Saturday, October 1, 2022
Home National VIDEO : BJP સાંસદે બ્રશ-મોજા વિના હાથથી શાળાની ટોયલેટ સીટ સાફ કરી

VIDEO : BJP સાંસદે બ્રશ-મોજા વિના હાથથી શાળાની ટોયલેટ સીટ સાફ કરી

  • અવારનવાર વિવાદોમાં રહેનાર BJP સાંસદ જનાર્દન મિશ્રાનો વીડિયો વાયરલ
  • સેવા પખવાડીયાની ઉજવણી દરમિયાન સાંસદે શાળામાં ટોયલેટ સાફ કર્યું
  • અગાઉ સાંસદ મિશ્રાએ હાથ રિક્ષા ચલાવીને ઘરે ઘરે જઈને કચરો ઉપાડ્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ એટલે કે, 17 સપ્ટેમ્બરથી ગાંધી જયંતિ (2 ઓક્ટોબર) સુધી ભાજપ સેવા પખવાડિયું યોજી રહી છે. આ અંતર્ગત એક શાળામાં આયોજિત કાર્યક્રમમાં સાંસદ જનાર્દન મિશ્રાએ ગંદા ટોયલેટની હાથથી સાફ-સફાઈ કરી હતી. એટલું જ નહીં તેમણે કેમિકલ અને બ્રશની પણ રાહ ન જોઈ.

- Advertisement -

BJP સાંસદ જનાર્દન મિશ્રાનો વીડિયો વાયરલ

અવારનવાર વિવાદોમાં રહેનાર રીવા સંસદીય સીટ પરથી બીજેપી સાંસદ જનાર્દન મિશ્રાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ખુલ્લા હાથે ટોયલેટ સાફ કરતા જોવા મળી રહ્યા છે. સાંસદ રીવા જિલ્લાની કન્યા શાળા ખટખારી ગયા હતા. ટોયલેટ સાફ કરતી વખતે સાંસદે હાથમાં મોજા પણ પહેર્યા ન હતા અને બ્રશનો ઉપયોગ પણ કર્યો ન હતો.

શાળામાં છોકરીનું ટોયલેટ ગંદુ દેખાતા સાફ કર્યું

સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત કન્યા શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંસદ જનાર્દન મિશ્રાએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. શાળાની મુલાકાત વખતે સાંસદને છોકરીનું ટોયલેટ ગંદુ દેખાતા તેમણે જાતે જ સાફ કરવાનું નક્કી કર્યું. આ માટે સાંસદે કેમિકલ કે બ્રશની પણ રાહ જોઈ ન હતી. સાંસદે ડોલમાં પાણી લીધું અને ટોયલેટ સાફ કરવા લાગ્યા. સાંસદે શૌચાલયને હાથથી સ્વચ્છ રાખવાનો સંદેશ આપ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ગુનાની એક શાળામાં ગંદા ટોયલેટ સાફ કરતી છોકરીઓનો વીડિયો વાયરલ થયો હતો.

- Advertisement -

મેં પહેલા પણ શૌચાલય સાફ કર્યા છે : જનાર્દન મિશ્રા

જનાર્દન મિશ્રાએ કહ્યું કે, દરેક વ્યક્તિએ સ્વચ્છતા જાળવવી જોઈએ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીથી લઈને નરેન્દ્ર મોદી સુધી સ્વચ્છતાનો સંદેશ આપી રહ્યા છે. આ કોઈ નવી વાત નથી. મેં પહેલા પણ શૌચાલય સાફ કર્યા છે. અગાઉ સાંસદ જનાર્દન મિશ્રાએ હાથ રિક્ષા ચલાવીને ઘરે ઘરે જઈને કચરો ઉપાડ્યો હતો. સાંસદ વિવાદાસ્પદ શબ્દો બોલીને પણ સમાચારોમાં રહ્યા છે. સાંસદ જનાર્દન મિશ્રાએ કચરો ઉપાડનારાઓને ફાંસી પર લટકાવી દેવા, IASને જીવતા જમીનમાં દાટી દેવા જેવા નિવેદનો આપ્યા છે.

https://fb.watch/fJnhTwTOWz/ 

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચુકવવા નવી સિસ્ટમ અમલી બનશે

ફ્રોડ રોકવા આજથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ માટે ટોકન સિસ્ટમનો અમલ શરૂ કાર્ડ નંબર, એક્સ્પાયરી ડેટ, સીવી નંબર લીક ન થતાં ફ્રોડ પર બ્રેક લાગવાની આશા પીઓએસ,...

અશ્લીલ સામગ્રી પિરસતી 63 પોર્ન સાઇટ પર પ્રતિબંધ લગાવાયો

અત્યાર સુધીમાં કુલ 800થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો સરકારે ઈન્ડિયન ISPsને આદેશ આપીને સાઈટ્સો બ્લોક કરી દીધી નવા આઈટી નિયમ 2021 હેઠળ તમામ વેબસાઈટ્સને...

300થી વધુ દવાઓ પર બારકોડ અથવા QR કોડ લગાવવાના આદેશની તૈયારી

ભારતમાં વેચાતો ફાર્મા સામાન 20 ટકા નકલી હોવાની અમેરિકાએ દાવો કર્યો હતો અમેરિકાએ ભારતને નકલી દવાઓની વધી રહેલી સમસ્યા વિશે ચેતવણી આપી હતી દવાઓના પેકેટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!