Friday, October 7, 2022
Home National VIDEO : રિસોર્ટ રિસેપ્શનિસ્ટની હત્યા, BJP નેતાના પુત્રની ધરપકડ

VIDEO : રિસોર્ટ રિસેપ્શનિસ્ટની હત્યા, BJP નેતાના પુત્રની ધરપકડ

  • એક ખાનગી રિસોર્ટની 4 દિવસથી ગુમ રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીની હત્યા કરાઈ
  • સોશિયલ મીડિયા પર ગુમની ઝુંબેશ ચલાવાતા ઉત્તરાખંડ પોલીસ હરકતમાં આવી
  • હત્યા મુદ્દે ઉત્તરાખંડમાં રાજકારણ શરૂ : CMએ કડક કાર્યવાહીની સૂચના આપી

એક ખાનગી રિસોર્ટની ગુમ થયેલી રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીની હત્યા કરવામાં આવી છે. પોલીસે યુવતિના મૃત્યુના સંબંધમાં રિસોર્ટ સંચાલક સહિત 3 લોકોની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે રિસોર્ટના સંચાલક અને મેનેજર ઘટના બની તે દિવસથી ફરાર હતા.

- Advertisement -

કેનાલમાં સર્ચ ઓપરેશન

ઉત્તરાખંડમાં રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીની પૌડી ગઢવાલ જિલ્લાના યમકેશ્વર વિધાનસભા વિસ્તારના એક ખાનગી રિસોર્ટમાં હત્યા કરવામાં આવી છે. 19 વર્ષની અંકિતા 18-19 સપ્ટેમ્બર સુધી ગુમ હતી. સોશિયલ મીડિયા પર ગુમ થયેલાની ઝુંબેશ ચાલી રહી હતી. જો કે હજુ સુધી યુવતિનો મૃતદેહ મળ્યો નથી. પોલીસ અને SDRFની ટીમો જિલ્લા પાવર હાઉસ પાસે શક્તિ કેનાલમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

- Advertisement -

ભાજપ નેતાનો પુત્ર રિસોર્ટનો સંચાલક હતો

પોલીસે આ કેસમાં ભાજપના નેતાના પુત્ર પુલકિત આર્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. અંકિતા જ્યાં કામ કરતી હતી તે રિસોર્ટનો સંચાલક પુલકિત આર્ય હતો. યુવતીના ગુમ થયા બાદ રિસોર્ટનો સંચાલક અને મેનેજર ફરાર હતો. પોલીસ ટૂંક સમયમાં સમગ્ર મામલે ખુલાસો કરશે.

ઋષિકેશ ફરવા ગયા હતા અને પછી ગુમ થઈ ગઈ યુવતી

પૌરી ગઢવાલના શ્રીકોટ ગામની રહેવાસી અંકિતા ભંડારી થોડા મહિનાઓથી ગંગા ભોગપુરના એક ખાનગી રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. રિસોર્ટના સંચાલક પુલકિત આર્યએ પોલીસને જણાવ્યું કે, રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારી એક અલગ રૂમમાં રહેતી હતી. તે થોડા દિવસોથી માનસિક તણાવમાં હતી. આ કારણે 18 સપ્ટેમ્બરે તે તેને ઋષિકેશની ફરવા લઈ ગયો હતો. તેણે કહ્યું કે, મોડી રાત્રે તેઓ ત્યાંથી પરત ફર્યા હતા. ત્યારબાદ બધા રિસોર્ટમાં બનેલા અલગ-અલગ રૂમમાં સૂઈ ગયા હતા. પરંતુ, 19 સપ્ટેમ્બરની સવારે અંકિતા તેના રૂમમાંથી ગાયબ હતી.

રિસોર્ટના કર્મચારીઓ અલગ અલગ નિવેદનો

બીજી તરફ દીકરીના ગુમ થવાની જાણ થતાં તેના પિતા ગંગા ભોગપુર પહોંચી ગયા હતા. આ દરમિયાન યુવતીના પરિવારજનોએ રિસોર્ટમાં હાજર સ્ટાફને પૂછપરછ કરી હતી. આ દરમિયાન બધાએ અલગ-અલગ વાતો કહી. ત્યારબાદ રિસોર્ટના સંચાલક અને કર્મચારીઓની શંકાસ્પદ ભૂમિકા અંગે પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. ઉપરાંત ઉત્તરાખંડના ધારાસભ્ય ઉમેશ કુમાર સહિતના સંગઠનોએ અંકિતા ભંડારીના ગુમ થવાને લઈને સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું હતું. જેના કારણે પોલીસે ત્રણ આરોપી રિસોર્ટના માલિક પુલકિત આર્ય, મેનેજર સૌરભ ભાસ્કર અને આસિસ્ટન્ટ મેનેજર અંકિત ગુપ્તાની ધરપકડ કરી હતી.

