Friday, October 7, 2022
Home International ગૂગલ ટેકનોલોજીનો દુરૂપયોગ કરી ફરી ભરાયું, વધુ બે દેશોએ દાવો માંડ્યો

ગૂગલ ટેકનોલોજીનો દુરૂપયોગ કરી ફરી ભરાયું, વધુ બે દેશોએ દાવો માંડ્યો

  • ગૂગલને ગુનેગાર ઠેરવી 1,700 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારાયો
  • ફ્રાન્સમાં કેસ હાર્યા બાદ હવે ગૂગલ લડી લેવાના મિજાજમાં
  • બ્રિટન તથા નેધરલેન્ડના બે પ્રકાશકોએ કોર્ટમાં દાવો માંડયો

ગૂગલે ઓનલાઈન જાહેરખબરો માટે પોતાની અડ-ટૅક (એડવર્ટાઈઝર ટૅકનોલોજી) દ્વારા મોનોપોલીનો દુરુપયોગ કરીને પોતાની જાહેરખબરની આવકમાં મોટું નુકસાન કર્યું હોવાનો આરોપ મૂકીને બ્રિટન તથા નેધરલેન્ડના બે પ્રકાશકોએ કોર્ટમાં દાવો માંડયો છે. ગૂગલની એડ-ટૅક નીતિઓ અંગે યુરોપિયન યુનિયન અને બ્રિટન પહેલાંથી જ તપાસ કરી રહ્યાં છે. ગયા વર્ષે ફ્રાન્સના કમ્પિટિશન કમિશને મોબાઈલ એપ અને વેબસાઈટ્સ પર આપવામાં આવતી જાહેરખબરો અંગે ગૂગલના એડ-સર્વરોને મોનોપોલીના દુરુપયોગ બદલ ગુનેગાર ઠેરવી 1,700 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ દંડ માટે કારણરૂપ તથ્યોનો ગૂગલે કોઈ વિરોધ નહોતો કર્યો.

- Advertisement -

ફ્રાન્સમાં ગૂગલ સામે જીતનાર લો-ફર્મ આ કેસમાં પણ

આ કેસ લડનાર લો-ફર્મ જેરનાડિન પાર્ટનર્સ જ તાજેતરના કેસ લડી રહી છે. નેધરલેન્ડમાં દાખલ કરવામાં આવેલા કેસમાં યુરોપીય યુનિયનના બધા જ પ્રકાશકો ભેગા થયા છે. ગૂગલે પોતાની રજૂઆતમાં કહ્યું કે ગૂગલ એડ-ટૅક સર્વરોએ મુખ્ય જાહેરખબર પ્લેટફોર્મ બનીને સેવાઓ આપીને લાખ્ખો વેબસાઈટ્સ અને એપ્સના વિકાસમાં યોગદાન આપ્યું છે. ગૂગલ આ વખતે કેસ લડવાના મિજાજમાં જણાઈ રહ્યું છે. કેસ દાખલ કરનાર લો-ફર્મે જણાવ્યું કે ગૂગલે પ્રકાશકોના એડ-સર્વર અને એડ-એક્સ્ચેન્જનો દુરુપયોગ કર્યો છે. આ પ્રવૃત્તિ 2014થી ચાલી રહી છે. કમ્પિટિશન વિરોધી મોનોપોલીથી સ્થાનિક અને રાષ્ટ્રીય પ્રકાશકોને મોટું નુકસાન થયું છે. હવે સમય પાકી ગયો છે કે ગૂગલ પોતાની ભૂલ સ્વીકારીને નુકસાનીનું વળતર ચૂકવે.

ટૅક કંપનીઓ પર કોપીરાઇટના કેસ

ફ્રાન્સના કેસમાં કમ્પિટિશન કમિશને દંડ ફટકાર્યો, કારણ કે ગૂગલે પ્રકાશનોના કન્ટેન્ટના સ્નિપેટ્સનો ઉપયોગ કરવા બદલ કોપીરાઈટ ફી ચુકવી નહોતી. યુરોપમાં ઉત્પાદનોની કિંમતોની સરખામણી કરી વિશ્લેષણ કરનાર પ્રાઈસ રનરનો દાવો છે કે ગૂગલે કમ્પિટિશન કાયદાનો ભંગ કર્યો છે. આયર્લેન્ડમાં ડેટા પ્રોટૅક્શન કમિશને અંગત ડેટાની ચોરી અને દુરુપયોગના આરોપો મૂક્યા છે. બ્રિટનમાં મેટા કંપનીએ ફેસબુકનો ઉપયોગ કરવા દેવા ગેરવાજબી શરતોનું પાલન કરાવી ખાનગી ડેટા મેળવ્યો હોવાનો આરોપ છે.

- Advertisement -

એડ-ટૅક શી રીતે કામ કરે?

ગૂગલના જણાવ્યા મુજબ એડ-ટૅક પ્લેટફોર્મ જાહેરખબરો ખરીદવા-વેચવા અને મેનેજ કરવા અને જાહેરાતોને અનેક માપદંડો પર માપવામાં મોટી મદદ કરે છે. એડ-ટૅક એક અટપટા અલ્ગોરિધમની મદદથી કયા ગ્રાહક કયા ઉત્પાદનો માટે કેવી જાહેરાત પસંદ કરશે તે તારવી આપે છે. સાથે જ જાહેરખબર કેટલા લોકોએ જોઈ તે પણ કહી આપે છે. 

Source link

- Advertisement -
RELATED ARTICLES

ઇરાનમાં હિજાબ આંદોલનમાં મુર્દાબાદના નારા,સ્કૂલની વિદ્યાર્થીઓ જોડાયા

મહિલાઓનો અવાજ સાંભળવા સરકાર તૈયાર નથીવિશ્વના વિવિધ દેશો સુધી પહોંચી આંદોલનની ઝાળચાર સપ્તાહ પછી મૃત્યુઆંક 92એ પોંહચ્યોઇરાનમાં 22 વર્ષની યુવતીનું પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ પરિસ્થિતિમાં...

એસ.જયશંકરે ન્યૂઝીલેન્ડ સામે ભારતીય વિદ્યાર્થીઓનો મુદ્દો ઉઠાવ્યો

બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતીન્યૂઝીલેન્ડના વડાપ્રધાન સાથે પણ મુલાકાત કરી હતી ભારતીય વિદ્યાર્થીઓ સાથે નિષ્પક્ષ રીતે વ્યવહાર થાય ન્યૂઝીલેન્ડ પ્રવાસે ગયેલા કેન્દ્રીયપ્રધાન એસ.જયશંકરે પોતાના...

તાઈવાને ચીનના 33 વિમાનો અને યુદ્ધ જહાજોને ટ્રેક કર્યા,ડ્રેગનની ઘૂસણખોરી

33 ચીની લશ્કરી એરક્રાફ્ટ અને 4 નૌકાદળના જહાજો કર્યાતાઈવાનના સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી જવાબમાં તાઈવાને રેડિયો ચેતવણી જારી કરી યુએસ સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાનની મુલાકાત બાદથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!