Sunday, September 25, 2022
Home National દિલ્હીમાં શરાબના નિયમો બદલાતા ગોડાઉનમાં પડેલી 70 લાખ બોટલોનું શું કરવું?

દિલ્હીમાં શરાબના નિયમો બદલાતા ગોડાઉનમાં પડેલી 70 લાખ બોટલોનું શું કરવું?

  • નવી જૂની દારૂની નીતિ હેઠળ વિવિધ કંપનીઓની 35 લાખથી વધુ બોટલ રજીસ્ટર
  • આ બોટલોને દિલ્હી સરકારની દારૂની નીતિ 2021-22 હેઠળ વેચી શકાતી નથી
  • નવો નિયમ બાદ આ બોટલોનું શું કરવું, તે અંગે આબકારી વિભાગ ચિંતિત બન્યું

દિલ્હીમાં 1 સપ્ટેમ્બરથી જૂની દારૂની નીતિ લાગુ થવાને કારણે આબકારી વિભાગ પાસે દારૂની 70 લાખ દારૂ અને બીયરની બોટલો બચી છે. નવો નિયમ લાગુ થતાં જ આ બોટલોનું વેચાણ કે નિકાલ કેવી રીતે કરવું, તે અંગે આબકારી વિભાગ વિચાર કરી રહ્યું છે. આ બોટલોને કેજરીવાલ સરકારની વિવાદાસ્પદ દારૂની નીતિ 2021-22 હેઠળ વેચી શકાતી નથી, જેના કારણે આ બોટલો હજુ પણ ગોડાઉનમાં પડી રહી છે.

- Advertisement -

અનરજિસ્ટર્ડ બોટલોનો નાશ કરવાને બદલે વેચાણની મંજૂરીની શક્યતા

એક અધિકારીએ જણાવ્યું કે, હાલની એક્સાઇઝ પોલિસી હેઠળ વિવિધ કંપનીઓની 35 લાખથી વધુ બોટલ રજીસ્ટર છે, આવી બ્રાન્ડ્સને કોર્પોરેશન વેન્ડ્સ દ્વારા વેચી શકાય છે. તેમણે કહ્યું કે, બાકીની બોટલો તે બ્રાન્ડ્સની છે, જે હાલની નીતિ હેઠળ હજુ સુધી રજીસ્ટર નથી. એક વિકલ્પ એ છે કે આ બ્રાન્ડ્સને નવા નિયમ હેઠળ રજીસ્ટર્ડ કરવામાં આવે અને દારૂના વેચાણકર્તાઓ દ્વારા તેનું વેચામ કરવામાં આવે અથવા આ બોટલોનો નાશ કરવામાં આવે. તેમણે કહ્યું કે, આ અનરજિસ્ટર્ડ બ્રાન્ડ્સની બોટલોનો નાશ કરવાને બદલે સરકાર તેના વેચાણની મંજૂરી આપી શકે છે.

અગાઉ જપ્ત કરાયેલી બોટલો વેચવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ તૈયાર કરાયો હતો

2019નું ઉદાહરણ આપતા અધિકારીએ જણાવ્યું હતું કે, 2019માં આબકારી વિભાગે દરોડા દરમિયાન જપ્ત કરાયેલી દારૂની બોટલોનો નાશ કરવાને બદલે પરીક્ષણ કર્યા બાદ તેની મૂળ કિંમત કરતાં 25% ઓછી કિંમતે વેચવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. દિલ્હીના અરવિંદ કેજરીવાલે 17 નવેમ્બર 2011ના રોજ નવી દારૂ નીતિ 2021-22 લાગુ કરી હતી. પરંતુ ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ સીબીઆઈએ તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ સરકારે તેને પરત લેવાનો નિર્ણય કર્યો હતો. હવે 1 સપ્ટેમ્બરથી જૂની દારૂની નીતિ જ લાગુ છે.

- Advertisement -

અનરજિસ્ટર્ડ બ્રાન્ડની બિયરની બોટલોનો નાશ કરાશે ?

અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 518 દારૂની દુકાનોને લાયસન્સ અપાયા છે. કુલ 406 દુકાનો ખોલાઈ છે અને તેમાંથી 400 દુકાનોએ સ્ટોક માટે ઓર્ડર આપવાનું શરૂ કરી દીધું છે. આબકારી વિભાગમાં લગભગ 650 બ્રાન્ડની નોંધણી કરાઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે, બાકીનો સ્ટોક હાલની પ્રોડક્ટ પોલિસી મુજબની કિંમતે વેચી શકાય છે. અધિકારીઓએ જણાવ્યું કે, સ્ટોકમાં રાખવામાં આવેલી અનરજિસ્ટર્ડ બ્રાન્ડની બિયરની બોટલોનો વહેલી તકે નાશ થઈ શકે છે. કારણ કે આ બોટલોને રેફ્રિજરેટર સિવાય લાંબા સમય સુધી રાખી શકાતી નથી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

તમે ક્યારેય હરતો-ફરતો ‘ટ્રક મેરેજ હોલ’ જોયો છે? મહિન્દ્રાએ VIDEO શેર કર્યો

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ફરી ટ્વિટ કરી લોકોને આશ્ચર્યમાં મૂક્યા મહિન્દ્રાએ ટ્રકમાં બનાવેલા ક્રિએટીવ મેરેજ હોલનો વીડિયો શેર કર્યો ટ્રક મેરેજ હોલમાં AC સહિત તમામ સુવિધા, 200ને...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!