Saturday, October 1, 2022
Home National VIDEO : ગંગા-કોસી નદીએ ભયંકર તબાહી સર્જી, 24 મકાનો પાણીમાં તણાયા

VIDEO : ગંગા-કોસી નદીએ ભયંકર તબાહી સર્જી, 24 મકાનો પાણીમાં તણાયા

  • બિહારમાં ગંગા અને કોસી નદીઓમાં એક ગામના બે ડઝનથી વધુ ઘરો તણાયા
  • ગંગા નદીનો પ્રકોપ વધતા ઘણા પરિવારોને ગામમાંથી હિજરત કરવા મજબુર
  • કોસી સહિત ગંડક, બાગમતી, કમલા બાલન નદીઓના જળસ્તરમાં સતત વધારો

બિહારના ભાગલપુરમાં ગંગા અને કોસી નદીનું રૌદ્ધ સ્વરૂપ જોવા મળ્યું હતું. બંને નદીઓમાં પાણીના પ્રવાહમાં સતત વધી રહ્યો છે. તો કિનારે આવેલા આસપાસના ઘરો ગંગા-કોસી નદીમાં તણાઈ રહ્યા છે. નદીમાં એક ગામના બે ડઝનથી વધુ ઘરો તણાયા છે. ગંગા નદીના ધોવાણને કારણે ઘણા પરિવારોને ગામમાંથી હિજરત કરવા મજબૂર બન્યા છે. અવિરત વરસાદને કારણે ગંગા અને કોસીનું પાણી મેદાની વિસ્તારોને ઝપટમાં લઈ રહ્યું છે. કોસી અને ગંગાના જળસ્તરમાં વધારો થવાની પ્રક્રિયા ચાલુ છે. નવગછિયામાં કોસી અને સબૌરમાં ગંગા નદી આસબપાસના વિસ્તારોને ઝડપથી પોતાના પ્રવાહમાં ખેંચી રહી છે. નાની નદીઓના જળસ્તરમાં વધારો થવાના કારણે પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે. બિહારમાં પૂરનો સર્વત્ર તબાહી સામે આવી રહી છે. મોટી નદીઓ બાદ હવે નાની નદીઓની જળસપાટી વધી રહી છે. અવિરત વરસાદને કારણે નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. કોસીમાં તાંડવ બાદ ગંડક, બાગમતી અને કમલા બાલન નદીઓ ખતરાના નિશાનથી પાર થઈ ગઈ છે.

- Advertisement -



Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચુકવવા નવી સિસ્ટમ અમલી બનશે

ફ્રોડ રોકવા આજથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ માટે ટોકન સિસ્ટમનો અમલ શરૂ કાર્ડ નંબર, એક્સ્પાયરી ડેટ, સીવી નંબર લીક ન થતાં ફ્રોડ પર બ્રેક લાગવાની આશા પીઓએસ,...

અશ્લીલ સામગ્રી પિરસતી 63 પોર્ન સાઇટ પર પ્રતિબંધ લગાવાયો

અત્યાર સુધીમાં કુલ 800થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો સરકારે ઈન્ડિયન ISPsને આદેશ આપીને સાઈટ્સો બ્લોક કરી દીધી નવા આઈટી નિયમ 2021 હેઠળ તમામ વેબસાઈટ્સને...

300થી વધુ દવાઓ પર બારકોડ અથવા QR કોડ લગાવવાના આદેશની તૈયારી

ભારતમાં વેચાતો ફાર્મા સામાન 20 ટકા નકલી હોવાની અમેરિકાએ દાવો કર્યો હતો અમેરિકાએ ભારતને નકલી દવાઓની વધી રહેલી સમસ્યા વિશે ચેતવણી આપી હતી દવાઓના પેકેટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!