Wednesday, September 28, 2022
Home Gujarat વિપુલ ચૌધરી સાથે પુત્ર-પત્ની પણ ACBના સકંજામાં ફસાયા

વિપુલ ચૌધરી સાથે પુત્ર-પત્ની પણ ACBના સકંજામાં ફસાયા

  • વિપુલ ચૌધરીએ 800 કરોડથી વધુના કૌભાંડ કર્યા
  • 31 કંપની ખોટા ડોક્યુમેન્ટના આધારે રજીસ્ટર્ડ કરાવી
  • બેનામી સંપતિ પણ કબ્જે કરવાની તજવીજ હાથ ધરાશે

મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી, તેમના પુત્ર પવન ચૌધરી, પત્ની ગીતા ચૌધરી અને CA શૈલેષ વિરુદ્ધ મહેસાણા ACB પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોતાના કાર્યકાળ દરમિયાન વિપુલ ચૌધરીએ 800 કરોડનું કૌભાંડ કર્યું છે. આ કૌભાંડ મામલે ગત મોડી રાતે વિપુલ ચૌધરી અને તેમના CA ની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

- Advertisement -

વિપુલ ચૌધરીએ અલગ અલગ 800 કરોડથી વધુના કૌભાંડ કર્યા
આરોપી વિપુલ ચૌધરીનો કાર્યકાળ 2005 થી 2016 સુધીનો રહ્યો હતો. આ કાર્યકાળ દરમિયાન વિપુલ ચૌધરીએ અલગ અલગ 800 કરોડથી વધુના કૌભાંડ કર્યા છે. તેમને કાર્યકાળ દરમિયાન મિલ્ક કુલરની ખરીદી કરી હતી તેમ સરકારની ગાઈડલાઇન પ્રમાણે ટેન્ડરનો ઉલ્લંઘન કરીને ખરીદીમાં ગેરરીતિ કરી હતી. તથા 485 કરોડના બાંધકામ કરાવ્યા હતા. જે બાંધકામ માટે પણ SOPનું પાલન કર્યું નહોતું અને ગેરીરીતિ કરી હતી. ડેપ્યુટી સેક્રેટરી વિરુદ્ધ રિવિઝન અરજી કરી હતી જે માટે વકીલનો ખર્ચ પણ દૂધ ઉત્પાદન સંઘમાં ઉધાર્યો હતો.

31 કંપની ખોટા ડોક્યુમેન્ટના આધારે રજીસ્ટર્ડ કરાવી
વિપુલ ચૌધરીએ બારદાન ખરીદી માટે ઓછા ભાવની એજન્સી હોવા છતાં વધારે ભાવ ખરીદી કરી 13 લાખની ગેરીરીતિ કરી હતી. પ્રચાર પ્રસાર માટે જે એજન્સીને કામગીરી સોંપવાની હોય તેની જગ્યાએ ઊંચા ભાવની એજન્સીને કામ સોંપીને ગેરીરીતિ કરી હતી. આ ઉપરાંત કૌભાંડથી ભેગા કરેલા રકમ માટે 31 કંપની ઉભી કરી હતી. આ 31 કંપની ખોટા ડોક્યુમેન્ટના આધારે રજીસ્ટર્ડ કરાવી હતી. આ કંપનીમાં તેમના પત્ની અને પુત્ર પણ ડાયરેકટર હોવાનું સામે આવ્યું છે.

બેનામી સંપતિ પણ કબ્જે કરવાની તજવીજ હાથ ધરાશે
આ સમગ્ર મામલે જિલ્લા રજિસ્ટ્રારે હાઇકોર્ટનો હુકમ મેળવ્યો હતો જે બાદ 2 ટીમ બનાવી તપાસ કરી હતી. આ તપાસમાં બંને ટીમે 14-14 મુદ્દા નોંધ્યા હતા. આ 14 મુદ્દા ચોકસી અધિકારીને સોંપ્યા હતા. ચોકસી અધિકારીને 10 મુદ્દાની તપાસતા હકીકતમાં ગેરીરીતિ હોવાની સામે આવ્યું હતું. તથા સમગ્ર મામલે હાલ ACB દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જોકે હાલ તો ACBની ધરપકડ બાદ તમામ આરોપો પર તપાસ કરશે. અને બેનામી સંપતિ પણ કબ્જે કરવાની તજવીજ હાથ ધરાશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

મેમનગરમાં બે દિવસ પહેલાં બનેલા રોડનો ડામર ફક્ત પેનથી ઊખડી ગયો

સળંગ ફૂટપાથ બનાવતા સોસાયટીના રહીશોને હાલાકીનબળી ગુણવત્તા, વ્યાપક ભ્રષ્ટાચારનો વિપક્ષી નેતાનો આક્ષેપ AMC દ્વારા VVIPના આગમન વેળા રાતોરાત રોડ બનાવી દેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!