Monday, September 26, 2022
Home Gujarat અમદાવાદના બે યુવાનો ઝાંઝરીના ધોધમાં ડૂબી ગયા

અમદાવાદના બે યુવાનો ઝાંઝરીના ધોધમાં ડૂબી ગયા

  • ઉપરાછાપરી બનાવો છતાં અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી
  • છ યુવાનોનું ગ્રૂપ બાઈકો પર આવ્યું હતું : ચાર યુવાનો બચી ગયા
  • ત્રણ મહિના અગાઉ આ જ પ્રકારે અમદાવાદના ત્રણ યુવાનો ડૂબી ગયા હતા

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વિખ્યાત પ્રવાસન સ્થળ ઝાંઝરી ખાતે ધોધમાં નહાવા પડેલા અમદાવાદના બે યુવાનો ડુબી જતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. ઝાંઝરી ધોધ ખાતે સહેલાણીઓના ડુબી જઈને મૃત્યુના ઉપરાછાપરી બનાવો છતાં અધિકારીઓના પેટનું પાણી પણ ન હાલતા લોકો તેમના પર ફિટકાર વરસાવી રહ્યા છે.

- Advertisement -

આંબલીયારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના મેઘાણીનગર તેમજ કુબેરનગર વિસ્તારમાં રહેતા છ કોલેજ મિત્રોનું ગ્રુપ આજે રવિવારે અરવલ્લીના બાયડના ઝાંઝરી ધોધ ખાતે નહાવાની મજા માણવા આવ્યુ હતુ. બપોરે દોઢેક વાગ્યાના સુમારે તેઓ ધોધમાં નહાવા પડયા હતા. જે પૈકી જીતુ વિનોદસિંહ બઘેલ (ઉ.વ.19, રહે. બી.વી.તોમર સ્કુલ, વિદ્યાનગર, ભાર્ગવ રોડ, કુબેરનગર, અમદાવાદ) અને અમન રાજુસિંહ તોમર (ઉ.વ. 19, રહે. ન્યુ સિંધી કોલોની, સૈજપુર બોઘા, કુબેરનગર, અમદાવાદ) પાણીમાં ડુબવા લાગ્યા હતા. સાથી મિત્રોએ બુમાબુમ કરી મુકી હતી. જો કે, બંન્ને યુવાનો ડુબી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. ત્યાર બાદ સ્થાનિક તરવૈયાઓની મદદથી બંન્ને યુવાનોના મૃતદેહો બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવાયા હતા. બચી ગયેલા અન્ય ચાર યુવાનો મેઘાણીનગર, કુબેરનગરના રહીશ હોવાનું જાણવા મળ્યુ હતુ. બંન્ને મૃતક યુવાનોના માતા-પિતાએ ભારે રોકકળ કરી મુકતા વાતાવરણ ગમગીન બની ગયુ હતુ. ત્રણેક મહિના પહેલા અમદાવાદથી આવેલા ત્રણ યુવાનો આ જ પ્રકારે અહીં ડુબીને મોતને ભેટયા હતા. છતાં સ્થાનિક વહીવટી તંત્ર તમાશા જોઈ રહ્યુ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

ચેતવણી દર્શાવતા બોર્ડ ઠેરના ઠેર !

ત્રણ માસ અગાઉ અમદાવાદના ત્રણ યુવાનો અહીં ડુબી ગયા બાદ વહીવટી તંત્રએ મોટા ઉપાડે ચેતવણી દર્શાવતા બોર્ડ લગાવવાની જાહેરાતો કરી હતી. પરંતુ આ પ્રકારના બોર્ડ તૈયાર થઈને આવ્યા હોવા છતાં આજદિન સુધી લાગી શક્યા નથી. અધિકારીઓની આળસ અજાણ સહેલાણીઓના જીવ લઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

સ્થાનિક પોલીસ પણ રવિવારે જ ગાયબ !!!

- Advertisement -

ઝાંઝરી ખાતે અત્યાર સુધીમાં 100થી વધુ લોકોનો ભોગ લેવાયો છે. દર શનિ-રવિ અહીં મોટી સંખ્યામાં અન્ય જિલ્લાઓમાંથી પ્રવાસીઓ આવતા હોઈ સ્થાનિક આંબલીયારા પોલીસ અહીં પેટ્રોલિંગ કરે તે જરૂરી છે. પરંતુ સ્થાનિકોના આક્ષેપ પ્રમાણે હાઈ-વે પર ઉઘરાણા કરવા સિવાય પોલીસ અહીં ફરકતી નથી. જેથી નવયુવાનો એક પછી એક મોતને ભેટી રહ્યા છે. રવિવારે પોલીસ કમસે કમ અહીં હાજર રહે તો પણ મોતનો સીલસીલો અટકે તેમ છે તેવુ સ્થાનિકોનું માનવુ છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની મજા

9 દિવસ સુધી કરાય છે માતાજીની આરાધના મખાણા ઉપવાસમાં આપે છે એનર્જી ગળ્યું ખાવાનું મન છે તો બનાવો ખીર આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ...

12 વર્ષ નાના અર્જુન સાથે મલાઇકાએ કરી સગાઇ! હાથમાં પહેરી રિંગ

મલાઇકાએ શેર કર્યો વીડિયોફ્લોન્ટ કરી ડાયમંડ રિંગવીડિયો થયો વાયુવેગે વાયરલઅરબાઝ ખાનની એક્સ પત્ની મલાઈકા અરોરા હવે 12 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!