Monday, September 26, 2022
Home Sports 'સ્વિસ એક્સપ્રેસ' થંભ્યો, ટેનિસમાં ફેડરર યુગનો અંત

'સ્વિસ એક્સપ્રેસ' થંભ્યો, ટેનિસમાં ફેડરર યુગનો અંત

  • કારકિર્દીમાં 20 ગ્રાન્ડસ્લેમ 103 ATP ટાઇટલ્સ જીત્યા
  • 1,526 મેચ દરમિયાન ક્યારેય અધવચ્ચેથી ખસી ગયો નથી
  • નેટવર્થ રૂ.4,372 કરોડ, પ્રાઇઝ મનીની કમાણી 130 મિલિયન ડોલર

અમેરિકાની દિગ્ગજ ખેલાડી સેરેના વિલિયમ્સની નિવૃત્તિના આઘાતમાંથી ટેનિસના સમર્થકો હજુ બહાર આવ્યા નથી ત્યાં ગ્રાસ કોર્ટના બાદશાહ ગણાતા સ્વિર્ટ્ઝલેન્ડના રોજર ફેડરરે પોતાની પ્રોફેશનલ કારકિર્દીનો અંત લાવવાની જાહેરાત કરીને તમામને સ્તબ્ધ કરી દીધા છે. ટેનિસમાં સ્વિસ એક્સપ્રેસ તરીકે જાણીતા બનેલા ફેડરરે ગુરુવારે જાહેરાત કરી હતી કે આગામી સપ્તાહે રમાનારા લેવર કપ તેની કારકિર્દીની છેલ્લી એટીપી ટૂર્નામેન્ટ રહેશે અને ત્યારબાદ તે કોઇ પણ ગ્રાન્ડસ્લેમ કે ટૂર ઇવેન્ટમાં રમશે નહીં. લેવર કપ 23મીથી 25મી સપ્ટેમ્બર સુધી લંડનમાં રમાશે. ઓપન એરાના મહાન ખેલાડીઓમાં સામેલ ફેડરરે પોતાની બે દશકાથી વધારે લાંબી કારકિર્દીમાં 20 ગ્રાન્ડસ્લેમ જીત્યા છે. ફેડરરે કારકિર્દીમાં કુલ 103 એટીપી ટાઇટલ્સ જીત્યા છે અને આ યાદીમાં તે જિમી કોનર્સ (109) બાદ બીજા ક્રમે છે.

- Advertisement -

2018માં ઓલ્ડેસ્ટ નંબર-1 પ્લેયર બન્યો હતો

ફેડરરે ઇવાન લ્યૂબિકિક અને સેવેરિન લૂથીની કોચિંગ હેઠળ 1998માં પ્રોફેશનલ ટેનિસ શરૂ કર્યું હતું. તે કારકિર્દીમાં કુલ 1526 સિંગલ્સ મેચ રમ્યો હતો અને ક્યારેય અધવચ્ચે રિટાયર્ડ થયો નહોતો. સ્વિસ આઇકોને 223 ડબલ્સ મેચ પણ રમી હતી. સર્બિયાના નોવાક જોકોવિચ પહેલાં ફેડરરના નામે સર્વાધિક સપ્તાહ સુધી નંબર-1 રહેવાનો રેકોર્ડ હતો. તે 310 સપ્તાહ સુધી નંબર-1 ખેલાડી બન્યો હતો.

પ્રથમ અને અંતિમ ગ્રાન્ડસ્લેમ

- Advertisement -

ફેડરરે પોતાનો પ્રથમ ગ્રાન્ડસ્લેમ 2003ના વિમ્બલ્ડનમાં માર્ક ફિલિપોસિસને હરાવીને જીત્યો હતો. આ સમયે તેની વય 22 વર્ષની હતી. ફેડરરે 2018માં પોતાનો છેલ્લો ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનના સ્વરૂપે જીત્યો હતો. મેન્સ સિંગલ્સના ગ્રાન્ડસ્લેમમાં ફેડરર ત્રીજા ક્રમે છે. નાદાલે 22 તથા જોકોવિચે 21 ગ્રાન્ડસ્લેમ જીત્યા છે. ફેડરરે 2021માં હાઇએસ્ટ 718 કરોડ રૂપિયા (90 મિલિયન ડોલર)ની કમાણી કરી હતી.

