Wednesday, September 28, 2022
Home National ગુજરાતમાં 16 તાલુકામાં વરસાદ ખાબક્યો | ચંદીગઢ: 60 યુવતીઓનો વીડિયો વાયરલ

ગુજરાતમાં 16 તાલુકામાં વરસાદ ખાબક્યો | ચંદીગઢ: 60 યુવતીઓનો વીડિયો વાયરલ

ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 16 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં કપરાડા અને ધરમપુરમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ પડ્યો છે પંજાબના મોહાલીની એક ખાનગી યુનિવર્સિટીમાં શનિવારે મોડી સાંજે વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો હતો. વિરોધ કરી રહેલી વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે એક વિદ્યાર્થિનીએ નહાતી વખતે ઘણી વિદ્યાર્થિનીઓનો વીડિયો વાયરલ કર્યો છે.સહિતના અત્યાર સુધીના અગત્યના સમાચાર

- Advertisement -

વધુ વાંચો: ગુજરાતમાં 24 કલાક દમિયાન 16 તાલુકામાં વરસાદ ખાબક્યો

ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 16 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં કપરાડા અને ધરમપુરમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ વલસાડમાં 2 ઈંચ અને પારડીમાં 1.7 ઈંચ વરસાદ આવતા તમામ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ ગયું છે.

વધુ વાંચો: ચંદીગઢ: 60 યુવતીઓનો નહાતો વીડિયો વાયરલ, આરોપી વિદ્યાર્થિનીની ધરપકડ

પંજાબના મોહાલીની એક ખાનગી યુનિવર્સિટીમાં શનિવારે મોડી સાંજે વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો હતો. વિરોધ કરી રહેલી વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે એક વિદ્યાર્થિનીએ નહાતી વખતે ઘણી વિદ્યાર્થિનીઓનો વીડિયો વાયરલ કર્યો છે. પોલીસે આ મામલામાં FIR નોંધી આરોપી વિદ્યાર્થિનીની ધરપકડ કરી લીધી છે.

- Advertisement -

વધુ વાંચો: દૂધસાગર ડેરી કૌભાંડમાં વિપુલ ચૌધરીના 50 મળતિયાઓ સામે નોંધાશે ગુનો

દૂધસાગર ડેરીના સાગર દાણ કૌભાંડ કેસમાં ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે મહેસાણા કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેમાં વિપુલ ચૌધરીના 50 મળતિયાઓ સામે ગુનો નોંધાશે. તથા દૂધસાગર ડેરી કૌભાંડમાં વિપુલ ચૌધરીના સગા-સબંધીઓ પણ આરોપી બનશે.

વધુ વાંચો: દેશમાં સૌપ્રથમ 2009માં નરેન્દ્ર મોદીએ ગુજરાતને 4 ચિત્તાની ભેટ આપેલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામીબિયાંથી મંગાવેલ ચિત્તાને છોડવામાં આવ્યા છે, તે પૂર્વેની વાત કરીએ તો જયારે વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયમાં તેઓએ 2009માં દેશમાં સૌ પ્રથમ જુનાગઢ ઝુને ચાર ચિત્તાની ભેટ આપી હતી.

વધુ વાંચો: કચ્છમાંથી રૂ.50 કરોડની ઈ-સિગારેટ ઝડપાઈ

કચ્છના ગાંધીધામમાં 50 કરોડ રૂપિયાની ઈ-સિગારેટ ઝડપાઈ છે. જેમાં ગાંધીધામ DRIએ 2 લાખ ઈ-સિગારેટ જપ્ત કરી છે. તેમજ અગાઉ સુરતમાંથી ઈ-સિગારેટ ઝડપાઈ હતી. અમદાવાદ અને સુરત DRIની સંયુક્ત ટીમે કચ્છના મુન્દ્રા પોર્ટ ખાતે એક સંયુક્ત ઓપરેશન પાર પાડી આ ઇ-સિગારેટ પકડી પાડી છે.

