Wednesday, September 28, 2022
Home International VIDEO : એશયા કપ બાદ તોફાનો ? બર્મિંઘમમાં 200 મુસ્લિમોનો હિન્દુ મંદિર

VIDEO : એશયા કપ બાદ તોફાનો ? બર્મિંઘમમાં 200 મુસ્લિમોનો હિન્દુ મંદિર

  • પોલીસને મંદિરની બહાર તોફાની ટોળાંને વિખેરવા મથામણ કરવી પડી
  • ટોળાંએ મંદિર પર બોટલો અને ફટાકડા પણ ફેંક્યા હતાં : પ્રત્યક્ષદર્શી
  • તોફાનીઓ ભગાડવા રાયોટ હેલ્મેટ્સ અને શિલ્ડનો ઉપયોગ કરવો પડયો

બ્રિટનમાં મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચેના તોફાન લિસેસ્ટરથી હવે મંગળવારે રાત્રે બર્મિંઘમમાં પ્રસર્યા છે. બર્મિંઘમના એક હિન્દુ મંદિરની બહાર એકત્ર થયેલાં 200થી વધારે માસ્ક પહેરેલા તોફાની ટોળાંએ દેખાવો કર્યા હતાં અને ઘટનાને નજરે જોનારા લોકો અનુસાર આ ટોળાએ મંદિર પર બોટલો અને ફટાકડા પણ ફેંક્યા હતાં. આ ઘટનાના વીડિયો ફૂટેજ ફરતા થયા છે તેમા દેખાય છે કે બ્રિટનની રાયોટ પોલીસ દુર્ગા ભવાની હિન્દુ મંદિરની બહાર 200 જેટલા માસ્ક અને હૂડ પહેરેલા ટોળાં કે જે સંભવિતપણે મુસ્લિમ માનવામાં આવે છે તેમને વિખેરવાનો પ્રયાસ કરી રહી છે. ફૂટેજના દેખાય છે કે તોફાનીઓ મંદિરની દિવાલ પર ચડી ગયા હતાં અને તેમને ભગાડવા માટે પોલીસે રાયોટ હેલ્મેટ્સ અને શિલ્ડનો ઉપયોગ કરવો પડયો હતો.

- Advertisement -

ખોટી અફવાઓ પાછળ લોકો ઉશ્કેરાયા

આમ તો માનવામા આવે છે કે એશિયા કપમા ભારત પાકિસ્તાન મેચ બાદ બન્ને સમુદાય વચ્ચે તંગદીલી વધી છે. જો કે લિસેસ્ટરના લોકો કહે છે કે મહિનાઓથી બન્ને સમુદાય વચ્ચેના સંબંધો તંગ હતાં. શહેરના બન્ને સમુદાયના નેતાઓ શાંતિની અપીલ કરી રહ્યા છે પરંતુ કેટલીક અફવાઓ બન્ને સમુદાયના મન ઊંચા કરી દે છે. લિસેસ્ટર પોલીસ કહે છે કે મુસ્લિમ પુરુષ પર હુમલાની, હિન્દુ પરિવારના ઘર પર ઇંડા ફેંકવાની ઘટનાની તથા મુસ્લિમ બાળાના અપહરણની અફવાઓની તપાસ કરવામાં આવી હતી અને કશું તથ્ય હાથ આવ્યું ન હતું. મસ્જિદ પર હિન્દુ ટોળાં દ્વારા આક્રમણ કરવામા આવ્યું હતું અને નમાઝ પઢતા લોકોને અપશબ્દો કહેવામાં આવ્યા હોવાના દાવાઓને ખુદ મસ્જિદના વડાએ જ ફગાવી દીધા હતાં.

- Advertisement -Source link

- Advertisement -
RELATED ARTICLES

આ કેવી વાત? હવેથી લગ્ન પણ થશે EMI પર?

15 હજાર જેટલાં નવદંપતી એક સર્વેક્ષણ કરવામાં આવ્યું સર્વેક્ષણ પ્રમાણે એક લગ્નમાં સરેરાશ રૂપિયા 22 લાખનો ખર્ચ થાય છે દંપતિઓના જણાવ્યા પ્રમાણે લગ્ન ખર્ચ હપ્તામાં આપવાની...

યુગાન્ડામાં વધ્યો ઈબોલાનો પ્રકોપ, 23 લોકોના મોતથી હાહાકાર

જીવલેણ ઈબોલા વાયરસનો ખતરો વધ્યો આ રોગની કોઈ રસી વિકસાવાઈ નથી 23 મોતમાંથી ફક્ત 5ની ઓળખ થઈ છે યુગાન્ડામાં જીવલેણ ઈબોલા વાયરસનો ખતરો ઘણો વધી ગયો છે....

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!