Monday, September 26, 2022
Home National કેન્દ્રનાં નાણાપ્રધાને અગાઉની યુપીએ સરકારની પોલ ખોલી

કેન્દ્રનાં નાણાપ્રધાને અગાઉની યુપીએ સરકારની પોલ ખોલી

  • ઇકોનોમીમાં 1971માં કરાયેલા સુધારા અધૂરા, મોદી સરકારે ધરખમ ફેરફારો કર્યા : નાણાપ્રધાન
  • શ્રોણીબદ્ધ સુધારાથી ભારતની વિશ્વની પાંચમી સૌથી મોટી ઇકોનોમી તરફ હરણફાળ
  • લાઇસન્સ રાજને કારણે વચેટિયાઓએ કટકી લઈને કરોડોની કમાણી કરી

કેન્દ્રનાં નાણાપ્રધાન અગાઉની યુપીએ સરકારની પોલ ખોલતા જણાવ્યું હતું કે ઈકોનોમીમાં 1971માં કરવામાં આવેલા સુધારા અધૂરા હતા. 2014માં મોદી સરકાર સત્તા પર આવી તે પછી તેમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા. કેન્દ્ર સરકારે ફન્ડામેન્ટલ સિસ્ટેમેટિક ફેરફારો હાથ ધર્યા હતા જેથી ગરીબો અને સમાજનાં નબળા વર્ગનાં લોકોને લાભ આપી શકાય અને તેમની પૂરેપૂરી કાળજી રાખી શકાય. મુંબઈમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં નિર્મલા સીતારામને કહ્યું હતું કે, 2014 પછી અર્થતંત્રમાં કરવામાં આવેલ શ્રોણીબદ્ધ સુધારાને કારણે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી ઈકોનોમી બનવા તરફ હરણફાળ ભરી રહ્યું છે. આ સિદ્ધિઓ ઘણા વર્ષો પહેલાં હાંસલ કરી શકાઈ હોત પણ ઈકોનોમી ખોટા મોડેલમાં અટવાઈ રહેતા તે શક્ય બન્યું ન હતું. સ્વતંત્રતા પછી સરકારની આર્થિક વિચારધારા ભારતનાં મૂલ્યો મુજબની ન હતી. સમાજવાદની વિદેશથી આયાત કરવામાં આવી હતી. આને કારણે લાઈસન્સ રાજ અને ખોટા નિયમો પ્રભાવી બન્યા હતા અને વચેટિયાઓ કટકી ખાઈને કરોડોની કમાણી કરી હતી.

- Advertisement -

1991માં આર્થિક સુધારા શરૂ કરાયા પણ તે યોગ્ય દિશાના ન હતા

સીતારામને કહ્યું કે 1991માં આર્થિક સુધારા શરૂ કરાયા હતા પણ તે યોગ્ય દિશાના ન હતા. ઈકોનોમીને મજબૂરીથી ખુલ્લી મૂકવામાં આવી હતી. જે યોગ્ય રીતે ખુલ્લી મુકાઈ ન હતી. દેશ ચુકવણીની કટોકટીમાં સપડાયો હતો. આપણે IMFની મદદ લેવી પડી હતી. આમ 1991માં IMFની શરતો મુજબનાં સુધારા અધૂરા હતા. યુપીએ સરકાર ભ્રષ્ટાચારમાં આળોટતી હતી. વાજપેયી સરકારે શરૂ કરેલા માળખાગત સુધારા અને GSTનાં સુધારાને યોગ્ય રીતે આગળ ધપાવવામાં આવ્યા ન હતા.

મોદી સરકારે ધરખમ ફેરફારો કર્યા

2014 પછી મોદી સરકાર દ્વારા ઈકોનોમીમાં ધરખમ ફેરફારો કરાયા હતા. સરકારની જવાબદારી ફિક્સ કરાઈ હતી. સરકારે GST, IBC તેમજ કૃષિ માટેનું ટેકારૂપ મિકેનિઝમ શરૂ કર્યું હતું. સુધારા વખતે આમઆદમીની જરૂરિયાતોને ખાસ ધ્યાનમાં લેવાઈ હતી. સરકારે કાશ્મીરમાંથી કલમ 370 રદ કરીને વિકાસનાં કામો હાથ ધર્યા હતા. અગાઉ કાશ્મીરને વિકાસ માટે રકમ ફાળવાતી હતી પણ તે વચેટિયાઓ ખાઈ જતા હતા. આને કારણે કાશ્મીરની ઈકોનોમીમાં સુધારો થયો ન હતો. સરકારે હવે આ ખામીઓ દૂર કરીને કાશ્મીરમાં વિકાસ કામો શરૂ કર્યા છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

હિન્દુ બનવા ધર્મ પરિવર્તનની જરૂર નથી, ભારતમાં રહેતા તમામ હિન્દુ: ભાગવત

'ભારતીય અને હિન્દુ બંને સમાનાર્થી છે, ભારતમાં રહેતા તમામ લોકો ઓળખની દ્રષ્ટિએ હિન્દુ છે' 'ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ફેલાવનારા મુઘલો, બ્રિટિશ શાસકો પહેલા પણ હિંદુઓ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત, બસ ખાઇમાં ખાબકતા 7 વિદ્યાર્થીઓના મોત

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત, 10 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહિમાચલના કુલ્લુમાં (Kullu) એક દર્દનાક અકસ્માત થયો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દુલીપ ટ્રોફી: સાઉથ ઝોનને હરાવી વેસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું

ફાઇનલમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને 294 રનથી હરાવ્યું વેસ્ટ ઝોને છેલ્લા ત્રણ દિવસમાં મજબૂત પ્રદર્શન કર્યું યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ મેચ બન્યો ઘરઆંગણાની ટૂર્નામેન્ટ દુલીપ...

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની મજા

9 દિવસ સુધી કરાય છે માતાજીની આરાધના મખાણા ઉપવાસમાં આપે છે એનર્જી ગળ્યું ખાવાનું મન છે તો બનાવો ખીર આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!