Wednesday, September 28, 2022
Home International 75 વર્ષથી કટોરો લઈને ભટકી રહ્યા છીએ, મિત્ર દેશ પણ ભિખારી સમજે

75 વર્ષથી કટોરો લઈને ભટકી રહ્યા છીએ, મિત્ર દેશ પણ ભિખારી સમજે

  • સંકટમાં ફસાયેલા પાકિસ્તાનના વડાપ્રધાન શરીફે વ્યથા વ્યક્ત કરી
  • દેશનો મોટો હિસ્સો પાણીમાં ડૂબી ગયો હતો
  • ગંભીર નાણાસંકટથી પીડિત પાકિસ્તાનની આફતમાં વિનાશક પૂરને કારણે વધારો થયો

પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે દેશની સંકટમાં ફસાયેલી અર્થવ્યવસ્થાની નબળી તસવીર રજૂ કરતા ગુરુવારે કહ્યું હતું કે હવે તો અમારા મિત્ર રાષ્ટ્ર પણ પાકિસ્તાનને એવા દેશના રૂપમાં જોવા લાગ્યા છે જે સતત પૈસાની ભીખ માગતો ફરે છે. શરીફે કહ્યું હતું કે નાના અર્થતંત્રોએ પણ પાકિસ્તાનને પાછળ રાખી દીધું છે અને છેલ્લા 75 વર્ષથી ભીખનો વાટકો લઇને ભટકી રહ્યા છીએ. પાકિસ્તાનના સ્થાનિક અખબારોએ શરીફના હવાલાથી કહ્યું હતું કે, વડાપ્રધાને બુધવારે વકીલોના એક સંમેલનને સંબોધિત કરતા કહ્યું હતું કે આજે જ્યારે અમે કોઇ મિત્ર દેશમાં જઇએ છીએ અથવા તેમને ફોન કરીએ છીએ ત્યારે તેઓ વિચારે છે કે અમે તેમની પાસે પૈસા માગવા આવ્યા છીએ. શરીફના જણાવ્યા પ્રમાણે દેશનું અર્થતંત્ર પહેલા જ એક પડકારજનક સ્થિતિનો સામનો કરી રહ્યું છે, અને હવે વિનાશક પૂરે તેને વધારે મુશ્કેલીમાં નાખી દીધું છે. હાલ ભીષણ રોકડ સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન 30 વર્ષના સૌથી ભીષણ પૂરનો પણ સામનો કરી રહ્યું છે. પૂરને કારણે દેશમાં 1400 કરતા વધારે લોકોના મોત થયા છે.

- Advertisement -

દેશનો મોટો હિસ્સો પાણીમાં ડૂબી ગયો હતો

પાકિસ્તાનમાં પૂરને કારણે દેશનો એક તૃતીયાંશ ભાગ પાણીમાં ડૂબી ગયો છે. અહીં દર સાત પૈકી એક વ્યક્તિ પૂરને કારણે ખરાબ રીતે પ્રભાવિત છે. પૂરને કારણે લગભગ 78 હજાર ચોરસ કિલોમીટર (2.1 કરોડ એકર) પાક પાણીમાં ગરકાવ થઇ ગયો છે અને લગભગ 12 અબજ ડૉલરનું જંગી નુકસાન થયાનું અનુમાન છે. હજુ પણ દેશના ઘણા રાજ્યોમાં લોકો રાહત શિબિરોમાં શરણ લેવા માટે મજબૂર બન્યા છે. પાકિસ્તાનની મદદ માટે અમેરિકા સહિતના દેશ આગળ આવ્યા છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

આ કેવી વાત? હવેથી લગ્ન પણ થશે EMI પર?

15 હજાર જેટલાં નવદંપતી એક સર્વેક્ષણ કરવામાં આવ્યું સર્વેક્ષણ પ્રમાણે એક લગ્નમાં સરેરાશ રૂપિયા 22 લાખનો ખર્ચ થાય છે દંપતિઓના જણાવ્યા પ્રમાણે લગ્ન ખર્ચ હપ્તામાં આપવાની...

યુગાન્ડામાં વધ્યો ઈબોલાનો પ્રકોપ, 23 લોકોના મોતથી હાહાકાર

જીવલેણ ઈબોલા વાયરસનો ખતરો વધ્યો આ રોગની કોઈ રસી વિકસાવાઈ નથી 23 મોતમાંથી ફક્ત 5ની ઓળખ થઈ છે યુગાન્ડામાં જીવલેણ ઈબોલા વાયરસનો ખતરો ઘણો વધી ગયો છે....

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!