Friday, October 7, 2022
Home Gujarat દસ્તાવેજની નોંધણી ઓનલાઈન કરાતા સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ચકલા ઉડયા

દસ્તાવેજની નોંધણી ઓનલાઈન કરાતા સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ચકલા ઉડયા

  • કચેરીનો સ્ટાફ જે કામ કરતો હતો તે હવે લોકોએ કરવાનું ?
  • લોકોએ જાતે જટીલ ઑનલાઈન ફોર્મ ભરવાનો વારો, માથું ખંજવાળવા લાગ્યા
  • હવે સ્ટેમ્પ વેન્ડરો અને વકીલો પર ભારણ આવ્યું

વર્ષોથી ચાલી આવતી મિલકતના દસ્તાવેજોની નોંધણીની પ્રથા બંધ કરી દેવાઈ છે. હવે, ટોકન આપવાનુ બંધ કરાયુ છે અને ગરવી 2.0ની વેબ સાઈટ પર લોકોએ જાતે ઓનલાઈન ફોર્મ ભરવાનો વારો આવ્યો છે. જેનાથી જટિન ફોર્મ ભરવામાં લોકો ગૂંચવાયા છે અને ઓનલાઈન ફોર્મ ભરવામાં ભુલો કરી રહ્યા છે જે ભુલો સુધારવામાં સબ રજિસ્ટ્રાર કચેરીનો સ્ટાફ આનાકાની કરી રહ્યો છે. જેથી લોકો અટવાઈ ગયા છે. બીજી તરફ ઓનલાઈન નોંધણી થતા સબ રજિસ્ટ્રાર કચેરીએ હવે ચકલા ઉડવા લાગ્યા છે.

- Advertisement -

હવે સરકારે 33 નિયમોમાં જરૂરી ફેરફાંરો કરીને નવી ગરવી 2.0 વેબસાઈટ લોન્ચ કરી છે. જેમાં હવે, લોકોએ દસ્તાવેજ કરવા માટે જાતે જ ઓનલાઈન ફોર્મ ભરવાનો વારો આવ્યો છે. જેથી સબ રજિસ્ટ્રાર કચેરીઓ ખાતે હવે લોકોની લાંબી લાંબી કતારો પડતી હતી તે બંધ થઈ ગઈ છે અને ચકલા ઉડવા લાગ્યા છે.

સબ રજિસ્ટ્રાર કચેરીનો સ્ટાફ જે કામ કરતો હતો તે હવે લોકોએ કરવાનો વારો આવ્યો છે. ઓનલાઈન ફોર્મમાં જે ટેક્નીકલ ડીટેઈલ્સ ભરવામાં લોકો અટવાઈ ગયા છે. ઓનલાઈન ફોર્મ કંઈ રીતે ભરવુ ? તેની માહિતી લોકોને અપાઈ જ નથી. garvibeta.gujarat.gov.in નામની વેબસાઈટ પર લોકોએ જાતે ન્યૂ યુઝર્સ તરીકે લોગ ઈન કરવુ પડે છે. તે પછી મિલકત ખરીદનાર, વેચનાર, સાક્ષીઓના નામ, સરનામા, આધારકાર્ડ નંબર સહિતની માહિતીઓ ભરવી પડે છે. જોકે, સામાન્ય માહિતી તો લોકો ભરી દે છે, પરંતુ ગુજરાતીમાં વિગતો ભરવામાં ભુલ થઈ જાય તો લોકો અટવાઈ જાય છે. ઓનલાઈન ફોર્મ સામાન્ય લોકો માટે જટિલ સાબિત થઈ રહ્યું છે. ટાઈપ ઓફ યુઝર્સમાં ઈન્ડીવીજ્યુઅલ, એટડવોકેટ, બેન્ક, ડીડ રાઈટર વિગેરે તો લોકો ભરી દે છે, પરંતુ પ્રી રજિસ્ટ્રેશન ફોર ડોક્યુમેન્ટ, એપ્લીકેશન, ડેફીસીટ રજિસ્ટ્રેશન ફી પેમેન્ટ, ડેફીસીટ સ્ટેમ્પ ડયુટી પેમેન્ટ એ પૈકી શામાં ક્લીક કરવુ ? દસ્તાવેજનો પ્રકાર, દસ્તાવેજનો પેટા પ્રકાર ? એ બધામાં લોકો મૂંઝાઈ જાય છે. સબ રજિસ્ટ્રાર ઓફિસ કંઈ છે? કન્સીડરેશન એમાઉન્ટ, રજિસ્ટ્રેશન ફી, સ્ટેમ્પ ડયુટી વિગેરે પણ જાતે ભરવાનો વારો આવ્યો છે.આ સિવાય એક્ઝીક્યુટીંગ પાર્ટી અને આઈડેન્ટીફાયર પાર્ટીમાં કોનુ નામ ક્યાં લખવુ? વિગત લખવામાં ભુલ થઈ જાય અને ફોર્મ ફાઈનલ સબમીશન કરી દેવાય તો સબ રજિસ્ટ્રાર કચેરીનો સ્ટાફ સુધારો પણ કરી આપતુ નથી. જેથી લોકોએ આખરે સબ કચેરીએ ધરમ ધક્કા ખાવા પડી રહ્યાં છે અને સ્ટાફ સાથે માથાકૂટો થવાના કિસ્સા બને છે.

