Wednesday, September 28, 2022
Home International બ્રિટનમાં હિન્દુ મંદિરમાં તોડફોડ, ભારતે વિરોધ નોંધાવી એકશનની કરી માંગણી

બ્રિટનમાં હિન્દુ મંદિરમાં તોડફોડ, ભારતે વિરોધ નોંધાવી એકશનની કરી માંગણી

  • લેસ્ટરમાં અજ્ઞાત લોકોએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી હતી
  • બ્રિટનમાં ભારતીય હાઈ કમિશને વિરોધ નોંધાવ્યો
  • પૂર્વ લેસ્ટરમાં અજાણ્યા શખ્સોએ એક હિન્દુ મંદિરની બહાર ભગવો ધ્વજ ફેંકી દીધો હતો

બ્રિટનમાં ભારતીય હાઈ કમિશને ઈંગ્લેન્ડના લેસ્ટર શહેરમાં ભારતીય સમુદાય વિરુદ્ધ થયેલી હિંસાની નિંદા કરી છે. હાઈ કમિશને પણ આ બાબતે તાત્કાલિક પગલાં લેવાની અને આ હુમલાઓમાં અસરગ્રસ્તોને રક્ષણ આપવાની માગણી કરી છે. વાત એમ છે કે લેસ્ટરમાં અજ્ઞાત લોકોએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી હતી અને મંદિરની ઉપર ભગવો ધ્વજ ઉતારીને ફેંકી દીધો હતો.

- Advertisement -

બ્રિટનમાં ભારતીય હાઈ કમિશને રજૂ કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે લેસ્ટર શહેરમાં ભારતીય સમુદાય વિરુદ્ધ હિંસા અને હિંદુ મંદિરની તોડફોડ અને પ્રતિકના વિનાશની સખત નિંદા કરીએ છીએ.” અમે આ મામલો યુકે પ્રશાસન સાથે જોરશોરથી ઉઠાવ્યો છે અને આ હુમલાઓમાં સામેલ લોકો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. અમે આ હુમલાના પીડિતોને સુરક્ષા માટે પણ હાકલ કરીએ છીએ.

શું થયું હતું?

પૂર્વ લેસ્ટરમાં અજાણ્યા શખ્સોએ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી હતી અને મંદિરની બહાર ભગવો ધ્વજ ફેંકી દીધો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ઘટનાના વીડિયોમાં જોઈ શકાય છે કે કાળા વસ્ત્રો પહેરેલો એક વ્યક્તિ મંદિરની ઇમારત પર ચઢે છે અને ભગવો ઝંડો ઉતારી દે છે. મંદિરમાં તોડફોડની આ ઘટના વાસ્તવમાં હિન્દુ અને મુસ્લિમ જૂથો વચ્ચેના કોમી તણાવને અંજામ આપ્યો હતો. હકીકતમાં ગયા મહિને ભારત-પાકિસ્તાન એશિયા કપ ક્રિકેટ મેચ બાદ બંને સમુદાયો વચ્ચે તણાવ વધી ગયો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાનની મેચ બાદથી આ વિસ્તારમાં બે સમુદાયો વચ્ચે તણાવનું વાતાવરણ હતું. આ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. જે બાદ એક બીજા પર ટોણા માર્યા બાદ બંને પક્ષો વચ્ચે તણાવ વધી ગયો હતો. આ પછી એક તરફના ટોળાએ મંદિરમાં તોડફોડ કરી હતી. લેસ્ટર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

આ કેવી વાત? હવેથી લગ્ન પણ થશે EMI પર?

15 હજાર જેટલાં નવદંપતી એક સર્વેક્ષણ કરવામાં આવ્યું સર્વેક્ષણ પ્રમાણે એક લગ્નમાં સરેરાશ રૂપિયા 22 લાખનો ખર્ચ થાય છે દંપતિઓના જણાવ્યા પ્રમાણે લગ્ન ખર્ચ હપ્તામાં આપવાની...

યુગાન્ડામાં વધ્યો ઈબોલાનો પ્રકોપ, 23 લોકોના મોતથી હાહાકાર

જીવલેણ ઈબોલા વાયરસનો ખતરો વધ્યો આ રોગની કોઈ રસી વિકસાવાઈ નથી 23 મોતમાંથી ફક્ત 5ની ઓળખ થઈ છે યુગાન્ડામાં જીવલેણ ઈબોલા વાયરસનો ખતરો ઘણો વધી ગયો છે....

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!