Monday, September 26, 2022
Home National 71 વર્ષે પણ પ્રધાનમંત્રી મોદીની ફિટનેસનું શું રહસ્ય?

71 વર્ષે પણ પ્રધાનમંત્રી મોદીની ફિટનેસનું શું રહસ્ય?

  • પ્રધાનમંત્રી મોદીની ફિટનેસનું સૌથી મોટું રહસ્ય છે તેમની નિયમિતતા
  • પ્રધાનમંત્રી યોગ કરવાનું ક્યારેય નથી ભૂલતા
  • તેઓ મેડિટેશન પણ કરે છે અને સાઉન્ડ સ્લીપ લે છે

71 વર્ષે પણ પ્રધાનમંત્રીની મોદીની ફિટનેસનું શું રહસ્ય? તેમનું ટાઈટેબલ શું હશે? શું હશે તેમનું ડાયટ ? અને આટલી મોટી અર્થવ્યવસ્થાના પ્રધાનમંત્રીની લાઈફસ્ટાઈલ કેવી હશે? તેઓ 18 થી 20 કલાક કામ કરે છે ત્યારે કેવી રીતે બધુ મેનેજ કરતાં હશે? જો આવા સવાલ તમને પણ હોય આપણાં પ્રધાનમંત્રી માટે તો આ વિડીયો તમારા માટે છે.

- Advertisement -

પ્રધાનમંત્રી મોદીની ફિટનેસનું સૌથી મોટું રહસ્ય છે તેમની નિયમિતતા.. અને તેમનો ડાયટ પ્લાન પણ આ જ વાત કહે છે.. તેમના ડાયટ પ્લાનમાં સવાર અને સાંજ 2 ટાઈમના ભોજનનો સમય નક્કી કરવામાં આવ્યો છે. બંને ટાઈમ 55 મિનિટ સુધી ભોજન અચૂક લેવાનો ઉલ્લેખ છે. હા સાથે જ પ્રોટીન વધુ અને કાર્બોહાઇડ્રેટ ઓછા રાખવાની સલાહ છે. જમવામાં તેઓ સાદું ગુજરાતી અથવા સાઉથ ઈન્ડિયન ખાવાનું પસંદ કરે છે. એ સિવાય નાસ્તામાં તેઓ પૌંઆ, ખાખરા, ઉપમા જેવો નાસ્તો પસંદ કરે છે અને સાથે જ આદું વાળી ચા પીવાનું પસંદ કરે છે. અને જો તેઓ કામમાં છે તો ફ્રૂટ્સ લેવાનું પસંદ કરે છે સાથે જ તેઓ દિવસભર ગરમ પાણી પીવે છે. જેથી યાત્રાઓમાં પણ તેમને એનર્જી મળતી રહે.

હવે પ્રધાનમંત્રીની લાઈફસ્ટાઈલ વિશે જાણીએ 

તેઓ ગમે તેટલા વાગ્યે ઊંઘી જાય પણ સવારે 4.30 થી 5 વાગ્યે ઊઠીને યોગ કરવાનું ક્યારેય નથી ભૂલતા. સુર્ય નમસ્કાર, પ્રાણાયામ અને યોગ એ એમના એનર્જીના મૂળમંત્રો છે. 2018 માં તેમણે એક વિડીયો શેર કર્યો હતો જેમાં લખ્યું હતું કે યોગ સિવાય હું પ્રકૃતિના પંચતત્વો – પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશથી પ્રેરિત ટ્રેક પર ચાલુ છું જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે…સાથે જ એક ઇન્ટરવ્યુમાં તેમના સ્વાસ્થ્યને લઈને તેમણે કહ્યું હતું કે જે દેશનું સેવા કરવાનું મારુ કામ છે એ દેશે મારી સેવા કરવી પડે એવું હું નથી ઈચ્છતો, તેથી જ હું ફીટ રહેવાનું પસંદ કરું છું અને ભગવાન મારી સહાય કરે કે ક્યારેય કોઈના પર બોઝ ન બનું ને સાથે જ ઉમેર્યું કે મારે આજની પેઢીને કહેવું છે કે વારસામાં તમને બધુ જ મળી શકે છે પણ મા-બાપની ફિટનેસ તમને વારસામાં નથી મળવાની, એ તો તમારે જાતે જ કરવું પડશે.

સવારે 7 વાગ્યે તો PM દેશ દુનિયાની ખબરો પણ મેળવી લે છે, 7 વાગ્યા સુધીમાં તેમના ડેસ્ક પર બધા જ ન્યૂઝ પેપર પહોંચી જાય છે. તેઓ સમયના બહુ ચોક્કસ છે અને દરેક જગ્યાએ સમયસર પહોંચવાનો આગ્રહ રાખે છે. દિવાસભરના કામ બાદ સાંજે 7.30 વાગ્યે પ્રધાનમંત્રી આવાસ આવી જાય છે અને રાત્રે પોતાના મંત્રીઓ સાથે વાતચીત પણ કરે છે. આ સિવાય રાત્રે તેઓ દરેક ન્યૂઝની અપડેટ લે છે.

- Advertisement -

જણાવવાનું કે પ્રધાનમંત્રી શુદ્ધ શાકાહારી છે અને તેઓ નવરાત્રી દરમિયાન ઉપવાસ પણ કરે છે. આ ઉપવાસ દરમિયાન તેઓ માત્ર લીંબુ પાણી પીએ છે.

આ સાથે જ તેઓ મેડિટેશન પણ કરે છે અને સાઉન્ડ સ્લીપ લે છે. એટલે કે ભલે તેઓ માત્ર 3 કે 4 કલાક ઊંઘે પણ તેમની ઊંઘ પૂરી થઈ જાય અને તેઓ ફ્રેશ રહે છે. ઘણી વખત ડૉક્ટર્સે તેમને ઊંઘ વધારવાની સલાહ આપી છે પણ એક વખત એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે હું ઊંઘવા જઉ એની 30 સેકન્ડમાં તો મને ઊંઘ આવી જ જાય. યોગ અને પ્રાણાયામના કારણે તેઓ ઓછી ઊંઘમાં પણ ફ્રેશ રહે છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત, બસ ખાઇમાં ખાબકતા 7 વિદ્યાર્થીઓના મોત

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત, 10 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહિમાચલના કુલ્લુમાં (Kullu) એક દર્દનાક અકસ્માત થયો...

તિરુપતિ બાલાજી મંદિર પાસે 85,705 કરોડની સંપત્તિ

TTDની દેશભરમાં 7123 એકરમાં ફેલાયેલી કુલ 960 જેટલી સંપત્તિઓ આવેલી છેતિરુપતિ દેવસ્થાન ટ્રસ્ટ દેશભરમાં કુલ 960 સંપત્તિઓ ધરાવે છે જગવિખ્યાત તિરુમાલા તિરુપતિ મંદિર વિશ્વમાં સૌથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!