Monday, September 26, 2022
Home Gujarat ગળપાદર જેલમાં હાઈ સિક્યુરીટી યાર્ડમાંથી બે મોબાઈલ ફોન ઝડપાયા

ગળપાદર જેલમાં હાઈ સિક્યુરીટી યાર્ડમાંથી બે મોબાઈલ ફોન ઝડપાયા

  • અમદાવાદ ઝડતી સ્કવોર્ડની તપાસમાં ચોકાવનારા તથ્યો સામે આવ્યા
  • ફોન FSLમાં મોકલવામા આવે તો અનેક રહસ્યો સામે અવાની સક્યતા
  • યાર્ડના ધાબા ઉપર ખોલી નંબર 1૦ બાજુમાં તપાસ કરતા ભાંડો ફૂટ્યો

ગાંધીધામ તાલુકાના ગળપાદર સ્થિત જિલ્લા જેલમાં આજે અમદાવાદ ઝડતી સ્કવોર્ડની ટીમે છાપો મારીને જુદાજુદા બેરેકમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન જેલના હાઈ સિક્યુરીટી યાર્ડના ધાબામાં આવેલ શૌચાલયમાંથી એક સેમસંગ કંપનીનો તથા એક વીવો કંપનીનો એમ બે મોબાઈલ ફોન તેમજ જીઓ કંપનીનુ 1 સીમકાર્ડ મળી આવતા હડકંપ મચી ગયો છે.

- Advertisement -

ગાંધીધામ એ ડિવિજન પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આજે બપોરના અરસામાં આ ચર્ચાસ્પદ બનાવ પ્રકાશમા આવ્યો હતો. આજે બપોરના 1215 વાગ્યાના અરસામાં પોલીસ મહા નિદેશક જેલ અને સુધારાત્મક વહિવટની કચેરી અમદાવાદના ગૃપ 2 જેલર દેવજી રણમલ કરંગીયા તથા સ્ટાફ સાથે ગાંધીધામ તાલુકાના ગળપાદર સ્થિત જિલ્લા જેલમાં તપાસ હાથ ધરી હતી. ત્યારે સિપાઈ અતુલ ગુણવંત ભેડા તથા મુકેશ ભાના ચૌધરી દ્વારા જેલમાં હાઈ સિક્યુરીટી યાર્ડમાં જમણી બાજુ આવેલ વિભાગ 2ની ખોલી નંબર 7ના શૌચાલયની અંદર તપાસ કરવામા આવી હતી. જેમાંથી સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન તથા ખોલી નંબર 1૦માં પ્લાસ્ટીકની થેલીમાં લટકાવેલ પ્લાસ્ટીકના ડબ્બામાંથી જીઓ કંપનીનુ સિમકાર્ડ મળી આવ્યું હતુ.

સુબેદાર વિક્રમસિંહ રમણજી ઠાકોરે યાર્ડના ધાબા ઉપર ખોલી નંબર 1૦ બાજુમાં તપાસ કરતા તેમાંથી વીવો કંપનીનો આછા દુધીયા કલરનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેલમાં હાઈ સિક્યુરીટી યાર્ડમાંથી ર મોબાઈલ તથા સિમકાર્ડ મળી આવતા હડકંપ મચી ગયો હતો. ઘટના બાદ જેલરે અજાણ્યા આરોપી સામે એ ડિવિજન પોલીસ મથકે ફોજદારી નોધાવી હતી. જે અંગે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

કયા આરોપી મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા?

ઝડતી સ્કવોર્ડના જેલરે એ ડિવિજન પોલીસ મથકે નોધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતુ કે, આ મોબાઈલ ફોન FSLમાં મોકલી તપાસ કરવામા આવે તો ઘણી બાબતોનો ખુલાસો થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમજ મોબાઈલ ફોન કયા આરોપીએ ઉપયોગ કર્યો છે? તેનાથી ગુનાહિત પ્રવૃતિ પ્રસ્થાપિત કરવામા આવી છે? જેલમાં મોબાઈલ કેવી રીતે પહોચ્યા? જેલ ખાતાના કોઈ અધિકારી, કર્મચારીની સંડોવણી છે? ત્યારે તમામ સવાલોના જવાબ મેળવવા પોલીસે પ્રિઝન એક્ટની કલમ 42, 43, 45ની પેટા કલમ 12 મુજબ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની મજા

9 દિવસ સુધી કરાય છે માતાજીની આરાધના મખાણા ઉપવાસમાં આપે છે એનર્જી ગળ્યું ખાવાનું મન છે તો બનાવો ખીર આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ...

12 વર્ષ નાના અર્જુન સાથે મલાઇકાએ કરી સગાઇ! હાથમાં પહેરી રિંગ

મલાઇકાએ શેર કર્યો વીડિયોફ્લોન્ટ કરી ડાયમંડ રિંગવીડિયો થયો વાયુવેગે વાયરલઅરબાઝ ખાનની એક્સ પત્ની મલાઈકા અરોરા હવે 12 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!