Monday, September 26, 2022
Home National નીતિશ કુમારને સ્મૃતિ ઈરાનીનો પલટવાર | GMDCમાં થશે વાઈબ્રન્ટ નવરાત્રીનું આયોજન

નીતિશ કુમારને સ્મૃતિ ઈરાનીનો પલટવાર | GMDCમાં થશે વાઈબ્રન્ટ નવરાત્રીનું આયોજન

દેશમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીને લઈને નવા નવા દવાઓ થઇ રહ્યા છે તો બીજી બાજુ કોંગ્રેસના નવા પ્રમુખની રેસમાં દિગ્ગજ નેતા શશી થરુર પણ છે. તેમણે સોનિયા ગાંધી સાથે મુલાકાત પણ કરી હતી. તો બીજી બાજુ, નીતીશકુમારના વડાપ્રધાન પદની દાવેદારીને લઈને સ્મૃતિ ઈરાનીએ વળતો પ્રહાર કર્યો છે. તો કેરળમાં એક રિક્ષાચાલક રાતોરાત કરોડ પતિ બની ગયો છે. તો ગુજરાતમાં ફરી એક વાર કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ત્યારે, સમગ્ર ગુજરાતમાં નવરાત્રીની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઈ છે તો કોરોના કાળના 2 વર્ષ બાદ ફરીએક વાર અમદાવાદના સૌથી પ્રખ્યાત GMDC ખાતે વાઈબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવનાર છે.ની સાથે સાથે વાંચો દેશ દુનિયાના 6 વાગ્યા સુધીના તમામ સમાચાર માત્ર એક ક્લિક પર….
કોંગ્રેસ નેતા શશિ થરૂરે સોમવારે દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. માનવામાં આવે છે કે શશિ થરૂર પણ કોંગ્રેસના નવા અધ્યક્ષાની રેસમાં છે. પક્ષમાં સુધારા માટેની અરજી જાહેરમાં મંજૂર થયા બાદ બંને વચ્ચેની મુલાકાત થઈ હતી. તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદે ટ્વિટર પર પાર્ટીના યુવા સભ્યોના એક ગ્રૂપની તરફથી સુધારાની માંગણી કરતી અરજીનું સમર્થન કર્યું અને ઉદયપુર ઘોષણાને લાગૂ કરવાની વાત કહી.
બીજેપીથી અલગ થયા બાદ બિહાર બીજેપીના નેતાઓ સતત નીતિશ કુમાર પર નિશાન સાધી રહ્યા છે, પરંતુ હવે બીજેપીના કેન્દ્રીય નેતાઓએ પણ ઈશારામાં હુમલો કરવાનું શરૂ કરી દીધું છે.
રાતોરાત અમીર બની જતા લોકોના કિસ્સાઓ સાંભળીએ ત્યારે કિસ્મતમાં માનતા થઇ જઇએ. ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યુ ન હોય તેવી ઘટનાઓ સામે આવે ત્યારે આશ્ચર્ય થાય તે ખુબ સ્વાભાવિક છે. આવી જ એક ઘટના હાલમાં કેરળમાં જોવા મળી જ્યાં એક ખુબજ સામાન્ય પરિવારના વ્યક્તિને કરોડોની લોટરી લાગતા તેનું જીવન બદલાઇ ગયુ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકીય પક્ષોએ કમરકશી છે. સાથે હવે દાવેદારી માટે બેઠકોનો દોર પણ શરુ થવા પામ્યો છે. ત્યારે રાધનપુર વિધાનસભા બેઠક વર્ષોથી કોંગ્રેસનું ગઢ માનવામાં આવે છે અને હાલ પણ આ બેઠક કોંગ્રેસના ફાળે રહેવા પામી છે પણ વર્ષોથી આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ દ્વારા આયાતી ઉમેદવાર મુકવામાં આવે છે.
બે વર્ષ બાદ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરાયું છે. નવરાત્રીની ઉજવણી માટે GMDC ગ્રાઉન્ડ પર હાલ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં એન્જિનિયરિંગની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી યુનિ કોલેજમાં એડમિશનનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે. ચોરની MS યુનિવર્સીટી, વાઘોડિયા, વરણામા, સાવલી, કોટંબી અને વિરોદની ખાનગી યુનિવર્સીટી કોલેજમાં પણ એન્જિનિયરિંગની 82% બેઠકો ખાલી રહી છે.
જેતપુર નગરપાલિકા સંચાલીત કુંભાણી ગર્લ્સ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીનીને પીટી શિક્ષકે અપશબ્દો કહેતા વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. પીટીનાં શિક્ષક દ્વારા ધોરણ 11 ની વિદ્યાર્થીનીઓ ને અપશબ્દો બોલતા શિક્ષક સામે વિદ્યાર્થીનીઓએ રેલી યોજી શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી.
