Tuesday, September 27, 2022
Home Sports બે સ્ટાર ફાસ્ટ બોલરોની ટીમ ઇન્ડિયામાં વાપસી, શરૂ કરી ટ્રેનિંગ

બે સ્ટાર ફાસ્ટ બોલરોની ટીમ ઇન્ડિયામાં વાપસી, શરૂ કરી ટ્રેનિંગ

  • જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલ ટીમમાં પરત ફર્યા
  • બંને ખેલાડીઓ ઈજાના કારણે બે મહિના ટીમથી બહાર હતા
  • T20 વર્લ્ડકપ માટે બંને ખેલાડીઓની પસંદગી કરાઈ છે

વર્લ્ડકપ પહેલા અનુભવી ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને યુવા ઝડપી બોલર હર્ષલ પટેલ આ બંને ટીમમાં પરત ફર્યા છે. બંને ખેલાડીઓ ઈજાના કારણે ટીમની બહાર હતા અને રિહેબ માટે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં હતા. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલની T20 વર્લ્ડકપ માટે ટીમમાં પસંદગી કરવામાં આવી છે. બંને ઈજાના કારણે ટીમની બહાર હતા. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ બંને ખેલાડીઓ વર્લ્ડકપ પહેલા યોજાનારી બે શ્રેણીમાં પોતાનું જૂનું ફોર્મ પાછું મેળવી શકશે? બંને બોલર બે મહિના પછી મેચ રમશે.

- Advertisement -

બંને સ્ટાર બોલરો ફિટ થઈને પરત ફર્યા

મેડિકલ ટીમે બંનેને ફિટ જાહેર કર્યા હતા. આ સાથે બંનેની ટીમમાં પસંદગી પણ થઈ ગઈ છે. પરંતુ હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું આ બંને ખેલાડીઓ વર્લ્ડકપ પહેલા યોજાનારી બંને શ્રેણીમાં પોતાનું જૂનું ફોર્મ પાછું મેળવી શકશે કે નહીં? બંને સ્ટાર બોલર લગભગ બે મહિના પછી મેચ રમશે.

બે મહિના પછી બંને મેચ રમશે

- Advertisement -

બુમરાહે છેલ્લી મેચ 14 જુલાઈના રોજ લોર્ડ્સ ODIમાં ઈંગ્લેન્ડ સામે રમી હતી.જ્યારે હર્ષલે તેની છેલ્લી મેચ 10 જુલાઈએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ નોટિંગહામમાં જ રમી હતી. ઈજાના કારણે બહાર થયા પહેલા બંને બોલર સારા ફોર્મમાં હતા. જો તે બન્ને આ જ ફોર્મમાં પાછા ફરે છે, તો તે ટીમ ઈન્ડિયા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે.

છેલ્લી પાંચ ઇનિંગ્સમાં બંને બોલરોનું પ્રદર્શન

જસપ્રીત બુમરાહ – 15 વિકેટ

હર્ષલ પટેલ – 7 વિકેટ

ઓસ્ટ્રેલિયા શ્રેણી માટે ભારતીય ટીમઃ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આર.કે. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રિત બુમરાહ.

ભારત વિ ઓસ્ટ્રેલિયા:

1લી T20 – 20 સપ્ટેમ્બર (મોહાલી)

બીજી T20 – 23 સપ્ટેમ્બર (નાગપુર)

ત્રીજી T20 – 25 સપ્ટેમ્બર (હૈદરાબાદ)

T20 વર્લ્ડકપ 2022 માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આર.કે. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.

સ્ટેન્ડબાય ખેલાડીઓ: મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ, દીપક ચહર.

Source link

- Advertisement -
RELATED ARTICLES

તિરુવનંતપુરમમાં ભારતીય ટીમ પહોંચી, ચાહકોએ સંજુ-સંજુના નારા લગાવ્યા

પ્રથમ મેચ બુધવારે તિરુવનંતપુરમમાં રમાશેસાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસ 28 સપ્ટેમ્બરથી શરૂ ચાહકોમાં અલગ જ ગુસ્સાનું વાતાવરણ જોવા મળ્યું T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે...

સ્વિમિંગ પૂલમાં દબદબો મેળવવા ગુજરાતના 18 સ્વિમર્સ તૈયાર, 12 મેડલ્સની સંભાવના

ગુજરાતના 18 સ્વિમર્ગ મેડલ્સ માટેના દાવેદાર રહેશેનેશનલ ગેમ્સમાં ગુજરાત ટોપ-5માં રહેશે તેવી આશા સ્વિમર્સ મોર્ડન ટેક્નિકવાળા પેડલ્સ, પુલ્લબૉય, સ્નોર્કલ સાથે પ્રેક્ટિસ કરે છે ઘરઆંગણે યોજાનારી 36મી...

નેશનલ ગેમ્સમાં મેડલ્સના દાવેદાર સહિત 400 પ્લસ એથ્લેટ્સના ડોપ ટેસ્ટ થશે

ગેમ્સ દરમિયાન સ્પિરિટ ઓફ પ્લે જળવાઈ રહે તે સુનિશ્ચિત કરાશેડોપ ટેસ્ટના દોષિત ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવતા નથી ખેલાડીનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવે તો તેને...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!