Saturday, October 1, 2022
Home National ભારતમાં સુસાઈડ બોમ્બિંગ નથી થયું જે મુસ્લિમોનો દેશ પ્રત્યે વિશ્વાસ દર્શાવે છે

ભારતમાં સુસાઈડ બોમ્બિંગ નથી થયું જે મુસ્લિમોનો દેશ પ્રત્યે વિશ્વાસ દર્શાવે છે

  • પસંદગીના ધર્મનું પાલન કરવાની દરેક નાગરિકને બંધારણે ગેરંટી આપી છે
  • હિજાબ પર પ્રતિબંધ મામલે અરજદારોનાં એડવોકેટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં તેજાબી દલીલો
  • હિજાબ એ ગરિમાનું પ્રતીક છે

સુપ્રીમ કોર્ટમાં મંગળવારે આઠમા દિવસે હિજાબ પર પ્રતિબંધ મામલે અરજદારોનાં એડવોકેટ દ્વારા ગરમાગરમ તેજાબી દલીલો કરવામાં આવી હતી. અરજદાર મુનીષા બુશરા અબેદી તેમજ અન્યોનાં વકીલ એડવોકેટ દુષ્યંત દવેએ દલીલો કરતા કહ્યું હતું કે, ભારતમાં સુસાઈડ બોમ્બિંગ નથી થયા તે મુસ્લિમોનો ભારત પ્રત્યેનો વિશ્વાસ દર્શાવે છે. અંતરાત્માનાં અવાજની સ્વતંત્રતા મુજબ કોઈપણ ધર્મને પસંદ કરવાની કે તેનું પાલન કરવાની દરેક નાગરિકને બંધારણ દ્વારા ગેરંટી આપવામાં આવી છે. જેમાં હિજાબ પહેરવાનો પણ સમાવેશ થઈ જાય છે. મુનીષા બુશરા તેમજ અન્ય બે અરજદારો ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ તેમજ ઝાલિશા સુલતાના યાસીન દ્વારા શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધને બહાલ રાખતા કર્ણાટક હાઈકોર્ટનાં ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. લઘુમતી સમુદાયને ભારતનાં બંધારણમાં વિશ્વાસ છે તેવું જણાવતા દવેએ દલીલો કરી હતી કે મુસ્લિમ દેશોમાં 10,000 સુસાઈડ બોમ્બિંગ થાય છે જ્યારે ભારતમાં આવી ફક્ત એક ઘટના બને છે. ધાર્મિક નિયમોનું પાલન કરવું એ દરેક વ્યક્તિની પોતાની પસંદ છે.

- Advertisement -

હિજાબ એ ગરિમાનું પ્રતીક છે

જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચ સમક્ષ દુષ્યંત દવેએ કહ્યું હતું કે, સરકાર એવી દલીલ કરે છે કે પરિશિષ્ટ 25 અને 26 હેઠળ સંરક્ષણ ફક્ત જેઓ ધર્મનું અભિન્ન અંગ કે અનિવાર્ય હિસ્સો છે તેમનાં માટે છે. આવો અભ્યાસ ધાર્મિક હોઈ શકે છે પણ તે જે તે ધર્મનાં અભ્યાસ માટેનું અનિવાર્ય અંગ નથી તેવી સરકારની દલીલ ખોટી છે. જેમ હિન્દુ મહિલા માથે સાડી ઓઢીને માથુ ઢાંકે છે તેવી રીતે હિજાબ એ મુસ્લિમ મહિલા માટે ગરિમાનું પ્રતીક છે.તેનાંથી શાંતિને કોઈ ખતરો નથી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચુકવવા નવી સિસ્ટમ અમલી બનશે

ફ્રોડ રોકવા આજથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ માટે ટોકન સિસ્ટમનો અમલ શરૂ કાર્ડ નંબર, એક્સ્પાયરી ડેટ, સીવી નંબર લીક ન થતાં ફ્રોડ પર બ્રેક લાગવાની આશા પીઓએસ,...

અશ્લીલ સામગ્રી પિરસતી 63 પોર્ન સાઇટ પર પ્રતિબંધ લગાવાયો

અત્યાર સુધીમાં કુલ 800થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો સરકારે ઈન્ડિયન ISPsને આદેશ આપીને સાઈટ્સો બ્લોક કરી દીધી નવા આઈટી નિયમ 2021 હેઠળ તમામ વેબસાઈટ્સને...

300થી વધુ દવાઓ પર બારકોડ અથવા QR કોડ લગાવવાના આદેશની તૈયારી

ભારતમાં વેચાતો ફાર્મા સામાન 20 ટકા નકલી હોવાની અમેરિકાએ દાવો કર્યો હતો અમેરિકાએ ભારતને નકલી દવાઓની વધી રહેલી સમસ્યા વિશે ચેતવણી આપી હતી દવાઓના પેકેટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!