Saturday, October 1, 2022
Home International મેક્સિકોમાં એક જ તારીખ પર ત્રણ વખત ભૂકંપથી દહેશત

મેક્સિકોમાં એક જ તારીખ પર ત્રણ વખત ભૂકંપથી દહેશત

  • મેક્સિકોમાં એક જ તારીખે ત્રીજી વખત ભૂકંપ આવતા નાસભાગ
  • ભૂકંપનું કેન્દ્ર ખૂબ છીછરું હોવાથી તેની અસર વધુ દેખાઈ હતી
  • 19 સપ્ટેમ્બરના રોજ 1985 અને 2017માં પણ ભૂકંપ આવ્યો હતો

ભૂકંપ આવ્યો. બે વિનાશક ભૂકંપની વરસી પર વધુ એક શક્તિશાળી ભૂકંપથી લોકો ભયભીત થયા. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપ સ્થાનિક સમય અનુસાર બપોરે 1:05 વાગ્યે આવ્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, ઘણી ઇમારતોને નુકસાન થયું હતું અને મોટા વિસ્તારમાં વીજળી ડૂલ થઇ હતી. મેક્સિકોમાં 1985 અને 2017માં આજના જ દિવસે એટલે કે 19 સપ્ટેમ્બરના રોજ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 19 સપ્ટેમ્બર 1985નો ભૂકંપ રિક્ટર સ્કેલ પર 8 માપવામાં આવ્યો હતો. આ ભૂકંપના કારણે ઓછામાં ઓછા 5000 લોકોના મોત થયા હતા. 19 સપ્ટેમ્બર 2017ના રોજ આવેલા ભૂકંપમાં 7.1ની તીવ્રતા હતી અને 370 લોકો માર્યા ગયા હતા.

- Advertisement -

ભૂકંપના કેન્દ્રની ઊંડાઈ ઘટવાથી વધુ અસર જોવા મળી હતી

મેક્સિકોની સરકારે જણાવ્યું હતું કે પેસિફિક મહાસાગરના કિનારે વસેલા મંઝાનિલોમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોરની છત તૂટી પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું. અધિકારીઓએ પશ્ચિમી રાજ્ય મિચોઆકનમાં ભૂકંપના કેન્દ્રની નજીકની ઘણી હોસ્પિટલોને નુકસાનની પણ માહિતી અપાઇ હતી. સરકારે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં કાચ પડતાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. બપોરે 1 વાગ્યા પછી તરત જ 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે તેનું કેન્દ્ર કોલિમા રાજ્યની સાથે પશ્ચિમ કિનારે અને મિકોઆકન સરહદ નજીક હતું. ભૂકંપનું કેન્દ્ર બાકીના કરતાં ઘણું છીછરું હતું. તેની ઊંડાઈ માત્ર 15 કિમી હતી, જેના કારણે તેની અસર વધુ થઇ.

સુનામીની ચેતવણી રજૂ કરી પાછી ખેંચી લેવામાં આવી

યુએસ પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે મેક્સિકોના દરિયાકાંઠાના ભાગો માટે સુનામીની ચેતવણી રજૂ કરીને કહ્યું કે મોજાઓ ભરતીના સ્તરથી 1 થી 3 મીટર (3 થી 9 ફૂટ) સુધી પહોંચી શકે છે. મેક્સિકો સિટીના મેયર ક્લાઉડિયા શેનબૌમે જણાવ્યું હતું કે ભૂકંપ પછી રાજધાનીમાં કોઈ મોટા નુકસાનના તાત્કાલિક અહેવાલો નથી. નેશનલ ઓટોનોમસ યુનિવર્સિટી ઓફ મેક્સિકો (UNAM) એ કહ્યું કે એક જ દિવસમાં ત્રણ મોટા ભૂકંપ માટે કોઈ વૈજ્ઞાનિક સ્પષ્ટીકરણ નથી. તે માત્ર શુદ્ધ સંયોગ છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

યુક્રેનનાં કિવમાં સામાન્ય નાગરિકો પર રશિયાનો હુમલો, 25ના મોત

વાહનોને પંચર કરવામાં આવ્યા હતાઆ હુમલા માટે યુક્રેનિયન દળોને જવાબદાર ઠેરવ્યા હતા ઝાપોરિઝ્ઝિયા શહેરનો વિસ્તાર એક મુખ્ય "ટ્રાન્ઝીટ પોઈન્ટ" યુક્રેનના નાગરિકના વાહનોનો કાફલો શુક્રવારે શહેરમાં...

રિસર્ચઃ શું આંગળીની લંબાઈનું પણ છે જાતીય સંબંધ સાથે કનેક્શન?

લેસ્બિયન મહિલાઓની આંગળી વચ્ચેનું અંતર વધુ પુરુષોમાં બીજી અને ચોથી આંગળી વચ્ચે હોય છે વધુ જગ્યા મહિલાઓની રિંગ ફિંગર અને તર્જની આંગળીની લંબાઈમાં અંતર હોય છે આર્કાઈવ...

આ ધર્મમાં નથી યુવતીઓને ક્યારેય વાળ કપાવવાની પરમિશન! મનાય છે ગુનો

આ નિયમોનું પાલન લાંબા સમયથી ચાલી રહ્યું છે મહિલાઓ ફક્ત ઘરની અંદર જ વાળ ખોલી શકે છે કોઈ મહિલા ભૂલથી પણ વાળ કાપે તો તેને પાપ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!