Monday, September 26, 2022
Home Gujarat ગાંધીનગર કોર્પોરેશનમાં યુવા કોંગ્રેસની તોડફોડ: સામાન્ય સભા પુર્વે ધાંધલધમાલ મચી

ગાંધીનગર કોર્પોરેશનમાં યુવા કોંગ્રેસની તોડફોડ: સામાન્ય સભા પુર્વે ધાંધલધમાલ મચી

  • કોંગ્રેસના બે નગરસેવક સહિત ટોળાં સામે ફરિયાદ નોંધાશે
  • સલામતી માટે બંધ કરેલી લોખંડની જાળી તોડી નાંખી
  • ખાડાવાળા રોડ, ડેન્ગ્યુનો કહેર સહિતના મુદ્દે યુથ કોંગ્રેસે આપો ગૂમાવ્યો

ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય સભા પુર્વે જ યુવા કોંગ્રેસ દ્વારા ડહોળું પાણી, રસ્તા પરના ખાડાઓ તથા મચ્છરજન્ય રોગચાળા જેવી શહેરી સમસ્યાઓને લઈને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. મેયર કાર્યાલયના બોર્ડથી લઈને મુખ્ય પ્રવેશ દ્વાર આગળની લોખંડની જાળીની તોડફોડ કરવામાં આવી હતી. આ સમયે ભાજપ સંગઠનના નેતાઓ અને કાર્યકરો પણ ત્યાં સ્થળ પર હાજર હતા. કોંગ્રેસના કાર્યકરો ધમાલ મચાવી રહ્યા હતા છતાં ભાજપના આગેવાનોએ પોતાના પર સંયમ રાખ્યો હતો. સરકારી સંપત્તિને નુકશાન પહોંચાડવા બદલ તથા સરકારી કાર્યવાહીમાં અડચણ ઉભી કરવા માટે થઈને કોંગ્રેસના બે નગરસેવક સહિત ટોળાં સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે તેવું મેયર હિતેશ મકવાણાએ વિગતો આપતાં જણાવ્યું હતું.

- Advertisement -

મેયર હિતેશ મકવાણાની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી. પૂર્વ આયોજિત હોય તેમ કોંગ્રેસનું ટોળું શહેરના પ્રશ્નોને લઈને મેયર પક્ષના કાર્યાલય તરફ સુત્રોચ્ચાર કરતું પહોંચ્યું હતું. આથી સલામતી માટે થઈને મેયર કાર્યાલય પ્રવેશદ્વારની લોખંડની જાળી બંધ કરી દેવામાં આવી હતી. કોંગ્રેસના બેકાબુ ટોળાએ ત્યાં તોડફોડ મચાવી દીધી હતી. લોખંડની જાળી તોડીને જમીન પર ફેંકી દીધી હતી. મેયર કાર્યાલયનું બોર્ડ પણ ચૂરચૂર કરી નાંખ્યું હતું. શહેરમાં ઘણા સમયથી ડહોળું અને અપુરતાં ફોર્સથી પાણી આવતું હોવાને લઈને યુવા કોંગ્રેસના કાર્યકરોએ મેયર કાર્યાલય આગળ માટલા પણ ફોડયા હતા. ઈનચાર્જ કમિશનર ડો. કુલદીપ આર્ય સભાખંડ સુધી ના પહોંચી શકે તે માટે થઈને ગેલેરીમાં તાળાબંધી કરી હતી. આથી કમિશનરને પણ સભાખંડ સુધી પહોંચવા પોતાનો રસ્તો બદલવો પડયો હતો.

