Saturday, October 1, 2022
Home Gujarat સત્તા અને સંપત્તિના નસેડી નેતાઓમાં વિચારધારા, દેશહિત અને બંધુતા જેવું જાણે કંઈ...

સત્તા અને સંપત્તિના નસેડી નેતાઓમાં વિચારધારા, દેશહિત અને બંધુતા જેવું જાણે કંઈ રહ્યું જ નથી…!! – શકીલ સંધી

સત્તા અને સંપત્તિના નસેડી નેતાઓમાં વિચારધારા દેશહિત કે બંધુતા જેવું જાણે કંઈ રહ્યું જ નથી…!!

વર્તમાન સમયમાં દરેક રાજકીય પાર્ટીઓના નેતાઓ જનતા સાથે છેતરપિંડી કરવામાં પી.એચ.ડી કરી ચૂક્યાં છે. કોઈ બસમાં મુસાફરી કરી સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરી જનતાનો સેવક કે હિતેચ્છુ હોવાની છેતરામણી છબી અને ગુણધર્મ દર્શાવી રહ્યો છે તો કોઈ ઓટો રિક્ષામાં મુસાફરી કરી ચૂંટણી ટાણે રિક્ષચાલકોના મત મેળવવા મથામણ કરી રહ્યો છે. તો કોઈ જૂઠા વચનો આપી સત્તા કબજે કરવા મથામણ કરી રહ્યો છે. ટૂંક માં કહીએ તો આ તમામ સૌથી પહેલાં તો પોતાની જાત સાથે છેતરપિંડી કરી રહ્યા છે હવે જનતાએ એ વિચારવું રહ્યું કે જે પોતાની જાત સાથે છેતરપિંડી કરવામાં માહિર હોય તે કયારેય જનતાનું કે દેશનું ભલું ઈચ્છે ખરાં ? કારણ કે આ બધા કરોડોનાં આલિશાન બંગલાઓમાં રહી કરોડોની ગાડીઓમાં કાયમ ફરવાનું પસંદ કરે છે અને ગુજરાતમાં જનતાને હવાઈ સપનાં બતાવવાં હવાઈ જહાજમાં મુસાફરી કરી આવતાં હોય અને અહીંયા આવી ફ્કત ઈમોશનલ વાતોકરી જનતાને દિવસમાં તારા દેખાડી દેશને અધોગતિ તરફ ધકેલવામાં આ લોકોનો સિંહ ફાળો ૨૧ મી સદીના પ્રારંભના ઈતિહાસમાં યાદ રાખવામાં આવશે.

વર્તમાનકાળનો સૌથી અભણ રાજનિતિક નિરિક્ષક એટલે મતદાતા ના સાંભળે છે ના બોલે છે ના તો રાજનિતિક કાર્યક્રમોમાં ભાગ લેછે. તે બિચારો બાપડો મોંઘવારી ગરીબી અને બેરોજગારી જેવાં આકરા પ્રહારો વચ્ચે જીવન જીવવા માટેના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરતાં કરતાં માનસિક તાણ અનુભવે છે. છતાંય ચૂંટણીના દિવસે તાપ તડકો કે ઠંડી વેઠી લાઈનમાં ઉભો રહી પોતાનો અણમોલ અને કીમતી મત વેડફી આવે છે. અને છેલ્લે એટલુંજ કહેશે કે હું રાજનીતિથી નફરત કરું છું. પણ ખરેખરમાંતો આપણી આવી અજ્ઞાનતાને કારણે જ અજ્ઞાની લોકોનું પ્રભુત્વ મતદાતાઓ ઉપર વધતું જાય છે. ત્યારે જ એક સાંસદ એક નાઈટ ક્લબનું ઓપનિંગ રેસ્ટોરન્ટ સમજી કરી આવે છે.

