Friday, October 7, 2022
Home Sports VIDEO : બેટ બદલતા જ ક્રિકેટના ભગવાને ફટકારી આકાશી સિક્સ

VIDEO : બેટ બદલતા જ ક્રિકેટના ભગવાને ફટકારી આકાશી સિક્સ

  • સચિન તેંડુલકરને જૂની સ્ટાઈલમાં બેટીંગ કરી
  • 100 MBએ સચિન તેંડુલકરનો વીડિયો શેર કર્યો
  • ઈન્દોરમાં સોમવારે ફરી સચિની બેટીંગ જોવા મળશે

સ્પોર્ટ્સ જગતમાં ‘ક્રિકેટના ભગવાન’ તરીકે ઓળખાતા ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને લગભગ એક દાયકો વીતી ગયો છે. જો કે હાલમાં ચાલી રહેલી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની બીજી સીઝનમાં તે પોતાની જૂની સ્ટાઈલમાં બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. પ્રતિષ્ઠિત શ્રેણીમાં સચિનને ​​લીડ કરી રહેલા ઈન્ડિયા લેજેન્ડ્સનો એક વીડિયો 100 MB દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં સચિન ન્યૂઝીલેન્ડ લિજેન્ડ્સ સામેની મહત્વપૂર્ણ મેચ પહેલા મેદાનમાં પ્રેક્ટિસ કરતો જોવા મળે છે.

- Advertisement -

સચિને જૂની સ્ટાઈલમાં બેટીંગ કરી

100 MB દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં સચિન નેટ્સ પર બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. જોકે, તે અહીં અલગ રણનીતિ હેઠળ બેટિંગ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. વાસ્તવમાં જ્યારે સ્પિન બોલર બોલિંગ કરવા મેદાનમાં આવ્યો ત્યારે તે પોતાનું બેટ બદલીને આકાશી સિક્સર મારતો જોવા મળ્યો હતો. જ્યારે ઝડપી બોલર બોલિંગ કરવા આવ્યો ત્યારે સચિને બીજા બેટથી તેને સુરક્ષિત રીતે રમવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો.

- Advertisement -

સોમવારે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ

તમને જણાવી દઈએ કે, વર્તમાન સિઝનમાં સચિને અત્યાર સુધી માત્ર એક જ મેચ રમી છે. આ દરમિયાન તેની જૂની સ્ટાઈલ જોવા મળી છે. સોમવારે ઈન્દોરમાં ઈન્ડિયા લેજેન્ડ્સ અને ન્યુઝીલેન્ડ લેજેન્ડ્સ વચ્ચે મુકાબલો થવા જઈ રહ્યો છે. આ મહત્વપૂર્ણ મેચમાં તમામની નજર સચિન પર રહેશે.

પોઈન્ટ ટેબલમાં ભારતીય લેજેન્ડ્સ ટીમ ત્રીજા સ્થાને

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝના પોઈન્ટ ટેબલ વિશે વાત કરીએ તો ભારતીય ટીમ હાલમાં એક જીત અને એક મેચ ડ્રોને કારણે બે મેચ બાદ ત્રણ પોઈન્ટ (+3.050) સાથે ત્રીજા સ્થાને છે. વેસ્ટ ઈન્ડિઝ લિજેન્ડ્સ (પાંચ પોઈન્ટ) અને શ્રીલંકા લિજેન્ડ્સ (ચાર પોઈન્ટ) અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને છે.



Source link

- Advertisement -
RELATED ARTICLES

લિયોનેલ મેસ્સીની નિવૃત્તિ અંગેની મોટી જાહેરાત, કતારમાં છેલ્લો ફુટબોલ વર્લ્ડકપ રમશે

આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી મેસીએ તેના ચાહકોને મોટો ઝટકો આપ્યો 2022માં યોજાનાર ફૂટબોલ વર્લ્ડ કપ મારી છેલ્લી મોટી ટૂર્નામેન્ટ હશે : મેસ્સી આગામી 2026ના ફૂટબોલ વર્લ્ડ કપ...

પહેલી વનડેમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 9 રને હરાવ્યું

સંજુ સેમસન-શ્રેયસ અય્યરની દમદાર ફિફ્ટી એળે ગઈ  ભારતના ટોપઓર્ડરનો ફ્લોપ શો ભારે પડ્યો રોમાંચક મેચમાં અંતિમ ઓવરમાં ભારતની હાર દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી...

IND Vs SA: 15 ઓવર બાદ ભારતનો સ્કોર 45/2

હેનરિક ક્લાસેનના 74, ડેવિડ મિલરના 75 રન શાર્દુલ ઠાકુરની બે, કુલદીપ-બિશ્નોઈની એક-એક વિકેટ વરસાદના કારણે મેચ 40-40 ઓવરની રાખવામાં આવીભારત-દક્ષિણ આફ્રિકાની વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝની...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!