Tuesday, September 27, 2022
Home National રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓએ PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓએ PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

  • વડાપ્રધાનના જન્મદિવસ પર દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન
  • પાર્ટી અને વિપક્ષના નેતાઓએ નરેન્દ્ર મોદીને પાઠવી શુભેચ્છા
  • યોગી આદિત્યનાથે PM મોદીને મા ભારતીના ઉપાસક ગણાવ્યા

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પીએમ મોદીના જન્મદિવસને લઈને ભારતીય જનતા પાર્ટીએ જોરદાર તૈયારીઓ કરી છે. દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ સાથે જ પીએમ મોદીને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવવાનું પણ શરૂ થઈ ગયું છે. પાર્ટી અને વિપક્ષના નેતાઓ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

- Advertisement -

શું કહ્યું ગૃહમંત્રી અમિત શાહે

ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું, “દેશના સૌથી પ્રિય નેતા અને આપણા બધાના પ્રેરણાદાયી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની શુભકામનાઓ. હું ભગવાનને તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું.

- Advertisement -

રક્ષા મંત્રી રાજનાથ સિંહે શું કહ્યું?

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને લખ્યું, ભારતના પ્રતિષ્ઠિત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ. તેમણે પોતાના નેતૃત્વથી દેશમાં પ્રગતિ અને સુશાસનને અભૂતપૂર્વ તાકાત આપી છે અને સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા અને સ્વાભિમાનને નવી ઊંચાઈઓ આપી છે. ભગવાન તેમને સ્વસ્થ રાખે અને દીર્ધાયુ કરે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ PM મોદીને શુભેચ્છા પાઠવી

ભારતના રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી. હું ઈચ્છું છું કે તમારા દ્વારા અતુલનીય પરિશ્રમ, કર્તવ્યનિષ્ઠા અને સર્જનાત્મકતા સાથે ચલાવવામાં આવી રહેલ રાષ્ટ્ર નિર્માણ અભિયાન તમારા નેતૃત્વમાં આગળ વધતું રહે. મારી શુભેચ્છા છે કે ઇશ્વર તમને સ્વસ્થ અને દીર્ધાયુ બનાવે.

રાહુલ ગાંધીએ શું કહ્યું

‘ભારત જોડો યાત્રા’ પર ગયેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટર પર લખ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા.

શશિ થરૂરે પીએમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે ટ્વીટ કર્યું, “અમારા @PMOIndia શ્રી @narendramodi જીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની શુભેચ્છા.

CM યોગીએ પાઠવી શુભેચ્છા

PM મોદીને અભિનંદન આપતાં, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન, યોગી આદિત્યનાથે કહ્યું, “‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના શિલ્પી, ‘અંત્યોદય’ હેતુ સતત રાષ્ટ્રની આરાધના કરવામાં વ્યસ્ત, સફળ વડા પ્રધાન શ્રી @narendramodi જી ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. પ્રભ શ્રી રામ મા ભારતીના પરમ ઉપાસક આદરણીય વડા પ્રધાનજીને લાંબુ આયુષ્ય અને સારું સ્વાસ્થ્ય આપે.



Source link

- Advertisement -
RELATED ARTICLES

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

રાજસ્થાન રાજકીય ઉથલપાથલ, આજે સોનિયા ગાંધીને સોંપાશે રિપોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ઓછી અશોક ગેહલોતથી સોનિયા ગાંધી નારાજ રાજસ્થાન કટોકટી અંગે જયપુરથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!