Tuesday, September 27, 2022
Home National આકાશમાં દેખાઇ રહસ્યમય રોશનીની લાઇન, વીડિયો થયો વાયરલ

આકાશમાં દેખાઇ રહસ્યમય રોશનીની લાઇન, વીડિયો થયો વાયરલ

  • રાત્રિના અંધકારમાં એક વિચિત્ર પ્રકાશ દેખાયો
  • કતારબદ્ધ લાઇટ જતી જોવા મળી તો લોકોએ મોબાઇલથી વીડિયો બનાવ્યો
  • લખનઉ અને લખીમપુર ખેરી સહિત ઘણા જિલ્લામાં દેખાયો

ઉત્તર પ્રદેશના લખનઉ અને લખીમપુર ખેરી સહિત ઘણા જિલ્લાના આકાશમાં અદ્ભુત નજારો જોવા મળ્યો છે. રાત્રે જ્યારે કતારબદ્ધ લાઇટ જતી જોવા મળી તો લોકોએ મોબાઇલથી વીડિયો બનાવ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે, તે શું હતું તેની હજુ સુધી કોઇ પુષ્ટિ થઈ નથી.

- Advertisement -

યુપીની રાજધાની લખનૌમાં આકાશમાં અદ્ભુત નજારો જોવા મળ્યો છે. રાત્રિના અંધકારમાં એક વિચિત્ર પ્રકાશ દેખાયો. ગ્રામજનોએ તેનો વીડિયો પણ બનાવ્યો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આકાશમાં લાંબી પટ્ટીઓ જેવી અનેક લાઈટો સળગી રહી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે લખનઉના મલિહાબાદમાં ગામલોકોએ આ વીડિયો બનાવ્યો છે. જો કે, તે શું હતું તેની પુષ્ટિ થઈ શકી નથી. આકાશની લહેર જેવો પ્રકાશ લોકો માટે આશ્ચર્યનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર આ અંગે વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે.

લખીમપુર ખેરી જિલ્લામાં લોકોએ સોમવારે મોડી સાંજે આકાશમાં એક અનોખો નજારો જોયો. અહીં લગભગ 35 થી 40 તારા જેવી તેજસ્વી આકૃતિ એક લાઇનમાં જતી જોવા મળી હતી.

લખીમપુરમાં પણ આ નજારો જોવા મળ્યો

- Advertisement -

લોકોએ ઘરની છત પર ચડીને તેનો વીડિયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કેટલાક લોકો તેને રોકેટની જેવું કહી રહ્યા છે તો કેટલાક લોકો તારાઓ લાઈનમાં ચાલવાનું કહી રહ્યા છે. વીડિયોને લઈને લોકો વિવિધ પ્રકારની ચર્ચાઓ કરી રહ્યા છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે આ એલોન મસ્કનો સ્ટારલિંક સેટેલાઇટ છે. જો સૂર્યપ્રકાશ વિરુદ્ધ દિશામાં પડી રહ્યો હોય, તો આકાશ સ્વચ્છ હોય ત્યારે તેને જોઈ શકાય છે. સંદેશ.કૉમ આ વીડિયોની કોઇ પુષ્ટિ કરી રહ્યું નથી. 

Source link

- Advertisement -
RELATED ARTICLES

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ વિવાદોમાં ફસાયા મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ વિવાદોમાં ફસાયા મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ...

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!