Monday, September 26, 2022
Home National બિહારના રાજકારણમાં ઉથલપાથલ | પીએમ મોદીએ કર્યો દેશના અંતિમ ચિતાના શિકારીનો ઉલ્લેખ

બિહારના રાજકારણમાં ઉથલપાથલ | પીએમ મોદીએ કર્યો દેશના અંતિમ ચિતાના શિકારીનો ઉલ્લેખ

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે જ્યાં દેશભરમાં જુદા જુદા પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે તાય્રે વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામિબિયાથી આવેલ 8 ચિત્તાઓને ખુલ્લા મુક્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે દેશના અંતિમ ચિત્તના શિકારીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તો આજે પીએમ મોદીના જન્મ દિવસે જાણો તેમના ખાસ મિત્રો જેમને તેઓ આજે પણ યાદ કરે છે. તો, આજે બિહારના રાજકારણમાં વધુ એક ભૂકંપ સર્જાયો છે. CBI બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને જેલમાં ધકેલવાની તૈયારીઓ કરી રહ્યું છે તો બીજી બાજુ નીતીશ કુમાર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી 2024ની લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર બની શકે છે.ની સાથે સાથે વાંચો દેશ દુનિયાના 6 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિક પર…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસ નિમિત્તે કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી ચિત્તાઓને છોડયા હતા. ત્યારબાદ પીએમએ કહ્યું કે આજે આપણને જૈવવિવિધતાની કડીને જોડવાની તક મળી છે જે દાયકાઓ પહેલા તૂટી ગઈ હતી. ચિત્તા ભારતની ધરતી પર પાછા ફર્યા છે.
પ્રધાનમંત્રી ઘણી વાર ભાષણમાં કે બ્લોગમાં તેમના મિત્રોનો ઉલ્લેખ કરતાં જોવા મળ્યા છે. તેમણે હીરાબાના 100 માં જન્મદિવસે અબ્બાસનો ઉલ્લેખ કર્યો હતો જે તેમનો નાનપણનો મિત્ર હતો. અબ્બાસ વિશે તેમણે લખ્યું હતું કે અબ્બાસના પિતા અને મારા પિતા મિત્રો હતા અને અબ્બાસના પિતાનું અચાનક મૃત્યુ થઈ જતાં મારા પિતા તેમને અમારા ઘરે લઈ આવ્યા હતા અને હીરા બાએ પોતાના બાળકની જેમ જ મોટો કર્યો હતો. જેઓ હાલ ઓસ્ટ્રેલિયામાં હોવાના સમાચાર છે.
બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવ મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સીબીઆઈએ તેજસ્વી યાદવના જામીન રદ કરવા માટે દિલ્હી કોર્ટમાં અરજી દાખલ કરી છે. ત્યારબાદ કોર્ટે તેજસ્વી યાદવને પણ નોટિસ પાઠવી છે. આ અરજી બાદ સીબીઆઈની વિશેષ કોર્ટે તેજસ્વી યાદવને સમન્સ પાઠવ્યા છે. CBIની સ્પેશિયલ કોર્ટમાં આપવામાં આવેલી અરજી બાદ બિહારના રાજકારણમાં હડકંપ મચ્યો છે. ઉલ્લેખનિય છે કે, તેજસ્વી યાદવ પર IRCTC ટેન્ડર કૌભાંડનો આરોપી છે અને હાલ જામીન પર બહાર છે.
નીતીશ કુમાર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી 2024ની લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર બની શકે છે. આ અંગે JDU તરફથી પણ સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે. એવું કહેવાય છે કે દિલ્હીનો રસ્તો લખનઉ એટલે કે ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે. આવી સ્થિતિમાં JDU ફુલપુરથી લોકસભા ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર તરીકે નીતીશ કુમારને મેદાનમાં ઉતારીને ભારતીય જનતા પાર્ટીને તેના જ ગઢમાં ઘેરવાની તૈયારી કરી રહી છે.
બિહારના બેગુસરાય જિલ્લામાં મંગળવારે સાંજે ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે બાઇક પર સવાર ચાર ગુનેગારોએ 30 કિમી સુધી ગોળીબાર કર્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 10 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને લઈને જોરદાર રાજકારણ ગરમાયું છે. બેગુસરાયના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે સમગ્ર મામલાની સીબીઆઈ તપાસની માંગ કરી છે.
સોશિયલ મીડિયાના આ યુગમાં કોઈપણ માહિતી લોકો સુધી પહોંચાડવી ખૂબ જ સરળ બની ગઈ છે. હાલમાં જ એક સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે જે પણ લોકસભા ચૂંટણીમાં વોટ નહીં કરે તેમના ખાતામાંથી 350 રૂપિયા કપાશે. દરેકને ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર છે. પરંતુ શું એવું થશે કે મતદાન ન કરવા બદલ પૈસા કપાશે? આવો જાણીએ આ વાયરલ સમાચારની સત્યતા વિશે.
વડોદરા શહેર અને જિલ્લામાં સસ્તાદરે મળતા ઘીમાં પામોલિન તેલ, વનસ્પતિ ઘી, એસેન્સ, ચરબી સહિતની ભેળસેળ કરાતી હોવાની બૂમ ઉઠી છે. જ્યારે, બીજીબાજુ કેટલાક વેપારીઓ દેશી ઘીનો મનસ્વી ભાવ લઇ ગ્રાહકોને ધોળેદહાડે છેતરે છે.
અમદાવાદમાં અગાઉ સિંધુ ભવન પર ચાલતા હુક્કાબાર પર દરોડાના સમાચારો આવ્યા હતા ત્યારે અમદાવાદમાં વધુ એક દરોડાના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોલેજ પાસે આવેલા ટીસીસ હુક્કાબાર પર વિજિલન્સની ટીમ ત્રાટકી છે. અમદાવાદમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પડી છે. એલિસબ્રિજ વિસ્તારમાં ઓલ્ડ ટીસીસ હુક્કાબારમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડ્યો છે.
પાટણ ખાતે આવેલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે તેમના કાર્યકાળ દરમ્યાન વડનગરથી વડાપ્રધાન સુધીના અનુભવો દેશના 21 ખ્યાતનામ વ્યક્તિઓએ અનુભવોના આધારે મોદી @ 20 પુસ્તક લખ્યું છે. જે પુસ્તકનો સારાંશ આજે GPSCના પૂર્વ ચેરમેન ડૉ. દિનેશ દાસા અને પૂર્વ ઉપકુલપતિ ડૉ. જગદીશ ભાવસાર દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
અમદાવાદમાં વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા વિકસે તથા વિદ્યાર્થીઓ રીસર્ચ અને ઇનોવેશનમાં આગળ વધે તે માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ફેસ્ટીવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીની સાથે સાથે આ કાર્યક્રમમાં જીતુ વાઘાણી અને કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદના માણેક ચોકમાં લાખા પટેલની પોળમાં મકાન ધરાશાયી થયું છે. આ ઘટના અંગેની માહિતી મળતા ફાયર વિભાગની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવકાર્ય હાથ ધર્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે કાટમાળમાં દટાયેલા ત્રણ વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢ્યા હતા.
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની થોડા દિવસ પહેલા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી અને ત્યાર બાદ કોર્ટે તેમના 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. હવે આ જ કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને મહેસાણા કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યું છે.
બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાન બાદ રાષ્ટ્રીય શોક ચાલી રહ્યે છે. બ્રિટન સહિત દુનિયાભરના લોકો તેમને અંતિમ વિદાય આપી રહ્યા છે. રાણી એલિઝાબેથ IIનું 96 વર્ષની વયે અવસાન થયું છે. તે લગભગ 70 વર્ષ સુધી બ્રિટનના રાણીના પદ પર રહ્યા હતા. બ્રિટનનો રાજવી પરિવાર અને ત્યાંના લોકો વેસ્ટમિંસ્ટર એબીમાં તેણીને અંતિમ વિદાય આપશે.
મોરાલિટી પોલીસ દ્વારા તેહરાનમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ કોમામાં જતી એક યુવાન ઈરાની મહિલાનું શુક્રવારે મૃત્યુ થયું હતું.મીડિયા અનુસાર, છોકરીના પરિવાર અને સામાજિક કાર્યકરોએ તેના શંકાસ્પદ મૃત્યુ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી અને ન્યાયની માંગ કરી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

