Saturday, October 1, 2022
Home National ગુજરાતમાં ગુનાખોરીમાં થયો ઘટાડો | શેરબજારમાં કડાકો

ગુજરાતમાં ગુનાખોરીમાં થયો ઘટાડો | શેરબજારમાં કડાકો

ગુજરાત સરકાર ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર લઇને આવી છે. આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા જ ગુજરાતના 8 જિલ્લામાં 11 સ્થળોએ સરકાર દ્વારા શેરી ગરબારૂપે નવરાત્રિનું આયોજન કરાશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે SCOની બેઠકમાં ભાગ લીધો ત્યાં તેમણે કહ્યું કે ભારતમાં 70 હજારથી વધુ સ્ટાર્ટઅપ છે સહિતના અત્યાર સુધીના અગત્યના સમાચાર

- Advertisement -

વધુ વાંચો: સુરતના બમરોલીમાં તિરુપતિ કોમ્લેક્ષમાં 14માં માળેથી પટકાતા 2 લોકોના મોત

અમદાવાદમાં લીફ્ટ તૂટવાને લીધે 7 લોકોના મોત થયાના ઘા હજુ રૂઝાયા પણ ન હતા ત્યાં વધુ એક મહાનગરમાં નિર્માણાધીન ઈમારતમાં મજૂરોના મોત થયાની ઘટના સામે આવી છે. સુરતના બમરોલીમાં લીફ્ટ રીપેર કરી રહેલા 2 મજૂરો 14માં માળેથી પટકાતા બંનેના કરુણ મોત થયા છે. મળતી માહિતી મુજબ સુરતના બમરોલીમાં આવેલ તિરુપતિ પ્લેટિનિયમ કોમ્પ્લેક્ષમાં 2 મજૂરો લીફ્ટના મેઈન્ટેનન્સની કામગીરી કરી રહ્યા હતા દરમિયાન એક મજૂરનું બેલેન્સ જતા તે નીચે પટકવા લાગ્યો હતો અને તેને બચાવવા જતા બીજો મજૂર પણ નીચે પટકાયો હતો. 14માં માળેથી પટકાવાને લીધે બંને મજૂરોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

વધુ વાંચો: ગુજરાતના 8 જિલ્લાના 11 સ્થળોએ સરકાર દ્વારા નવરાત્રિની કરાશે ઉજવણી

નવરાત્રિને લઇને ગુજરાત સરકારે તાજેતરમાં જ મહત્વનો નિર્ણય લીધો હતો. જેમાં રાજ્ય સરકારે આ વર્ષે નવ શક્તિપીઠો પર ગરબાનું આયોજન કરવાનો નિર્ણય લીધો હતો. તો કયાં સ્થળોએ નવરાત્રિના કાર્યક્રમનું આયોજન કરાશે તેની જાહેરાત થઇ ગઇ છે. આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા 11 સ્થળોએ શેરી ગરબા રૂપે નવરાત્રિની ઉજવણી કરાશે.

- Advertisement -

વધુ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રીમાં અંબાજી મંદિરે દર્શન કરશે

નવરાત્રીના તહેવાર નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માં અંબાના દર્શન કરવા માટે અંબાજી આવી શકે છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ અને અંબાજીમાં આગમન અંગે હાલ અંબાજી વહીવટી તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા વડાપ્રધાનના આગમનની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. પરંતુ હજુ સુધી વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ બાબતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વડાપ્રધાન નવરાત્રી દરમિયાન 29 અથવા 30 સપ્ટેમ્બર અંબાજી મંદિરે આવી માં અંબાના દર્શન કરે તેવી શક્યતાઓ રહેલી છે.

