Saturday, October 1, 2022
Home Entertainment મલાઈકા અરોરાની ચાલની કોપી મારતા મનીષ પોલનો વીડિયો વાઇરલ

મલાઈકા અરોરાની ચાલની કોપી મારતા મનીષ પોલનો વીડિયો વાઇરલ

  • એન્કર મનીષ પોલે મલાઈકાની નકલ કરી
  • કોપી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
  • એવોર્ડમાં હાજર સ્ટાર્સ હસી પડ્યા

એક એવોર્ડ ફંક્શનમાં એન્કર મનીષ પોલે જિમ જતી વખતે મલાઈકા કેવી રીતે ચાલે છે તેની કોપી કરી મલાઈકા અરોરાની જિમ જતી તસવીરો-વીડિયો અવારનવાર વાઇરલ થતી હોય છે. ઘણીવાર સોશિયલ મીડિયામાં મલાઈકાની ચાલ અંગે કમેન્ટ કરવામાં આવે છે. હાલમાં જ અવૉર્ડ શો દરમિયાન મલાઈકાની ચાલ પર ચર્ચા થઈ હતી. હોસ્ટ મનીષ પૉલે સ્ટેજ પર મલાઈકાની ચાલની નકલ ઉતારી હતી. મનીષ પૉલને આ રીતે સ્ટેજ પર ચાલતા જોઈને સ્ટાર્સ હસી હસીને બેવડ વળી ગયા હતા. અવૉર્ડ્સનો એક વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં ઇવેન્ટ હોસ્ટ કરતા મનીષ પૉલે મલાઈકાના ડ્રેસ પર કમેન્ટ કરીને તેને ભમરી કહી હતી.

- Advertisement -

મનીષે વીડિયોમાં કહ્યું હતું, ‘ડિમ્પલથી સાઇડમાં બેઠેલી મલાઈકા કેમ છે? કસમથી પૂરી ભમરી જેવી લાગે છે.’ મનીષે પછી મલાઈકાને સવાલ કર્યો હતો, ‘તમે ક્યારેય ગોલ્ફ્ રમ્યા છો?’ એક્ટ્રેસે કહ્યું હતું, ના, હું ક્યારેય ગોલ્ફ્ રમી નથી.’ મનીષે તરત જ કહ્યું હતું, ‘ઓહ ગોલ્ફ્ કેટલું અનલકી છે. ક્યારની રાહ જુએ છે કે તે ગ્રાઉન્ડ્સ પર તમે ચાલીને જાવ.’ આટલું કહ્યા બાદ મનીષ એ જ રીતે ચાલ્યો હતો, જે રીતે મલાઈકા ચાલે છે. આ જોઈને સ્ટાર્સ હસી પડયા હતા. મનીષને આ રીતના નકલ કરતાં જોઈને મલાઈકાએ તેને બીજીવાર આમ કરવાનું કહ્યું હતું. મનીષની વાતો સાંભળીને વિદ્યા બાલન, પરિણીતી ચોપરા, ક્રિતિ સેનન, દીયા મિર્ઝા, વરુણ ધવન સહિતના સ્ટાર્સ હસી પડયા હતા. પરિણીતી ચોપરાએ ઇશારામાં એમ કહ્યું હતું કે મનીષે મલાઈકાની સારી નકલ ઉતારી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રણવીરે કર્યો કીલી પૉલ સાથે ડાન્સ, બોલીવુડ ગીતો પર નાચીને બન્યો સ્ટાર

બોલિવૂડ એક્ટર રણવીર સિંહે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીલી પોલ હાલમાં ભારતમાંબોલિવૂડ સિંગર રાહુલ વૈદ્ય પણ કીલીને મળવા આવ્યો હતોસોશિયલ મીડિયા...

શર્ટના ખુલ્લા બટન સાથે અભિનેત્રીનો લુક, એરપોર્ટ પર ગરમી વધી

સફેદ પેન્ટ અને સફેદ શર્ટ નીચે બ્રાલેટ પહેરી હતી પૂનમ પાંડેની બોલ્ડનેસ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાંલોકો કપડા વગર ફેમસ થઈ રહ્યા છે તો માર્કેટમાં કપડા...

68th National Film Awards: અજય દેવગણ અને સૂર્યાને મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર

વિજ્ઞાન ભવન ખાતે યોજાયો 68મો નેશનલ એવોર્ડ સમારંભ અજય દેવગણે જીત્યો પોતાનો ત્રીજો નેશનલ એવોર્ડ સૂર્યાની ફિલ્મને મળ્યા કુલ 5 એવોર્ડ્સ દેશના સૌથી સન્માનનીય ફિલ્મ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!