Saturday, October 1, 2022
Home National VIDEO: ટ્રાફિક પોલીસે કર્યું એવું કામ કે ભડક્યો યુવાન,રસ્તા વચ્ચે સળગાવી બાઈક

VIDEO: ટ્રાફિક પોલીસે કર્યું એવું કામ કે ભડક્યો યુવાન,રસ્તા વચ્ચે સળગાવી બાઈક

  • ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં યુવક-ટ્રાફિક પોલીસ વચ્ચે તકરાર
  • ત્રણ સવારી આવેલા બાઈક ચાલકને ટ્રાફિક પોલીસે પકડા મામલો બિચક્યો
  • રૂપિયા 2 હજારનું ચલણ કાપતા યુવક ભડક્યો અને બાઈકને સળગાવી દીધી

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા ચલણ અપાતા નારાજ થયેલા એક વ્યક્તિએ પોતાની બાઇકને આગ ચાંપી દીધી હતી. જે અંગેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં સદર કોતવાલી વિસ્તારની રાજાપુર પોલીસ ચોકી પાસે તૈનાત ટ્રાફિક પોલીસ કર્મચારીઓ વાહનોના ચલણ કાપી રહ્યા હતા, તે દરમિયાન હીરો હોન્ડા બાઇક પર ત્રણ યુવકો આવતા જોવા મળ્યા.

- Advertisement -

પોલીસે ત્રણ સવારી બાઈકને રોકતા મામલો બિચક્યો

ત્રણ સવારી બાઈક જોઈને ટ્રાફિક પોલીસના જવાનોએ તેને રોકવાનો પ્રયાસ કરતાં બાઇક સવાર ભૂપેન્દ્ર થોડીવાર માટે ટ્રાફિક કર્મચારીઓ સાથે તકરાર પર ઉતરી ગયો હતો અને ત્યારબાદ બાઇક સવાર પરત ફર્યો ત્યારે તેણે સ્ટેટ હાઈવે પર રાજાપુરમાં ચાર રસ્તા વચ્ચે તેની હીરો હોન્ડા બાઇકને આગ ચાંપી દીધી હતી, જેના કારણે સ્થળ પર દોડધામ મચી ગઈ હતી અને સ્ટેટ હાઈવેની બંને બાજુ લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.

ચલણ કાપતા યુવકે રોડ વચ્ચે સળગાવી બાઈક

- Advertisement -

રોડ વચ્ચે સળગતી બાઈકને જોઈને સ્થળ પર તૈનાત ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ અને સિવિલ પોલીસના જવાનોએ ઘટનાસ્થળે આવીને સળગતી બાઇક પર પાણી નાખીને આગ પર કાબુ મેળવ્યો હતો. દરમિયાન સ્થળ પર હાજર ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ બાઇકને આગ લગાડનાર ભૂપેન્દ્ર વર્માને પકડી લઈ કોતવાલી લઈ જવાયો હતો.

ટ્રાફિક પોલીસે મારી વાત સાંભળી નહીં : બાઈકચાલક

આ મામલામાં ભૂપેન્દ્ર વર્માએ જણાવ્યું કે, મારી ગાડીનું ચલણ કાપવામાં આવ્યું હતું અને મારી વાત સાંભળવામાં આવી ન હતી, ત્યારબાદ મેં મારી ગાડીને આગ ચાંપી દીધી હતી. જ્યારે પોલીસે જણાવ્યું કે, અમે એક વ્યક્તિનું 2 હજાર રૂપિયાનું ચલણ કાપ્યું, જેના કારણે તેણે ગુસ્સામાં આવી તેની બાઇકને આગ લગાવી દીધી હતી. અમે કોઈક રીતે આગ પર કાબૂ મેળવ્યો અને વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચુકવવા નવી સિસ્ટમ અમલી બનશે

ફ્રોડ રોકવા આજથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ માટે ટોકન સિસ્ટમનો અમલ શરૂ કાર્ડ નંબર, એક્સ્પાયરી ડેટ, સીવી નંબર લીક ન થતાં ફ્રોડ પર બ્રેક લાગવાની આશા પીઓએસ,...

અશ્લીલ સામગ્રી પિરસતી 63 પોર્ન સાઇટ પર પ્રતિબંધ લગાવાયો

અત્યાર સુધીમાં કુલ 800થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો સરકારે ઈન્ડિયન ISPsને આદેશ આપીને સાઈટ્સો બ્લોક કરી દીધી નવા આઈટી નિયમ 2021 હેઠળ તમામ વેબસાઈટ્સને...

300થી વધુ દવાઓ પર બારકોડ અથવા QR કોડ લગાવવાના આદેશની તૈયારી

ભારતમાં વેચાતો ફાર્મા સામાન 20 ટકા નકલી હોવાની અમેરિકાએ દાવો કર્યો હતો અમેરિકાએ ભારતને નકલી દવાઓની વધી રહેલી સમસ્યા વિશે ચેતવણી આપી હતી દવાઓના પેકેટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!