સૌથી વધુ આઠ વખત વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમ જીત્યો

છેલ્લા કેટલાક સમયથી ઇજાઓનો સામનો કરી રહેલા ફેડરરે કારકિર્દીમાં સર્વાધિક આઠ વખત વિમ્બલ્ડન, છ વખત ઓસ્ટ્રેલિયન ઓપન, પાંચ વખત યૂએસ ઓપન તથા એક વખત 2009માં ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ જીત્યો હતો. ફેડરર છેલ્લે 2021ના ફ્રેન્ચ ઓપનમાં રમ્યો હતો અને ત્રીજા રાઉન્ડના વિજય બાદ ઇજાના કારણે ગ્રાન્ડસ્લેમમાંથી ખસી ગયો હતો.

પ્રથમ ટાઇટલ બાદ ફેડરરને ગાય ભેટમાં મળી હતી

રોજર ફેડરર પાસે બે દેશની નાગરિકતા છે. તે સ્વિટર્ઝલેન્ડ અને સાઉથ આફ્રિકાની નાગરિકતા ધરાવે છે. તેના પિતા સ્વિસ અને માતા સાઉથ આફ્રિકન છે.

સ્કૂલનું એજ્યૂકેશન પૂરું કર્યું નથી

16 વર્ષની વયે અભ્યાસને છોડી દેનાર ફેડરરે સ્કૂલનું એજ્યૂકેશન પણ પૂરું કર્યું નથી. 21 વર્ષની વયે વિમ્બલ્ડન ટાઇટલ જીત્યા બાદ સ્વિસ સરકારે તેને ગાય ભેટમાં આપી હતી.

ફેડરરના નામે સ્ટેમ્પ

2017માં રોજર ફેડરરના નામે સ્ટેમ્પ બનાવવામાં આવી હતી. તે સ્વિર્ટ્ઝલેન્ડનો એકમાત્ર નાગરિક છે જેને જીવિત રહેવાની સાથે આ સન્માન મળ્યું હતું.

નવ ભાષાઓ આવડે છે

ફેડરરને નવ લેંગ્વેજ આવડે છે જેમાં ઇંગ્લિશ, સ્વિસ જર્મન, જર્મન, ફ્રેન્ચ, સ્પેનિશ, ઇટાલિયન પણ સામેલ છે. ફેડરર આફ્રિકન્સ પણ કોઇ પણ મુશ્કેલી વિના બોલે છે.

ટ્રેનિંગ મેચમાં ફેઈલ, મેચમાં ધમાકેદાર પ્રદર્શન

ફેડરર મેચ પહેલાંની ટ્રેનિંગ મેચમાં ક્યારેય જીતતો નહોતો. ટ્રેનિંગ દરમિયાન તે મોટાભાગની મેચો હારી જતો હતો પરંતુ મેચમાં તે ધમાકેદાર પ્રદર્શન કરતો હતો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

દુલીપ ટ્રોફી: સાઉથ ઝોનને હરાવી વેસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું

ફાઇનલમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને 294 રનથી હરાવ્યું વેસ્ટ ઝોને છેલ્લા ત્રણ દિવસમાં મજબૂત પ્રદર્શન કર્યું યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ મેચ બન્યો ઘરઆંગણાની ટૂર્નામેન્ટ દુલીપ...

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દુલીપ ટ્રોફી: સાઉથ ઝોનને હરાવી વેસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું

ફાઇનલમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને 294 રનથી હરાવ્યું વેસ્ટ ઝોને છેલ્લા ત્રણ દિવસમાં મજબૂત પ્રદર્શન કર્યું યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ મેચ બન્યો ઘરઆંગણાની ટૂર્નામેન્ટ દુલીપ...

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની મજા

9 દિવસ સુધી કરાય છે માતાજીની આરાધના મખાણા ઉપવાસમાં આપે છે એનર્જી ગળ્યું ખાવાનું મન છે તો બનાવો ખીર આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!