ઇડી અને ઇન્કમટેક્ષના અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઇ કરનાર ગેંગનો એક આરોપી ઝડપાયો છે. જે નોકરી આપવાના બહાને કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન બતાવી ઇડી અને ઇન્કમટેક્ષ રેડની ધમકી આપી પૈસા પડાવતા હતા. આ રેકેટ દિલ્હીથી ચાલતુ હોવાનો ખુલાસો થયો છે. જે એક નવી મોડ્સ ઓપરેન્ડીથી ઠગાઇનો ખેલ શરૂ કર્યો હતો.
ગુજરાતમાં હવે વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે NCP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થવાના સમાચારો વહેતાં થતા ગુજરતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ચૂંટણીને લઈને NCPના નેતાઓની કોંગ્રેસ પ્રભારી વચ્ચે બંધ બારણે બેઠક થઇ હતી. જેમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે ગઠબંધન કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં NCPએ 10થી 12 બેઠક ઉપર ગઠબંધન કરવાની માગણી કરી હતી.
જુનાગઢના ભવનાથમાં ફરી એક વખત સિંહો લટાર મારતા દેખાયા છે. રાત્રીના સમય દરમિયાન ભવનાથમાં દામોદર કુંડથી અશોક શીલાલેખ સુધી લટાર મારી રહેલા સિંહો કેમેરામાં કેદ થયા હતા. બે સિંહણ અને બે સિંહબાળનો રસ્તા ઉપર લટાર મારતો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
મહારાણી એલિઝાબેથ દ્વિતીયની અંતિમ વિદાય શરૂ થઈ ગઈ છે. આ પહેલા રવિવારે કિંગ ચાર્લ્સ ત્રીજાએ બકિંગહામ પેલેસમાં વિશ્વ નેતાઓનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ત્યાં હાજર યુએસ પ્રમુખ જો બિડેને પણ સ્વર્ગસ્થ રાણીને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. બ્રિટનમાં 1965 પછી પહેલીવાર કોઈને સરકારી અંતિમ સંસ્કારનું સન્માન આપવામાં આવી રહ્યું છે.ક્વીન એલિઝાબેથના અંતિમ સંસ્કાર એક કલાક સુધી ચાલશે. લંડનના વેસ્ટમિન્સ્ટર એબી બ્રિટન અને વિશ્વના લોકો રાણીને અંતિમ વિદાય આપી રહ્યા છે.
આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાને રશિયા પાસેથી લોન (ડીફર્ડ પેમેન્ટ) પર તેલ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ સંદર્ભે, તેમણે રશિયા સાથે વાટાઘાટો કર્યા પછી ક્રેડિટ પર તેલ ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર બેઠકની બાજુમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ત્રણ બેઠકો કરી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ 20 સપ્ટેમ્બરે રમાશે.T20 વર્લ્ડ કપને જોતા આ સીરીઝ બંને ટીમો માટે ઘણી મહત્વની બની રહી છે. T20 ઈન્ટરનેશનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કુલ 24 મેચ રમાઈ છે, જેમાં ભારતે 13 મેચ જીતી છે અને ઓસ્ટ્રેલિયન ટીમે 9 મેચ જીતી છે. આ સાથે જ બે મેચમાં પરિણામ આવી શક્યું નથી. તમને જણાવી દઈએ કે હંમેશની જેમ આ સિરીઝમાં પણ કેટલાક એવા રેકોર્ડ બની શકે છે જે ચાહકોને ચોંકાવી દેશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત, બસ ખાઇમાં ખાબકતા 7 વિદ્યાર્થીઓના મોત

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત, 10 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહિમાચલના કુલ્લુમાં (Kullu) એક દર્દનાક અકસ્માત થયો...

તિરુપતિ બાલાજી મંદિર પાસે 85,705 કરોડની સંપત્તિ

TTDની દેશભરમાં 7123 એકરમાં ફેલાયેલી કુલ 960 જેટલી સંપત્તિઓ આવેલી છેતિરુપતિ દેવસ્થાન ટ્રસ્ટ દેશભરમાં કુલ 960 સંપત્તિઓ ધરાવે છે જગવિખ્યાત તિરુમાલા તિરુપતિ મંદિર વિશ્વમાં સૌથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!