વધુ વાંચો: NCRBના રિપોર્ટ: ગુજરાતમાં ગુનાખોરીમાં થયો ઘટાડો, ક્રાઇમ રેટ 11.9%

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (NCRB) દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુના સંબંધિત માહિતી એકઠી કરીને દર વર્ષે ‘ક્રાઇમ ઇન ઇન્ડિયા’ નામની પુસ્તિકા બહાર પાડવામાં આવે છે. તેમાં એક લાખની વસ્તી સામે કેટલા ગુના નોંધાય છે, તે ગુનાનો દર (ક્રાઇમ રેટ) જણાવવામાં આવે છે. ‘ક્રાઇમ ઇન ઇન્ડિયા 2021’ના આંકડાં અનુસાર, ગુજરાતમાં વિવિધ પ્રકારના ગુનામાં રાષ્ટ્રીય આંકડાની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. તેની પાછળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા લેવામાં આવેલા નોંધપાત્ર કાયદા સુધારા અને મક્કમ નેતૃત્વ કારણભૂત છે.

વધુ વાંચો: ભારતમાં 70 હજારથી વધારે સ્ટાર્ટઅપ છે: PM

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની એક મહત્વપૂર્ણ બેઠક આજે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાશે. આ દરમિયાન SCOમાં સુધારા અને વિસ્તરણ, પ્રાદેશિક સુરક્ષા, સહયોગ, જોડાણને મજબૂત કરવા અને વેપારને પ્રોત્સાહન આપવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ પછી, સમરકંદ બેઠક સંબંધિત દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં આવશે.આ સમિટમાં PM મોદી સંબોધન કરી રહ્યા છે.

વધુ વાંચો: PM મોદીને મળેલી ભેટ ખરીદવાનો સોનેરી અવસર, 1222 ગિફ્ટની થશે હરાજી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશ-વિદેશમાંથી સમયાંતરે અનેક ભેટો મળે છે અને જો તમે તેને ખરીદવા માંગતા હો તો તમારા માટે તક આવી છે. PM નરેન્દ્ર મોદી દ્વારા રમતગમત અને રાજકારણીઓ સહિત જીવનના વિવિધ ક્ષેત્રના લોકો પાસેથી મળેલી 1200થી વધુ ભેટોની 17 સપ્ટેમ્બરથી હરાજી થવા જઈ રહી છે અને તેમાંથી મળેલી રકમ નમામી ગંગા મિશનને આપવામાં આવશે.

વધુ વાંચો: સમરકંદમાં PM મોદી સૌથી છેલ્લે કેમ પહોંચ્યા? કૂટનીતિનો કોડવર્ડ સમજો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉઝબેકિસ્તાનની મુલાકાત માંડ 24 કલાક સુધી ચાલશે. તેઓ સમરકંદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના રાષ્ટ્રાધ્યક્ષોની 22મી કોન્ફરન્સમાં ભાગ લેશે. આ દરમિયાન મોદી શું કરશે, તેઓ કોને મળશે, કઇ મીટીંગમાં હાજરી આપશે, આ તમામ ડિપ્લોમસીને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યું છે. કારણ કે ચીન, રશિયા અને ઈરાન જેવા દેશો પણ SCOના સભ્ય છે. પશ્ચિમી દેશો આ ત્રણ દેશોથી ખાર ખાય છે. યુક્રેન પર રશિયાના હુમલા અને તાઈવાન-ચીન વિવાદ વચ્ચે આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારત નથી ઈચ્છતું કે તે કોઈપણ પ્લેટફોર્મ પર કોઈના પક્ષમાં ઊભું જોવા મળે. સમરકંદમાં મોદીના આગમનથી રાજદ્વારી તટસ્થતાનો સંદેશ શરૂ થયો. ગુરુવારે સમરકંદ પહોંચનારા મોદી છેલ્લા નેતા હતા. મોદીએ ના તો SCO નેતાઓના અનૌપચારિક રાત્રિભોજનમાં હાજરી આપી હતી કે ના તો તેમણે સામૂહિક રીતે વૃક્ષારોપણના ફોટો-ઓપમાં ભાગ લીધો હતો. સમરકંદમાં પીએમ મોદીની કૂટનીતિ સમજો.

