Tuesday, September 27, 2022
Home International 'Turkey' નું નામ બદલીને 'Turkiye' કરાયું

‘Turkey’ નું નામ બદલીને ‘Turkiye’ કરાયું

  • તુર્કીના પ્રેસિડન્ટ રેચપ તૈયપ એર્દોગને ડિસેમ્બરે પોતાના દેશના લોકોને તુર્કિયે નામનો ઉપયોગ કરવા કહ્યું હતું.
  • તેમણે દેશની કંપનીઓને પણ નિકાસ થતી વસ્તુઓ પર ‘મેડ ઈન તુર્કિયે’ લખવા કહ્યું હતું.
  • તેમનું કહેવું હતું કે, તુર્કિયે તુર્કી લોકોની સંસ્કૃતિ, સભ્યતા અને મૂલ્યોનું સૌથી સારું પ્રતિનિધિત્વ કરે છે.

સંયુક્ત રાષ્ટ્રએ તુર્કી ગણરાજ્યનું નામ બદલવાના અનુરોધનો સ્વીકાર કરી લીધો છે. સંયુક્ત રાષ્ટ્રમાં હવે તુર્કી (Turkey)નું નામ તુર્કિયે (Turkiye) કરી દેવાયું છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા સ્ટીફન દુજારિકએ કહ્યું કે, તુર્કીના વિદેશ મંત્રી મેવતુલ કાવુસોગ્લૂએ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને એક પત્ર લખ્યો, જેમાં તુર્કીનું નામ તુર્કિયે કરવાનો અનુરોધ કરાયો હતો.

દુજારિકે કહ્યું કે, પત્ર મળ્યા પછી તરત નામ બદલી દેવાયું છે. મંગળવારે Turkey ના વિદેશ મંત્રીએ સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરાષ્ટ્રીય સંગઠનોને પત્ર લખ્યાની જાણકારી આપી હતી. પત્રમાં કહેવાયું હતું કે, ‘અમારા ડિરેક્ટરેટ ઓફ કોમ્યુનિકેશન્સ સાથે મળીને અમે તેના માટે એક સારો આધાર તૈયાર કરવામાં સફળ રહ્યા. અમે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરાષ્ટ્રીય સંગઠનો માટે અમારું નામ બદલ્યું છે.’

તુર્કીના પ્રેસિડન્ટ રેચપ તૈયપ એર્દોગને ડિસેમ્બરે પોતાના દેશના લોકોને તુર્કિયે નામનો ઉપયોગ કરવા કહ્યું હતું.

- Advertisement -

તુર્કીના પ્રેસિડન્ટ રેચપ તૈયપ એર્દોગન (Recep Tayyip Erdogan)એ ડિસેમ્બરમાં પોતાના દેશના લોકોને આંતરાષ્ટ્રીય સ્તર પર દરેક ભાષામાં તુર્કિયે નામનો ઉપયોગ કરવા કહ્યું હતું. ત્યારે એર્દોગને કહ્યું હતું કે, તુર્કિયેને દરેક દેશ માને છે. તુર્કિયે તુર્કી લોકોની સંસ્કૃતિ, સભ્યતા અને મૂલ્યોનું સૌથી સારું પ્રતિનિધિત્વ કરે છે. તે ઉપરાંત એર્દોગને કંપનીઓને કહ્યું હતું કે, તે નિકાસ થનારી બધી વસ્તુઓ પર ‘મેડ ઈન તુર્કિયે’ લખે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સ્વાઝીલેન્ડએ પોતાનું નામ બદલીને ઈસ્વાતીની કરી લીધું હતું. કેટલાક સમય પહેલા નેધરલેન્ડે દુનિયામાં પોતાની છબિ સરળ બનાવવા માટે હોલેન્ડ નામ હટાવી દીધું હતું. તે ઉપરાંત મેસેડોનિયાએ પણ ગ્રીસ સાથે એક રાજકીય વિવાદના કારણે પોતાનું નામ ઉત્તર મેસેડોનિયા કરી દીધું હતું. 1935માં ફારસએ પોતાનું નામ બદલી ઈરાન કરી લીધું હતું. ફારસી ભાષામાં ઈરાનનો અર્થ પર્શિયન થાય છે. પશ્ચિમના દેશો તેને ફારસના નામથી બોલાવતા હતા. પરંતુ બાદમાં માનવામાં આવ્યું કે, સ્થાનિક ભાષાના નામથી દેશને ઓળખવો જોઈએ. બર્માએ પણ પોતાનું નામ બદલીને મ્યાનમાર રાખી લીધું. એપ્રિલ 2016માં ચેક રિપબ્લિકનું નામ બદલી ચેકિયા કરી દેવાયું. નામ બદલતા પહેલા આ મુદ્દા પર લગભગ 20 વર્ષ સુધી ચર્ચા-વિચારણા કરાઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

ઈરાનમાં હિજાબ બાબતે અમીની પછી હદીસ નજફી પર પોલીસે ગોળીઓ ચલાવી

આ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 76 લોકોએ જીવ ગુમાવ્યાનજફી ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય ચહેરો હતો વિશ્વના અનેક શહેરોમાં આવા જ પ્રદર્શનો થઈ રહ્યા...

PM મોદી જાપાનના વડાપ્રધાનને મળ્યા, કહું આજે હું બહુ દુખી છું

આબેની 8 જુલાઈના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતીવડાપ્રધાન શિંજો આબેના અંતિમ સંસ્કારમાં ભાગ લેશે ક્વોડ લીડર્સ સમિટ માટે જાપાન ગયા હતા વડા પ્રધાન નરેન્દ્ર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!