Monday, September 26, 2022
Home Gujarat VIDEO : રાજકોટમાં ઊંડા પાણીમાં 5 ડૂબ્યા, મહિલા અને બાળકીનું મોત

VIDEO : રાજકોટમાં ઊંડા પાણીમાં 5 ડૂબ્યા, મહિલા અને બાળકીનું મોત

  • રાજકોટના નવાગામ રંગીલા નગરમાં ઢોરાં પાસે બનેલો બનાવ
  • કપડા ધોવા ગયેલી મહિલાઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ
  • ઘટનામાં બેને ગંભીર હાલતમાં સિવિલ ખસેડવામાં આવ્યા

આજે રાજકોટમાં ઊંડા પાણીમાં ડૂબી જવાની ગંભીર ઘટના બની છે. રાજકોટના નવા ગામના ઢોરાં પાસે પાંચ જણા ઊંડા પાણી ડૂબી ગયા હોવાના અહેવાલો મળ્યા છે. નવા ગામમાં કપડા ધોવા ગયેલી મહિલાઓ ડૂબી ગયાના અહેવાલો છે. આ ઘટનામાં ત્રણ મહિલાઓનો બચાવ થયો છે. જ્યારે બે ના મોત નિપજ્યા છે. મૃત્યુ પામેલ બેમાં એક મહિલા અને એક બાળકીનો સમાવેશ થાય છે.

- Advertisement -

રાજકોટના નવાગામ રંગીલા નગરમાં ઢોરાં પાસે તળાવના પાણીના ખાડામાં મહિલાઓ કપડા ધોવા ગઈ હતી. આ દરમિયાન ખાડામાં કપડા ધોતા સમયે ઊંડા પાણીમાં એક બાદ એક એમ પાંચ લોકો ગરકાવ થઈ ગયા હતા. આ ઘટના દરમિયાન એક બાળકીને બચાવવા જતા ત્રણ લોકો પણ પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનામાં ડૂબેલા પાંચ પૈકી એક મહિલાનું મૃત્યુ નિપજ્યું છે તો એક બાળકીએ પણ તેનો જીવ ખોયો છે, જ્યારે ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. દરમિયાન બે જણને બેભાન હાલતમાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે રાજકોટ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. 

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

નવલાં નોરતામાં ખોડલધામમાં ભક્તિમય માહોલ, પાટીદાર ભક્તોએ કરી પદયાત્રા

આજથી નવ દિવસ મહા આરતી ધજા રોહણ સહિતના કાર્યક્રમોખોડલધામ ખાતે આજે સવારથી જન સમુદાય ઉમટી પડ્યો નરેશ પટેલની આગેવાનીમાં પદયાત્રા યોજાય હતી પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર...

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

નવલાં નોરતામાં ખોડલધામમાં ભક્તિમય માહોલ, પાટીદાર ભક્તોએ કરી પદયાત્રા

આજથી નવ દિવસ મહા આરતી ધજા રોહણ સહિતના કાર્યક્રમોખોડલધામ ખાતે આજે સવારથી જન સમુદાય ઉમટી પડ્યો નરેશ પટેલની આગેવાનીમાં પદયાત્રા યોજાય હતી પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર...

અમદાવાદીઓને ટ્રાફિકમાંથી મળશે રાહત | કુલ્લુમાં અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં...

દુલીપ ટ્રોફી: સાઉથ ઝોનને હરાવી વેસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું

ફાઇનલમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને 294 રનથી હરાવ્યું વેસ્ટ ઝોને છેલ્લા ત્રણ દિવસમાં મજબૂત પ્રદર્શન કર્યું યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ મેચ બન્યો ઘરઆંગણાની ટૂર્નામેન્ટ દુલીપ...

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!