વધુ વાંચો: યોગીજી અમારા ઘરોને તોડી પાડો, કાનપુરના ફ્લેટ માલિકોએ લગાવ્યા બેનર

ઉત્તર પ્રદેશમાં ગુનેગારો અને માફિયાઓની ઈમારતોને તોડી પાડવાના પડઘા ચારેબાજુ સાંભળવા મળી રહ્યા છે. જેનો અનેક રાજનેતાઓએ જોરદાર વિરોધ કર્યો હતો. પરંતુ કાનપુરમાં અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. અહીં કાનપુર ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી ફ્લેટ લેનારા સેંકડો ખરીદદારોએ તેમના ફ્લેટની આગળ આવા પોસ્ટરો લગાવ્યા છે જેમાં સીએમ યોગીને વિનંતી કરવામાં આવી છે કે અમારા ઘરને તોડી પાડો. વાસ્તવમાં, કાનપુરમાં કેડીએ રેસિડેન્સી એપાર્ટમેન્ટ એક વૈભવી હાઉસિંગ પ્રોજેક્ટ છે. શહેરના ઘણા પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત લોકો તેમાં રહે છે. આવા સંજોગોમાં સેંકડો ફ્લેટ માલિકોએ આવા બેનરો લગાવીને વિરોધ કર્યો તે ચર્ચાનો વિષય બન્યો છે.

વધુ વાંચો: આજથી 11 દિવસ યુએસ મુલાકાતે વિદેશ મંત્રી એસ જયશંકર

વિદેશ મંત્રી એસ જયશંકર (S Jaishankar) આજથી 11 દિવસની યુએસ મુલાકાત શરૂ કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) સહિત અનેક બહુપક્ષીય અને ત્રિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. આ સાથે એસ જયશંકર જો બાઇડન પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે એસ જયશંકર G-4 જૂથની મંત્રી સ્તરની બેઠકનું પણ આયોજન કરશે, જેમાં ભારત સિવાય બ્રાઝિલ, જાપાન અને જર્મનીનો સમાવેશ થાય છે.

વધુ વાંચો: ચીનમાં નોંધાયો મંકીપોક્સનો પહેલો કેસઃ સોશિયલ મીડિયામાં હેશટેગ થયો ટ્રેન્ડ

મંકીપોક્સ વાયરસથી ફેલાતો ચેપ વિશ્વના અન્ય દેશોમાં પણ ફેલાઈ રહ્યો છે. તાજેતરનો મામલો ચીન સાથે સંબંધિત છે. ચીનમાં મંકીપોક્સ ચેપનો પ્રથમ કેસ પણ નોંધાયો છે. ચેપગ્રસ્ત વ્યક્તિ વિદેશ પ્રવાસથી ચોંગકિંગ પહોંચ્યો હતો. તેના શરીર પર ફોલ્લીઓની સાથે અન્ય લક્ષણો પણ જોવા મળ્યા હતા

વધુ વાંચો: Team Indiaને વધુ એક ઝટકોઃ આ બોલર નહીં રમે Duleep Trophy

ટીમ ઈન્ડિયાના અનેક ફાસ્ટ બોલર છેલ્લા કેટલાક સમયથી ઈજાના કારણે ટીમની બહાર છે. હાલમાં જ હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહે ઈજાથી સારવાર બાદ ટીમમાં વાપસી કરી છે. આ સમયે ભારતીય ફેન્સ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ વખતે પણ એક ફાસ્ટ બોલર ઈજાગ્રસ્ત થયો છે. આ ખેલાડી પોતાની ફાસ્ટ બોલિંગ માટે જાણીતો છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

હવે ઘેર બેઠા મોટા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી લાઇવ જોવા મળશે

સીજેઆઈ યુ.યુ. લલિત લાઈવ સ્ટ્રીમિંગ માટે સુપ્રીમકોર્ટનું પ્લેટફોર્મ હોવાની તરફેણ કરે છેહવે ઘેર બેઠા મોટા મોટા કેસની સુપ્રીમમાં કેવી રીતે સુનાવણી થાય છે તે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!