- Advertisement -

શું ક્યારેય આપણે આપણાં બાળકોના ભવિષ્યના ઘડતર માટે મતદાન કર્યુ હતુ ? જો જવાબ ના માં મળે તો આ વખતે સ્થાનિક પ્રતિનિધિને મત આપવા જાવ તો શિક્ષા રોજગાર અને સ્વાસ્થની સાથે ગરીબી મોંઘવારી બેરોજગારી જેવાં મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નાત જાત ધર્મ પંથ વર્ગ કે સમાજના ઉમેદવારોને નહિ પણ યોગ્ય અને અનુભવી શિક્ષિત યુવા ઉમેદવારને મત આપી વિજયી બનાવવામાં સહયોગ આપજો જેથી કરીને જ્ઞાતિવાદ પ્રાંતવાદ ગરીબી મોંઘવારી બેરોજગારી જેવી અનેક સમસ્યાઓનું આપણાં વિસ્તારમાં સુખદ સમાધાન થાય અને દરેક ધર્મ પંથ વર્ગ સમાજનાં લોકો સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે સલામતી અનુભવે સાથે યોગ્ય સામાજીક માળખું તૈયાર થાય અને ગુજરાતનું ગૌરવ વધે વર્તમાન સમયમાં એક જાગૃત મતદાતા તરિકે ફરજ બજાવવી ખૂબ જરુરી છે. ગુજરાતમાં યુવાઓની માનસિક પરિસ્થિતિ ખુબ દયનિય બની રહી છે તેની પાછળનું કારણ એ પણ છે કે રાજકીય ખરીદ સંઘનો વેપલો જેમ જેમ વધતો જાય છે તેમ તેમ દેવામાં ડૂબતો મતદાતા આપગાત કરતો જાય છે.

દીન પ્રતિદીન મતદાતાઓ સાથે અન્યાય વધી રહ્યો છે અને ખુલ્લેઆમ સામાન્ય જનતાના સંવિધાનિક અધિકારોનું હનન. જો કોઈ નેતા પોતાના અંગત સ્વાર્થ માટે પોતાની વિચારધારા ત્યજી દઈ બીજા પક્ષની વિચારધારાની સરણે જતો હોય ત્યારે મતદાતા ને પણ પોતાની વિચારધારા સાથે ચેડાં કરનાર આવાં અધકચરા અજ્ઞાનીઓ સામે કાયદાની દ્રષ્ટિએ આ વિષયમાં નિષ્ણાંતોની સલાહ લઈ ન્યાય માટે આગળ આવવુ પડશે સરકાર ભાજપની હોય કે કોંગ્રેસ કે આપ ગમે તેની તેનો મજહબ ધર્મ સંવિધાન જ હોય છે.

સત્તા અને સંપત્તિના નસેડી નેતાઓપર કાયદાની ચાબુક સમાન મજબૂત કાયદાકીય પ્રક્રિયા માટે એક કલમનો ઉમેરો થવો જરુરી અને જ્યાં સુધી મજબૂત વિરોધ પક્ષનું કોઈપણ રાજ્યમાં નિર્માણ નહી થાય ત્યા સુધી સત્તાપરિવર્તન શક્ય નથી ગુજરાતમાં સત્તાપરિવર્તન નથી થતું તેનું મુખ્ય કારણ વિપક્ષમાં પાવરની ઉણપ અને સાથે ધારાસભ્યો વિપક્ષના અને રિમોટ રૂલીંગ પાર્ટીના હાથમાં બાકી ગુજરાત તો પરિવર્તન જંખી રહ્યું છે.

અધૂરામાં પૂરું રાજનીતિક મહત્વકાંક્ષા મેળવવાની ઈચ્છા ધરાવતો અધકચરો અજ્ઞાની રાજનિતિક અભણ વર્ગ જે ગઈ કાલે ચોર હતો આજે સાહુંકારીનો વેશ ધારણ કરી રાજનિતિક દલાલોની ભૂમિકા નિભાવી પોતાને સમાજનાં હિતેચ્છુ સ્થાપિત કરવા મથામણ કરી સમાજને ગેરમાર્ગે દોરી સમાજનું અસ્તિત્વ દાવપર લગાવી પોતાનાં અંગત સ્વાર્થ સાધવા રાજકીય રોટલા સેકી રહ્યાં છે અને તેની સજા સમાજનો ગરીબ વંચિત તેમજ લાચાર વર્ગ ભોગવી રહ્યો છે……!! – શકીલ સંધી, ૯૯૨૪૪૬૧૮૩૩

- Advertisement -

અહેવાલ : સલીમ મુલ્લા, જામનગર

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!