પોલીસ પોતાનું કામ કરી રહી છે : સીએમ ધામી

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે સચિવાલયમાં પોલીસ મહાનિર્દેશકને ઋષિકેશની ઘટનાને લઈને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જેણે પણ આ જઘન્ય ગુનો કર્યો છે તેને સખત સજા કરવામાં આવશે. પોલીસ પોતાનું કામ કરી રહી છે. પીડિતાને ન્યાય અપાશે.

ત્રણેય આરોપીઓની ધરપકડ : DGP

રાજ્યના DGP અશોક કુમારે જણાવ્યું હતું કે, આ ખૂબ જ દુઃખદ ઘટના છે. લક્ષ્મણ ઝુલા પોલીસ સ્ટેશન વિસ્તારની નજીક એક ખાનગી રિસોર્ટ છે. શ્રીકોટ ગામની એક યુવતી તેમાં કામ કરતી હતી. યુવતી 5 દિવસથી ગુમ હતી. આ વિસ્તાર રેવન્યુ પોલીસ વિસ્તારમાં આવે છે, તેમાં નિયમિત પોલીસની દખલગીરી નથી. રેવન્યુ પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધવામાં આવી હતી, જે પાછલા દિવસે જ નિયમિત પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. 24 કલાકમાં મુખ્ય આરોપી પુલકિત આર્ય સહિત ત્રણ આરોપીઓની લક્ષ્મણ ઝુલા પોલીસે ધરપકડ કરી છે. વધુમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.

કોંગ્રેસે ભાજપને ઘેર્યો હતો

આ મામલામાં ઉત્તરાખંડ કોંગ્રેસના પ્રવક્તા ગરિમા દાસૌનીએ કહ્યું કે, પૌડી ગઢવાલની રહેવાસી અંકિતા ભંડારી એક ખાનગી રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. તે રિસોર્ટની અંદર ગુમ થઈ ગઈ જાય છે. 18મી સપ્ટેમ્બરથી દરરોજ પરિવારના સભ્યો આજીજી કરે છે. તેઓ કેસ કરવા માટે અહીં-તહીં ફરતા રહે છે. પરંતુ, કેસ ચોથા દિવસે એટલે કે 21મી સપ્ટેમ્બરે નોંધાયો છે. હવે જાણવા મળ્યું છે કે અંકિતા ભંડારીનો મૃતદેહ મળી આવ્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી રિસોર્ટના માલિક પુલકિત આર્યના પિતા વિનોદ આર્ય ઉત્તરાખંડ સરકારમાં રાજ્યમંત્રી રહી ચૂક્યા છે.



Source link

- Advertisement -
RELATED ARTICLES

ચમચાગીરીની હદ હોય… રાષ્ટ્રપતિ વિશે કોંગ્રેસ નેતા ઉદિત રાજની જીભ લપસી

કોંગ્રેસી નેતા હવે ખુલાસા કરવા મજબૂરઉદિત રાજના નિવેદન બદલ NCWએ નોટિસ ફટકારી ભાજપે નિવેદનને સીધું કોંગ્રેસની આદિવાસી વિરોધી માનસિકતા સાથે જોડયું કોંગ્રેસના વિવાદપ્રિય નેતા ઉદિત...

ઉત્તરાખંડ હિમસ્ખલન કરુણાંતિકાનો મૃત્યુઆંક વધીને 16 પર પહોંચ્યો

હજુ સુધીમાં આ હિમસ્ખલનમાં કુલ 16 લોકોના મોત થયા છેનેહરુ ઇન્સ્ટીટયૂટ ઓફ માઉન્ટેનિરિંગના અનુસાર વધુ 12 મૃતદેહ મળી આવ્યા તાલીમાર્થીઓ પર્વતારોહણ અભિયાનને અંજામ આપ્યા બાદ...

સપ્ટેમ્બરમાં દેશમાં સર્વિસ સેક્ટરનો વૃદ્ધિદર છ મહિનાની નીચી સપાટી પર પહોંચ્યો

ભારતનો પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) 54.3ના સ્તર પર રહ્યોસતત 14મા મહિને સર્વિસ PMI 50ના સ્તરની ઉપર જળવાયો છે જે વિસ્તરણ દર્શાવે છે . સપ્ટેમ્બરમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!