Sunday, September 25, 2022
Home Gujarat ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો, મહુધામાં સવા એક, નડિયાદમાં એક ઈંચ

ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો, મહુધામાં સવા એક, નડિયાદમાં એક ઈંચ

  • 12 કલાકમાં જિલ્લામાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ
  • વહેલી પરોઢે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો
  • વરસાદી મહોલના કારણે જિલ્લાવાસીઓએ ઉકળાટ અને બફારાથી રાહત અનુભવી

ખેડા જિલ્લામાં ગુરૂવાર વહેલી પરોઢે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. સૂર્યોદય થયા વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે સુધી મેઘરાજાએ વિરામ લીધો હતો. ત્યારબાદ 3 વાગ્યાના અરસામાં ધીમીધારે શરૂ થયેલા વરસાદ વચ્ચે હળવા ભારે ઝાપટાં પડયા હતા. સવારના 4 થી સાંજે 4 વાગ્યા સુધી એટલે 12 કલાકમાં જિલ્લામાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધારે મહુધામાં સવા એક ઇંચ વરસાદ ખાબકયો હતો. જયારે સૌથી ઓછો મહેમદાવાદ તાલુકામાં એક મી.મી વરસાદ નોંધાયો હતો. વરસાદી મહોલના કારણે જિલ્લાવાસીઓએ ઉકળાટ અને બફારાથી રાહત અનુભવી છે. ખેડા જિલ્લામાં ચોમાસાની સિઝનના પ્રારંભ એકદંરે સારો વરસાદ વરસતાં ખેડૂતોમાં આનંદની લહેર વ્યાપી ગઇ હતી. જિલ્લામાં ગત વર્ષે સિઝનમાં 26.56 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેની સરખામણીમાં ચાલુ વર્ષે 4.88 વધુ ઇંચ એટલે કે 31.44 ઇંચ વરસાદ નોંધાયો છે.

- Advertisement -

હવામાન ખાતાના નિષ્ણાંતો મુજબ આગામી દિવસોમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. જિલ્લામાં સમયાંતરે પડેલા વરસાદના પગલે કોઇ મોટુ નુકશાન થયેલ નથી. પાણી ભરાવવાની સમસ્યા પણ અશત : અમુક વિસ્તારોમાં સર્જાઇ છે. છેલ્લા 3-4 દિવસથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટા છવાયા વરસાદી ઝાપટાં પડયા હતા. બુધવારે આખો દિવસ વિરામ લીધા બાદ ગુરૂવારે વહેલી પરોઢે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. સવારે 6 વાગ્યા પછી વરસાદ થંભી ગયો હતો. બપોરે આકાશમાં વાદળો ગોરંભાયા હતા. બપોરે 3 વાગ્યાના અરસામાં વરસાદ તૂટી પડયો હતો. જોરદાર વરસાદી ઝાપટું પડયા બાદ મેઘરાજાની સવારી થોભી ગઇ હતી.

સવારે 4 થી સાંજે 4 વાગ્યા સુધીમાં જિલ્લામાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદને લઇને સામાન્ય ઠંડક થતાં ઉકળાટ, બફારાથી જિલ્લાવાસીઓ રાહત અનુભવી હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

વાઘોડિયાના જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી 6 ફુટના અજગરનું રેસક્યુ

રેસક્યુ કરી અજગર વન વિભાગને સોપવામાં આવ્યોઅર્ધો કલાકની જહેમત બાદ ઝડપી પાડવામાં આવ્યો ટ્રસ્ટના કાર્યકરોએ અજગરનું રેસક્યુ કર્યું વાઘોડિયા તાલુકાના જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી શનિવારે...

સહકારી ક્ષેત્રે બે પક્ષોનું ઇલુ ઇલુ ચાલતું હતું, મે બંધ કર્યું: પાટીલ

રાજકોટ જિલ્લા સહકારી બેંકની જામકંડોરણામાં સામાન્ય સભા મળીવડાપ્રધાન 11 ઓક્ટોબરે જામકંડોરણાની મુલાકાત કરશે: પાટીલમોસમી ધિરાણ તેમજ અન્ય ધિરાણ આપવા જાહેરાત કરી રાજકોટ જિલ્લા સહકારી બેંકની...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

VIDEO : ઉર્ફી જાવેદની એરપોર્ટ પર ખુશનુમા અદા, નવા લુકમાં આપ્યા પોઝ

નવા લુક સેન્સ માટે જાણીતી ઉર્ફી જાવેદની વધુ એક કાતિલ અદાથી ચાહકોના હોશ ઉડ્યા ઉર્ફી જાવેદે ફ્લાવર ડિઝાઈનની બ્રાલેટ સાથે ડેનિમ શોર્ટ સ્કર્ટમાં એરપોર્ટ પર...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!