હિન્દુ બનવા ધર્મ પરિવર્તનની જરૂર નથી, ભારતમાં રહેતા તમામ હિન્દુ: ભાગવત

'ભારતીય અને હિન્દુ બંને સમાનાર્થી છે, ભારતમાં રહેતા તમામ લોકો ઓળખની દ્રષ્ટિએ હિન્દુ છે' 'ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ફેલાવનારા મુઘલો, બ્રિટિશ શાસકો પહેલા પણ હિંદુઓ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત, બસ ખાઇમાં ખાબકતા 7 વિદ્યાર્થીઓના મોત

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત, 10 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહિમાચલના કુલ્લુમાં (Kullu) એક દર્દનાક અકસ્માત થયો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

નવલાં નોરતામાં ખોડલધામમાં ભક્તિમય માહોલ, પાટીદાર ભક્તોએ કરી પદયાત્રા

આજથી નવ દિવસ મહા આરતી ધજા રોહણ સહિતના કાર્યક્રમોખોડલધામ ખાતે આજે સવારથી જન સમુદાય ઉમટી પડ્યો નરેશ પટેલની આગેવાનીમાં પદયાત્રા યોજાય હતી પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર...

દુલીપ ટ્રોફી: સાઉથ ઝોનને હરાવી વેસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું

ફાઇનલમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને 294 રનથી હરાવ્યું વેસ્ટ ઝોને છેલ્લા ત્રણ દિવસમાં મજબૂત પ્રદર્શન કર્યું યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ મેચ બન્યો ઘરઆંગણાની ટૂર્નામેન્ટ દુલીપ...

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!