમાં વેચાતો ફાર્મા સામાન 20 ટકા નકલી હોવાની અમેરિકાએ દાવો કર્યો હતો અમેરિકાએ ભારતને નકલી દવાઓની વધી રહેલી સમસ્યા વિશે ચેતવણી આપી હતી દવાઓના પેકેટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!