Tuesday, September 27, 2022
Home National લખનૌમાં દુર્ઘટના, દિવાલ ધરાશાયી થતા બે બાળકો સહિત 9નાં મોત

લખનૌમાં દુર્ઘટના, દિવાલ ધરાશાયી થતા બે બાળકો સહિત 9નાં મોત

  • હઝરતગંજ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતાં 9 લોકોના મોત
  • વરસાદના કારણે રાહત કાર્યમાં મુશ્કેલી
  • મૃતકોના પરિજનોને 4 લાખ રૂપિયાની રાહતની જાહેરાત

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક મોટો અકસ્માત થયો છે. હઝરતગંજ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતાં 9 લોકોના મોત થયા છે. કરૂણતા એ છે કે આ ઘટનામાં બે બાળકોના પણ મોત થયા હતા. ઘટનાની જાણકારી મળ્યા બાદ સીએમ યોગીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ સાથે મૃતકોના પરિજનોને 4 લાખ રૂપિયાની રાહતની જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -

ભારે વરસાદને કારણે આ દુર્ઘટના થઈ છે. લખનૌમાં ગઈકાલથી સતત વરસાદ પડી રહ્યો છે. દિવાલનો કાટમાળ હટાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. સીએમ યોગીએ પોતે ડીએમ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાની સૂચના આપી હતી. વરસાદના કારણે રાહત કાર્યમાં મુશ્કેલી પડી રહી છે.

ઘર એકદમ જર્જરિત હાલતમાં હતું

- Advertisement -

હઝરતગંજ વિસ્તારમાં ઘણા જૂના મકાનો છે. આ ઘર લગભગ 100 વર્ષ જૂનું કહેવાય છે. વરસાદના કારણે ઘરની આખી દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જેમાં 10 જેટલા લોકો દટાયા હતા. આ સમગ્ર વિસ્તારમાં ઘણી નાની ગલીઓ છે, જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે. કામ ઝડપી બનાવવા અને કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.



Source link

- Advertisement -
RELATED ARTICLES

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

રાજસ્થાન રાજકીય ઉથલપાથલ, આજે સોનિયા ગાંધીને સોંપાશે રિપોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ઓછી અશોક ગેહલોતથી સોનિયા ગાંધી નારાજ રાજસ્થાન કટોકટી અંગે જયપુરથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!