Tuesday, September 27, 2022
Home Entertainment માધુરી દીક્ષિતની પહેલુ OTT ફિલ્મનું ટ્રેલર રિલીઝ, બની પાક્કી ગુજરાતણ

માધુરી દીક્ષિતની પહેલુ OTT ફિલ્મનું ટ્રેલર રિલીઝ, બની પાક્કી ગુજરાતણ

  • ‘મજા મા’ ફિલ્મમાં ગુજરાતણ બનેલી માધુરી દિક્ષીતનો પહેલો ગરબો જ વાયરલ
  • આનંદ તીવારી દ્વારા ડિરેક્ટર ‘મજા મા’ મા જોવા મળશે ગુજરાતી તડકો
  • ડિરેક્ટર આનંદ તીવારીએ ‘બંદિશ બેન્ડિત’ જેવી સુપરહિટ સિરીઝ પણ બનાવી છે

- Advertisement -

માધુરી દીક્ષિતની ઓટીટી ડેબ્યુ ફિલ્મ મજા મા નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. માધુરી ફિલ્મમાં એક પરફેક્ટ માતા તરીકે જોવા મળે છે, જે નિર્ભય અને પોતાના પરિવાર પ્રત્યે સમર્પિત છે.

પ્રાઈમ વિડિયો પર રિલીઝ થનારી ફિલ્મમાં ગજરાજ રાવ, રિત્વિક ભૌમિક, બરખા સિંહ, સૃષ્ટિ શ્રીવાસ્તવ, રજિત કપૂર, સિમોન સિંહ, શીબા ચઢ્ઢા, મલ્હાર ઠાકર અને નિનાદ કામત મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન આનંદ તિવારીએ કર્યું છે જ્યારે સુમિત બાથેજાને તેને લખ્યું છે.

મજા મા ની વાર્તા શું છે ?

- Advertisement -

ટ્રેલરમાં પલ્લવી (માધુરી દીક્ષિત) એક ખુશ-નસીબદાર મહિલા બતાવે છે જે તેના મધ્યમ વર્ગના પરિવારને પોતાની તાકાત માને છે. વાર્તા પલ્લવીની આસપાસ ફરે છે, પરંતુ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ પરિવાર વિખૂટા પડવા લાગે છે. તેના પુત્રની સગાઈ જોખમમાં છે. પલ્લવી પરિવારમાં આવેલા સંકટનો સામનો કેવી રીતે કરશે? આગળની વાર્તા માટે તમારે પણ આ ફિલ્મને જોવી પડશે. જે 6 ઓક્ટોબરના રોજ પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે.

https://youtu.be/gJj90WOWQvg

પ્રાઈમ સાથે માધુરીની પહેલી ઓરિજિનલ ફિલ્મ

ફિલ્મ વિશે વાત કરતાં માધુરી દીક્ષિતે કહ્યું કે તે પ્રાઇમ વિડિયોની પ્રથમ ભારતીય મૂળ ફિલ્મનો ભાગ બનવા માટે ખૂબજ ઉત્સાહીત છે. માધુરીએ કહ્યું કે તેનું પાત્ર ખૂબ જ જટિલ છે. પલ્લવી પટેલ એટલી સરળતા સાથે મોટી જવાબદારી નિભાવે છે કે તેની શક્તિ અને દ્રઢ રહેવાની ક્ષમતાને નજર અંદાજ કરવી સરળ છે.

માધુરીના પુત્રનો રોલ કરી રહેલા ઋત્વિક ભૌમિકે કહ્યું કે હું મમ્મા બોયનો રોલ કરી રહ્યો છું. મારું પાત્ર તેજસ ગંભીર છતાં મહત્વાકાંક્ષી યુવક છે. તે પોતાની જાતને શોધી રહ્યો છે. પ્રાઈમ સિરીઝ ‘બંદિશ બેન્ડિત’ માં મુખ્ય પાત્ર ભજવ્યા બાદ ચર્ચામાં આવેલા ભૌમિકે વધુમાં કહ્યું કે આ પાત્ર મારા માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આ મારી પહેલી ફિલ્મ છે અને પ્રાઈમ વીડિયો સાથેનો ત્રીજો પ્રોજેક્ટ છે. આવી પ્રતિભાશાળી કલાકારો સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવા માટે ઉત્સાહિત છું.



Source link

- Advertisement -
RELATED ARTICLES

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

સની લિયોન સાથે થઈ મોટી છેતરપિંડી, જાણીને તમે પણ હેરાન થઈ જાશો…

સની લિયોનની પોસ્ટ જોરદાર વાયરલ થઈ રહી છેસનીએ વર્ષ 2012માં ફિલ્મ 'જિસ્મ 2'થી તેની બોલિવૂડ સફરની શરૂઆત કરી હતીસનીએ બધાને આ બાબતે સાવચેત રહેવા...

મલાઈકાએ ડાયમંડ રિંગ ફ્લૉન્ટ કરતા ફરી અર્જુન કપૂર સાથેનાં રિલેશન ચર્ચામાં આવ્યાં

સોશિયલ મીડિયા યૂઝર્સે કહ્યું 'અર્જુન કપૂર સાથે સગાઈ કરી લીધી?અનેક ચાહકોએ શુભેચ્છા પાઠવી અર્જુન પ્રેમિકા મલાઈકા કરતાં 12 વર્ષ નાનો બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!