Tuesday, September 27, 2022
Home National નવા CJIએ બનાવેલી સિસ્ટમ સામે સુપ્રીમ કોર્ટની બેન્ચે નાખુશી દર્શાવી

નવા CJIએ બનાવેલી સિસ્ટમ સામે સુપ્રીમ કોર્ટની બેન્ચે નાખુશી દર્શાવી

  • જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતા હેઠળની બેન્ચ નવી સિસ્ટમથી નાખુશ
  • નવા મિકેનિઝમ હેઠળ કેસોની સુનાવણી માટે પૂરતો સમય અપાતો નથી
  • માત્ર 13 વર્કિંગ દિવસની અંદર સુપ્રીમ કોર્ટે 3,500 વિવિધ કેસનો નિકાલ કર્યો

સુપ્રીમ કોર્ટની એક બેન્ચે મુખ્ય ન્યાયમૂર્તિ ઉદય ઉમેસ લલિતે શરૂ કરેલી કેસોના લિસ્ટિંગની નવી સિસ્ટમ સામે પોતાની નાખુશી દર્શાવી છે. જસ્ટિસ લલિતે એક નવી સિસ્ટમ શરૂ કરી છે જેથી કરીને વર્ષોથી પડતર રહેલા કેસોનો જલદી ઉકેલ લાવી શકાય. પરંતુ અદાલતની એક બેન્ચે સુનાવણી દરમિયાન આ સિસ્ટમ સામે પોતાની નાખુશી વ્યક્ત કરી છે.

- Advertisement -

જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતા હેઠળની ત્રણ જજની બેન્ચે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, નવી લિસ્ટિંગ સિસ્ટમ કેસની સુનાવણી માટે પૂરતો સમય નથી આપતી. જેમ આ વર્તમાન કેસમાં થઈ રહ્યું છે કારણ કે, બપોરના સેશનમાં અન્ય ઘણાં કેસ પડતર છે. બેન્ચે જે કેસ મુદ્દે આ ટિપ્પણી કરી હતી, હવે તેની આગામી સુનાવણી 15 નવેમ્બર નક્કી કરાઈ છે.સૂત્રોના અનુસાર ચીફ જસ્ટિલ લલિતે 27 ઓગસ્ટે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારબાદથી આ નવા મિકેનિઝમ હેઠળ કુલ 5 હજાર કેસનો કોર્ટ નિકાલ કરી ચૂકી છે. કુલ 13 વર્કિંગ દિવસમાં કોર્ટે 3,500 વિવિધ કેસનો નિકાલ કર્યો છે. તે ઉપરાંત નિયમિત સુનાવણી વાળા 250 કેસ અને 1,200 ટ્રાન્સફર કેસની સુનાવણી પૂરી થઈ ગઈ છે. આમ કુલ 4950 કેસો પર કામ કરાયું.

નવું લિસ્ટિંગ મિકેનિઝમ શું છે?

સુપ્રીમ કોર્ટમાં કેસોના લિસ્ટિંગના નવા મિકેનિઝમ હેઠળ સુપ્રીમ કોર્ટના જજ બે અલગ-અલગ શિફ્ટમાં કામ કરી રહ્યા છે. નવી સિસ્ટમ અનુસાર દર સપ્તાહે સોમવાર અને શુક્રવારે 30 જજ બે અલગ-અલગ ગ્રૂપમાં બેસશે. દરેક ગ્રૂપ 60 અલગ-અલગ કેસોની સુનાવણી કરશે, તેમાં નવી દાખલ થનારી પીઆઇએલ પણ સામેલ રહેશે. નવા મિકેનિઝમમાં આ પણ નક્કી કરાયું છે કે દર મંગળવાર, બુધવાર અને ગુરુવારે ત્રણ જજની બેન્ચ બેસશે. તે બેન્ચ વર્ષો જૂના કેસોની બપોરે એક વાગ્યા સુધી સુનાવણી કરશે. એટલું જ નહીં લંચ બાદ કોર્ટની કાર્યવાહી ફરી શરૂ થાય ત્યારે બે જજની બેન્ચ બેસશે અને તે કેસોની ટ્રાન્સફર અરજી અને નવા કેસની સુનાવણી કરશે. તે સિવાય પીઆઇએલ પર પણ આ બેન્ચો દ્વારા સુનાવણી કરાશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

રાજસ્થાન રાજકીય ઉથલપાથલ, આજે સોનિયા ગાંધીને સોંપાશે રિપોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ઓછી અશોક ગેહલોતથી સોનિયા ગાંધી નારાજ રાજસ્થાન કટોકટી અંગે જયપુરથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!