Sunday, September 25, 2022
Home Gujarat જાસપુરની જમીન સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે યોગ્ય છે કે કેમ તેની ચકાસણી શરૂ

જાસપુરની જમીન સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે યોગ્ય છે કે કેમ તેની ચકાસણી શરૂ

  • વેદાંતા-ફોક્સકોન કંપની વડોદરા જિલ્લામાં આવે તે માટે કોર્પોરેટ સેક્ટરનો આશાવાદ
  • ચકાસણી બાદ આગામી બે સપ્તાહમાં કંપની વડોદરા જિલ્લામાં આવશે કે કેમ તેની જાણ થશે
  • ધુવારણ પાવર સ્ટેશન નજીક અને રેલવે લાઈન સંભવિત સ્થળથી 16 કિ.મી. દૂર

સ્વતંત્ર ભારતનુ કોર્પોરેટ સેક્ટરનુ સૌથી મોટુ રૂ.1.54 લાખ કરોડનુ ઈન્વેસ્ટમેન્ટ વડોદરા જિલ્લામાં આવે તે માટે કોર્પોરેટર સેક્ટર આશાવાદી છે. પાદરા તાલુકાના જાસપુર ખાતે આવેલી 29.71 લાખ ચો.મી. પૈકીની જમીન પર વેદાંતા-ફોક્સકોન કંપનીનુ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપી શકાય કે કેમ ? તે માટે કંપનીના એક્સપર્ટની ટીમે વિવિધ પેરામીટરની ચકાસણી શરૂ કરી દીધી છે. આગામી બે સપ્તાહમાં આ બાબતની જાહેરાત થવાની હોવાનુ જાણવા મળે છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, વેદાંતા- ફોક્સકોન જોઈન્ટ વેન્ચર કંપની તેની સેમિકન્ડક્ટરનુ પ્રોડક્શન કરવા માટે પ્લાન્ટ સ્થાપવા યોગ્ય જગ્યાની શોધમાં છે. જે પ્લાન્ટ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં દેશનો સૌ પ્રથમ પ્લાન્ટ બની રહેશે. આ વેદાંતા-ફોક્સકોન કંપનીનુ રૂ.1.54 લાખ કરોડનુ હગ ઈન્વેસ્ટમેન્ટ પોતાના રાજ્યમાં આવે તે માટે મહારાષ્ટ્ર સરકાર ઘણા ધમપછાડા કરી ચૂકી છે. જોકે, વેદાંતા-ફોક્સકોન કંપની ગુજરાતના વિકાસ મોડલ તરફ આકર્ષિત થઈ છે અને હગ ઈન્વેસ્ટમેન્ટ હવે ગુજરાતના આંગણે આવ્યુ છે.

સેમીકન્ડક્ટર પ્લાન્ટ માટે વેદાંતા-ફોક્સકોન કંપની અમદાવાદના ધોલેરા, ગાંધીનગર, સાંબરકાંઠા અને વડોદરા જિલ્લામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે જગ્યા શોધી રહી છે. ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના જાસપુર ખાતેની સર્વે નં. 1220વાળી 29,71,360 ચો.મી. પૈકીની જમીન પ્લાન્ટ માટે સંભવિતોની યાદીમાં સામેલ થઈ છે. મહીસાગર કિનારે આવેલી આ જમીન સરકારી ખરાબાની જમીન છે.

સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા કંપની માટે ટેક્નીકલ, કોમર્સિયલ વાયબીલિટી અને કનેક્ટિવીટીનો મેઈન ક્રાઈટેરીયા છે. જે પૈકી વીજ સપ્લાય સતત મળી રહે તે ક્રાઈટેરીયા પણ મહત્વનો છે. જો એક સેકન્ડ માટે પણ વીજ પુરવઠો ખોરવાય તો કંપનીને કરોડો રૂપિયાનુ નુક્શાન થઈ શકે છે. જોકે, જાસપુર ખાતેની જમીન મહીસાગર કિનારે છે અને ત્યાંથી નજીકમાં જ મહીસાગર કિનારે જ ખંભાત તાલુકાના ધુવારણ ખાતે ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન (જીસેક)નો ગેસ અને સોલાર આધારિત પાવર પ્લાન્ટ આવેલો છે. જેથી સતત વીજ સપ્લાય મળી રહે તેમ છે.

આ સિવાય પ્લાન્ટની નજીકમાં રેલવે લાઈન ન હોવી જોઈએ તે પણ મહત્વની વાત છે. રેલવે લાઈનનુ વાયબ્રેશન આવે તો પ્લાન્ટની કાર્યક્ષમતા પર અસર પડી શકે છે. જોકે, જાસપુરની જમીનથી રેલવે લાઈન ખુબ જ દૂર છે. વડોદરા રેલવે સ્ટેશનથી જાસપુરની જમીન અંદાજે 16 કિ.મી. દૂર છે.

- Advertisement -

આ ઉપરાંત, કનેક્ટીવીટી પણ મહત્વનો ક્રાઈટેરીયા છે. જોકે, જાસપુરની જમીનથી મુંબઈ- દિલ્હી એક્સપ્રેસ વે માંડ 8 કિ.મી. દૂર છે. તેમજ નેશનલ હાઈવે નં.48 તે જમીનથી માત્ર 20 કિ.મી.ના અંતરે જ છે. એકંદરે તમામ પેરાફીટમાં જાસપુરની જમીન પણ યોગ્ય બની શકાય તેવો દાવો થઈ રહ્યો છે.

કંપની ડિસેમ્બર-2021થી જમીન શોધતી હતી

વેદાંતા-ફોક્સકોન કંપની ગત ડિસેમ્બર-2021થી સેમીકન્ડક્ટર પ્લાન્ટ માટે જમીન શોધી રહી હોવાનુ જાણવા મળે છે. ગુજરાત સરકારે ગત જૂલાઈમાં વર્ષ 2022-27ની સેમિકન્ડક્ટર પોલીસી જાહેર કરી હતી એ પછી વેદાંતા- ફોક્સકોનની જોઈન્ટ વેન્ચર કંપનીએ ગુજરાતમાં થયેલા વિકાસને ધ્યાને રાખીને ગુજરાત સરકાર સાથે આ પ્લાન્ટ સ્થાપવા સંદર્ભે ગત તા. 14મી સપ્ટેમ્બરે એમઓયુ કર્યો હતો. વડોદરાની સાથે અમદાવાદ, ગાંધીનગર અને સાંબરકાંઠાની જમીન પણ આ પ્લાન્ટ માટે જોવામાં આવી રહી હોવાનુ જાણવા મળે છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

સુરત: સચિન GIDC ખાતે ગ્રે કાપડ મીલમાં ભંયકર આગ, જાનહાની ટળી

સ્ટેન્ટર મશીનમાં ભડકેલી આગ મીલમાં પ્રસરી ગઈઆ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી ત્રણ કલાકે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સચિન જીઆઈડીસી રોડ નં....

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!