હવે સ્ટેમ્પ વેન્ડરો અને વકીલો પર ભારણ આવ્યું

આમ તો સ્ટેમ્પ વેન્ડર્સ અને એડવોકેટ્સ દસ્તાવેજ નોંધણી માટેના દસ્તાવેજનો ડ્રાફ્ટ તૈયાર કરતા હતા તેમાં નાની મોટી ભુલો તેઓ જાતે જ સુધારો કરી દેતા હતા એટલે જ્યારે પણ સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરવામાં આવે ત્યારે સંપૂર્ણ વિગતો વ્યવસ્થિત લખેલી રહેતી હતી અને પછી તેઓ ઓનલાઈન ફોર્મ ભરીને ટોકન લેતા હતા. હવે ટોકન પ્રથા નાબુદ થતા તેમણે હવે આ ઓનલાઈન ફોર્મ ભરવાનો વારો આવ્યો છે. જોકે, તેમની નિયત ફીમાં કોઈ વધારો થયો નથી, પરંતુ સરકારી સ્ટાફ જે કામ કરતો હતો તે કામનુ બર્ડન હવે સ્ટેમ્પ વેન્ડર્સ અને એડવોકેટ્સ પર આવી ગયુ છે. જેથી તેઓ હેરાન થઈ ગયા છે.

- Advertisement -

ટ્રેનિંગ રાખી પણ કોઈને જ ખબર નથી

ગઈ તા.15મી સપ્ટેમ્બરથી ઓનલાઈન રજિસ્ટ્રેશનનો અમલ કરી દેવાયો હતો. હવે, ઓનલાઈન ફોર્મ લોકોએ કંઈ રીતે ભરવુ તે માટે વડોદરા કોર્પોરેશનની કચેરીઓ (ઝોન 1 થી 8)માં નોંધણી શરૂ થયેલી હોવાથી તે વિશેની તાલીમ ગઈ તા. 18મી સપ્ટેમ્બરે સવારે 9 કલાકે કુબેર ભવનના 6ઠ્ઠા માળે રાખી હતી. જોકે, ટ્રેનિંગમાં ખાસ કોઈ ગયુ જ ન હતુ. લોકો હજૂ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય તેનાથી અજાણ છે. આગામી દિવસોમાં તબક્કાવાર ટ્રેનિંગો યોજાય તો જ આ બાબતે બધા જાગૃત થશે.

ઈન્ડેક્સની નકલમાં રૂા.20ને બદલે રૂા.50ની વસૂલાત

અગાઉ ઈન્ડેક્સની નકલ મેળવવા માટે લોકોએ સબ રજીસ્ટ્રાર કચેરીએ જવુ પડતુ હતુ અને ત્યાં અરજી આપ્યા બાદ બે-ચાર દિવસ પછી નકલ મળતી હતી. જોકે, ઓનલાઈન સુવિધા ઊભી કરાતા નકલ આંગણીના ટેરવે મળતી થઈ ગઈ છે, પરંતુ બીજી તરફ આ ઓનલાઈન સિસ્ટમ ઘણા બધા લોકોને ફાવતી નથી. જેથી તેનો ફાયદો એજન્ટો ઉઠાવે છે. ઈન્ડેક્સની નકલ મેળવવા માટે ઓનલાઈન રૂ. 20 ભરવાના હોય છે, જેના બદલે કેટલાય એજન્ટો રૂ. 50 વસૂલે છે અને અટવાયેલા લોકો પણ મને-કમને પણ તે ચૂકવણી કરી દેતા હોય છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!