Sunday, September 25, 2022
Home Gujarat VIDEO : અમદાવાદમાં પોલીસકર્મીઓ જ્યાં હુક્કો પીતા હતા ત્યાં જ દરોડો

VIDEO : અમદાવાદમાં પોલીસકર્મીઓ જ્યાં હુક્કો પીતા હતા ત્યાં જ દરોડો

  • બે મહિલા સહિત અન્ય લોકો હુક્કાની મજા માણતા ઝડપાયા
  • વિજિલન્સની ટીમે હુક્કાબારના સીસીટીવી સહિતનો સામાન કબજે કર્યો
  • હુક્કાબારના માલીક અને મેનેજરના નામ આવ્યા સામે, કાર્યવાહી શરૂ

અમદાવાદમાં અગાઉ સિંધુ ભવન પર ચાલતા હુક્કાબાર પર દરોડાના સમાચારો આવ્યા હતા ત્યારે અમદાવાદમાં વધુ એક દરોડાના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોલેજ પાસે આવેલા ટીસીસ હુક્કાબાર પર વિજિલન્સની ટીમ ત્રાટકી છે. અમદાવાદમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પડી છે. એલિસબ્રિજ વિસ્તારમાં ઓલ્ડ ટીસીસ હુક્કાબારમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડ્યો છે.

- Advertisement -

માલિક, મેનેજર સહિત 20 લોકો સામે કાર્યવાહી

હુક્કાબારના માલીક પથિક શાહ અને મેનેજર કેયુર ગાંધી સહિત અન્ય 20 જેટલા યુવક-યવુતીઓ અહીં હુક્કો પીતા હતા. માત્ર હર્બલ ફ્લેવરને જ મંજુરી આપવામાં આવી છે, ત્યારે આ ફ્લેવરમાં નિકોટીનનો ઉપયોગ કરાતું હોવાનું સામે આવ્યું હતું, તેને લઈને રેડ પાડવામાં આવી હતી. આ દરોડામાં માલિક સહિત 20 લોકો સામે કાર્યવાહી થઈ રહી છે.

હુક્કા સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

વિજિલન્સની ટીમે અહીં અલગ અલગ ફ્લેવર અને હુક્કાઓ સાથેનો મુદ્દામાલ કબજે કર્યો છે. દરમિયાન અહીં પોલીસ કર્મચારીઓ પણ હુક્કો પીતા હોવાનું સામે આવ્યું છે અને આ દરોડામાં ટીસીસના સીસીટીવી કબ્જે કરવામાં આવ્યા છે.

- Advertisement -

CCTV ખોલશે નવા રાજ

આ દરોડા દરમિયાન બે મહિલા સહિત અન્ય લોકો હુક્કાની મજા માણતા ઝડપાયા હતા. દરમિયાન સીસીટીવી ફુટેજની તપાસ કર્યા બાદ આ દરોડામાં કોણ કોણ આવતું હતું અને અહીં શું થતું હતું તે સમગ્ર વિગતો બહાર આવશે. જેમ જેમ રાત ઘેરી બનતી હતી તેમ તેમ અહીં મહેફીલો જામતી હતી.

હુક્કાબારમાં પોલીસની પણ આવન-જાવન

દરમિયાન ગુજરાત કોલેજ પાસે આવેલા ટીસીસ હુક્કાબારમાં ઘણા પોલીસ કર્મચારીઓની પણ આવન-જાવન રહેતી હોવાના અહેવાલ સામે આવ્યા છે. તો અહીં જ પોલીસ કર્મચારીઓના હિસાબ પણ થતા હોવાની માહિતી મળી છે. દરમિયાન અહીં અગાઉ પણ દરોડો પાડવામાં આવ્યો હતો. જોકે તે માત્ર નીલ રેડ બતાવવામાં આવી હતી. 

Source link

- Advertisement -
RELATED ARTICLES

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

સુરત: સચિન GIDC ખાતે ગ્રે કાપડ મીલમાં ભંયકર આગ, જાનહાની ટળી

સ્ટેન્ટર મશીનમાં ભડકેલી આગ મીલમાં પ્રસરી ગઈઆ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી ત્રણ કલાકે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સચિન જીઆઈડીસી રોડ નં....

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!