Tuesday, September 27, 2022
Home National જાગો છો? જ્યારે અડધી રાત્રે વિદેશ મંત્રી જયશંકર પર આવ્યો PMનો ફોન

જાગો છો? જ્યારે અડધી રાત્રે વિદેશ મંત્રી જયશંકર પર આવ્યો PMનો ફોન

  • અમેરિકાની મુલાકાતે ગયેલા વિદેશ મંત્રી એસ જયશંકરે કિસ્સો સંભળાવ્યો
  • કોલર આઈડી નંબર વગર અડધી રાત્રે ફોન કર્યો
  • જયશંકરે ફોન ઉપાડતા જ પીએમ મોદીએ પૂછ્યું, તમે જાગ્યા છો?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના મંત્રીઓને રાત-દિવસ ફોન કરીને અપડેટ મેળવે છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે એક કિસ્સો સંભળાવીને આ વાતની પુષ્ટિ કરી. આ ઘટના અફઘાનિસ્તાનથી ભારતીયોના બચાવ મિશનની છે. ન્યૂયોર્ક, યુએસએમાં એક કાર્યક્રમ દરમિયાન જયશંકરે કહ્યું, ‘અડધી રાત હતી ફોન પર આ વખતે વડાપ્રધાન હતા… તેઓ માની રહ્યા હતા કે હું ઓળખી લઈશ. તેને… તો તેનો પહેલો પ્રશ્ન હતો, જાગો છો?

- Advertisement -

હું થોડો હેરાન થઇ ગયો કેમકે ફોન પર PM ખુદ હતા તેમણે કહ્યું ત્યાં શું ચાલી રહ્યુ છે?

જયશંકરે કહ્યું કે આ પછી તેમણે થોડું અપડેટ આપ્યું. ત્યારે PMએ કહ્યું કે ‘જ્યારે તે પૂર્ણ થાય ત્યારે મને ફોન કરો.’ જયશંકરે કહ્યું, ‘મેં કહ્યું સર બે-ત્રણ કલાક વધુ લાગશે… હું તમને તમામ જાણકારી આપીશ.

- Advertisement -

ભારત-અમેરિકા સંબંધો સુધારવા માટે મોદીને શ્રેય

જયશંકરે એક દિવસ પહેલા કહ્યું હતું કે ભારત અમેરિકાને શંકાની નજરે જુએ છે. PM મોદીના નેતૃત્વમાં વલણ બદલાયું અને ‘વૈચારિક બોજ’ પાછળ રહી ગયો. જયશંકરે કહ્યું હતું કે ‘તે વ્યવહારુ છે, પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ખર્ચ-લાભ વિશ્લેષણ કરે છે.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અમેરિકાની 11 દિવસની મુલાકાતે છે. તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં જોડાયા. આ સિવાય તેઓ ઘણી દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર મીડિયા, ઉદ્યોગપતિઓ અને અન્ય ક્ષેત્રો સાથે વાતચીતના ઘણા કાર્યક્રમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ 25 સપ્ટેમ્બરે વોશિંગ્ટન ડીસીમાં તેમના સમકક્ષ એન્ટોની બ્લિંકન અને જો બાઇડનના વહીવટમાં અન્ય વરિષ્ઠ અધિકારીઓને મળવા જશે. તેઓ ઉદ્યોગ જગતના નેતાઓ અને ભારતીય-અમેરિકનોને પણ મળશે.Source link

- Advertisement -
RELATED ARTICLES

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

રાજસ્થાન રાજકીય ઉથલપાથલ, આજે સોનિયા ગાંધીને સોંપાશે રિપોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ઓછી અશોક ગેહલોતથી સોનિયા ગાંધી નારાજ રાજસ્થાન કટોકટી અંગે જયપુરથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!