Saturday, October 1, 2022
Home National VIDEO : પૂર્વ CMની પાછળ દોડ્યો હાથી, આવી રીતે બચાવ્યો જીવ

VIDEO : પૂર્વ CMની પાછળ દોડ્યો હાથી, આવી રીતે બચાવ્યો જીવ

  • ઉત્તરાખંડના કોટદ્વારથી રસ્તા પર હાથી આવી જતાં નાસભાગ મચી
  • CMના કાફલા સહિત લોકો પોતાનો જીવ બચાવવા આમ-તેમ ભાગતા રહ્યા
  • વન કર્મચારીઓએ હવામાં ગોળીબાર કરીને હાથીને ત્યાંથી ભગાડ્યો

ઉત્તરાખંડના કોટદ્વારથી 5 કિમી દૂર નેશનલ હાઈવે 534 પર રોડ વચ્ચે એક હાથી આવી જતાં અફડાતફડી મચી ગઈ હતી. હાથીને જોઈ વાહનચાલકો જ્યારે ગાડીમાંથી બહાર નિકળ્યા ત્યારે ગુસ્સે ભરાયેલો હાથી લોકોની પાછળ દોડવા લાગ્યો હતો. લોકો હાથીથી બચવા માટે ટેકરી પર ચડી ગયા હતા. પરંતુ હાથીએ તે લોકોની પીછો ન છોડ્યો અને તે લોકોની પાછળ દોડી ટેકરી પર ચઢવા લાગ્યો. જોકે લોકોએ હાથીના ગુસ્સાને કારણે માંડ માંડ પોતાનો જીવ બચાવ્યો. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતનો કાફલો પણ આ સ્થળ પર હાજર હતો. દરેક વ્યક્તિ હાથીથી બચવા માટે આમ-તેમ દોડતા જોવા મળ્યા હતા.

- Advertisement -

હવામાં ગોળીબાર કરીને હાથીને ભગાડ્યો

હાથી નજીક આવતા જ પૂર્વ સીએમ સહિત તમામ લોકોએ પોતાનું વાહન છોડીને ટેકરી પર ચઢવું પડ્યું હતું. તેમણે ટેકરી પર ચઢીને પોતાનો જીવ બચાવ્યો હતો. લગભગ અડધા કલાક બાદ વનકર્મીઓએ હવામાં ગોળીબાર કરીને હાથીને ત્યાંથી ભગાડ્યો હતો. દરમિયાન હાથી પૂર્વ સીએમની પાછળ પાછળ ડ્રેનેજ સુધી પહોંચી ગયો હતો. હાથી થોડીવાર ત્યાં રહ્યો અને ગર્જના કરતો રહ્યો. હાથીએ સૂંઠમાં પાણી ભરી એક-બે વાર ઉછાડ્યું પણ હતું. હાથી થોડીવાર માટે શાંત થતાં જ પૂર્વ સીએમ સહિત તમામ લોકો ટેકરી પરથી કૂદી નીચે દોડી ગયા હતા અને વાહનોમાં બેસી સલામત રીતે નીકળી ગયા હતા.

હાથી દોડતા જ તમામ વાહનો રિવર્સ થવા લાગ્યા

- Advertisement -

લોકોએ જણાવ્યું કે આ ઘટના સાંજે લગભગ 5.30 વાગ્યે બની જ્યારે પૂર્વ સીએમનો કાફલો કોટદ્વાર પાસે પહોંચ્યો હતો. હાથી રસ્તા પર આવી જતાં કાફલાની પાયલોટ કાર ઉભી રાખવી પડી હતી. પાયલોટ વાહનોને હાથીની બાજુમાંથી પસાર કરવાનો પ્રયાસ કરાયો, પરંતુ હાથીની હરકતો જોઈ કારને ત્યાં જ ઉભી રાખી દેવાઈ. થોડી જ વારમાં પૂર્વ સીએમ રાવતની કાર સહિત અન્ય વાહનો પણ તેમની પાછળ પાર્ક થઈ ગયા. હાથી ઝડપથી કાફલા તરફ આગળ વધવા લાગ્યો હતો અને તમામ વાહનો ઝડપથી રિવર્સ થવા લાગ્યા હતા અને હાથીએ તેમનો પીછો શરૂ કરી દીધો હતો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચુકવવા નવી સિસ્ટમ અમલી બનશે

ફ્રોડ રોકવા આજથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ માટે ટોકન સિસ્ટમનો અમલ શરૂ કાર્ડ નંબર, એક્સ્પાયરી ડેટ, સીવી નંબર લીક ન થતાં ફ્રોડ પર બ્રેક લાગવાની આશા પીઓએસ,...

અશ્લીલ સામગ્રી પિરસતી 63 પોર્ન સાઇટ પર પ્રતિબંધ લગાવાયો

અત્યાર સુધીમાં કુલ 800થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો સરકારે ઈન્ડિયન ISPsને આદેશ આપીને સાઈટ્સો બ્લોક કરી દીધી નવા આઈટી નિયમ 2021 હેઠળ તમામ વેબસાઈટ્સને...

300થી વધુ દવાઓ પર બારકોડ અથવા QR કોડ લગાવવાના આદેશની તૈયારી

ભારતમાં વેચાતો ફાર્મા સામાન 20 ટકા નકલી હોવાની અમેરિકાએ દાવો કર્યો હતો અમેરિકાએ ભારતને નકલી દવાઓની વધી રહેલી સમસ્યા વિશે ચેતવણી આપી હતી દવાઓના પેકેટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!