વધુ વાંચો: વૈશ્વિક બજારો પાછળ સેન્સેકસમાં 1027 અંકનો કડાકો

વૈશ્વિક સ્તરે મંદીની આશંકા વચ્ચે દુનિયાભરના બજારોમાં કડાકો બોલાયો છે. એશિયન બજારોની પાછળ ભારતીય બજારોમાં પણ કડાકો બોલાયો છે. ભારતીય શેર બજાર બપોરે 2.04 વાગ્યે નીચા મથાળે ટ્રેડ થઇ રહ્યા હતા. બીએસઇ ખાતે સેન્સેકસ, 1027 અંકના કડાકા સાથે 58906ની સપાટી પર ટ્રેડ થઇ રહ્યો હતો. જ્યારે એનએસઇ ખાતે નિફટી 328 અંકના કડાકા સાથે 17549 પર ટ્રેડ થઇ રહી છે. રોકાણરાકોરની ત્રણ લાખ કરોડ રૂપિયાની મૂડીનું ધોવાણ થઇ ગયું છે. બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટકેપ 285.9 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 283 લાખ કરોડ પર આવી ગઇ. બજાર તૂટવા પાછળના આ રહ્યા કારણો.

વધુ વાંચો: ગૌતમ અદાણી વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યાઃ ફોર્બ્સ રિપોર્ટ

ગૌતમ અદાણી વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. વિશ્વના ટોપ-10 અબજોપતિઓની યાદીમાં એલોન મસ્ક પછી હવે ગૌતમ અદાણી બીજા નંબરે છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સમાં આ સ્થાન હાંસલ કરવા ગૌતમ અદાણીએ બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી દીધા છે. જોકે, તે હજુ પણ બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં ત્રીજા સ્થાને છે.

વધુ વાંચો: સલમાનની હત્યાના કાવતરામાં મુંબઈ પોલીસ પંજાબ પહોંચી, ગુનેગારોની પૂછપરછ થશે

સલમાન ખાનની હત્યાના કાવતરામાં પંજાબ પોલીસ દ્વારા જે ખુલાસો થઈ રહ્યો છે તેને જોતા મુંબઈ પોલીસની ટીમ તપાસ માટે પંજાબ પહોંચી ગઈ છે. સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં ધરપકડ કરાયેલા શૂટર્સ દ્વારા સલમાન ખાન કેસ વિશે આપવામાં આવી રહેલી મહત્વની માહિતીને જોતા મુંબઈ પોલીસની ટીમ આ સમયે પંજાબ પહોંચી ગઈ છે. અને તાજેતરમાં ધરપકડ કરાયેલા શાર્પ શૂટર્સ દીપક મુંડી અને કપિલ પંડિતની સલમાન ખાનની રેકી અંગે થયેલા ખુલાસા સંદર્ભે પોલીસ પૂછપરછ કરશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચુકવવા નવી સિસ્ટમ અમલી બનશે

ફ્રોડ રોકવા આજથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ માટે ટોકન સિસ્ટમનો અમલ શરૂ કાર્ડ નંબર, એક્સ્પાયરી ડેટ, સીવી નંબર લીક ન થતાં ફ્રોડ પર બ્રેક લાગવાની આશા પીઓએસ,...

અશ્લીલ સામગ્રી પિરસતી 63 પોર્ન સાઇટ પર પ્રતિબંધ લગાવાયો

અત્યાર સુધીમાં કુલ 800થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો સરકારે ઈન્ડિયન ISPsને આદેશ આપીને સાઈટ્સો બ્લોક કરી દીધી નવા આઈટી નિયમ 2021 હેઠળ તમામ વેબસાઈટ્સને...

300થી વધુ દવાઓ પર બારકોડ અથવા QR કોડ લગાવવાના આદેશની તૈયારી

ભારતમાં વેચાતો ફાર્મા સામાન 20 ટકા નકલી હોવાની અમેરિકાએ દાવો કર્યો હતો અમેરિકાએ ભારતને નકલી દવાઓની વધી રહેલી સમસ્યા વિશે ચેતવણી આપી હતી દવાઓના પેકેટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!