પાટનગરના મોટાભાગના રસ્તા તૂટી ગયા છે. ખાડા પડી ગયા છે. ગંદુ ડહોળું પાણી વિતરણ થાય છે અને ડેન્ગ્યુના રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. આ તમામ પ્રશ્નોને લઈને કોર્પોરેશનના બે કોંગી નગરસેવકો અંકિત બારોટ તથા ગજેન્દ્રસિંહ વાઘેલા સહિત અન્ય કાર્યકરોએ કોર્પોરેશનને પલભર માટે રણસંગ્રામમાં ફેરવી નાંખ્યું હતું. મેયર હિતેષ મકવાણાએ આજની ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાંખી હતી. એટલું જ નહિ સરકારી સંપત્તિને જે કંઈ નુકશાન પહોંચાડયું છે તેને સહેજપણ સાંખી નહી લેવાય અને તે માટે કોંગ્રસેના બે નગરસેવકો સહિત યુવા કોંગ્રેસના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. આ માટે વિડીયો રેકોર્ડીંગની ચકાસણી કરાશે. આશ્ચર્યની વાત એ છે કે, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કરોડોના ખર્ચે શહેરમાં સીસીટીવી કેમેરા કોર્પોરેશન દ્વારા નાંખવામાં આવ્યા છે. પરંતુ મેયર વીંગમાં ક્યાંય સીસીટીવી કેમેરા ન હોવાનું સામે આવ્યું હતું.

માત્ર સાત જ મિનીટમાં સામાન્ય સભા પૂરી કરી દેવાઈ

યુવા કોંગ્રેસની ધમાલ વચ્ચે કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી. પરંતુ દસ બાબતોનો એજન્ડા ધરાવતી આ સમાન્ય સભા માત્ર સાત જ મિનીટમાં મેયર હિતેષ મકવાણાએ સંપન્ન કરી દીધી હતી. સામાન્ય સભામાં કોઈ જ પ્રશ્નોત્તરી કાળ નહિ કે એજન્ડા પર ચર્ચા પણ નથી થતી. મેયર અધ્યક્ષપદેથી તમામ મુદ્દા વાંચી ગયા અને સામે બેઠેલા સભ્યોએ માત્ર પાટલી થપથપાવી દેવાની વાવોલ-કોલવડા ટીપી-34, વાવોલ-ઉવારસદ ટીપી-35 બંનેમાં નગરનિયોજકનો પરામર્શ મેળવવા તથા રાંધેજા-પેથાપુર ટીપી-38નો ઈદારો જાહેર કરવાની વાત હતી. તમામ કાર્યો મેયર વાંચતા રહ્યા અને સભ્યોએ પાટલી થપથપાવી અને સામાન્ય સભા સંપન્ન કરેલી જાહેર કરવામાં આવી. સામાન્ય સભામાં તમામ કાર્યો સર્વાનુમતે મંજુરી પામ્યા હતા.

- Advertisement -

મહત્મા મંદિરમાં રાજ્યકક્ષાના વિકાસના કાર્યોના લોકાર્પણનો કાર્યક્રમ હતો. મુખ્યમંત્રી ના નીકળે ત્યાંસુધી કલેક્ટર પણ સ્થળ પરથી ખસી ના શકે. આથી કલેક્ટર કમ ઈનચાર્જ મ્યુનિ કમિશનર કુલદીપ આર્યને સામાન્ય સભામાં પહોંચતા વાર લાગી હતી. જેના કારણે સામાન્ય સભા તેના નિયત સમય કરતાં મોડી શરૂ થઈ હતી.

કોંગ્રેસના બંને સભ્યો સહી કરી નીકળી ગયા, આપના સભ્ય પ્રદર્શનથી દૂર રહ્યા

કોંગ્રેસના બંને નગરસેવકોએ સહી કરી પરંતુ સભા શરૂ થઈ ત્યારે તેઓ સભાખંડમાં ઉપસ્થિત નહતા રહ્યા. જ્યારે આપના નગરસેવક તુષાર પરીખ વિરોધ પ્રદર્શનથી દૂર રહ્યા હતા. આજે સભામાં શાસક પક્ષ ભાજપના ત્રણ સભ્યો ચેરમેન જસવંત પટેલ, હેમાબેન ભટ્ટ તથા રાકેશ પટેલ ગેરહાજર હતા.

Source link

- Advertisement -
RELATED ARTICLES

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!