Monday, September 26, 2022
Home Gujarat સરકારી કર્મચારીઓ આનંદો, પેન્શન મામલે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો

સરકારી કર્મચારીઓ આનંદો, પેન્શન મામલે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો

  • તમામ કર્મચારીને 7માં પગાર પંચનો લાભ મળશે
  • કુટુંબ પેન્શન યોજનાનો સરકારે સ્વીકાર કર્યો
  • સાતમા પગાર પંચના બાકી ભથ્થા આપવામાં આવશે

આંદોલનને લઈ સરકારની કમિટીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં મોટાભાગની માંગણી પર સરકારનું હકારાત્કમ વલણ છે. તેમાં આવતીકાલથી આંદોલનનો અંત આવી શકે છે. તેમાં આવતીકાલે છ લાખ સરકારી કર્મચારી માસ સીએલ પર જવાના હતા. તેમાં શૈક્ષણિક મહાસંઘના મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ થયુ છે. જેમાં કલાકો સુધી બેઠક કરીને નિર્ણય લીધા છે.

- Advertisement -

તમામ કર્મચારીને 7માં પગાર પંચનો લાભ મળશે
ચૂંટણી પહેલા ગુજરાત સરકારે કુટુંબ પેન્શન યોજના સ્વીકારી છે. તથા જૂની પેન્શન યોજનાનો ઠરાવ સ્વીકારવાની ઘોષણા કરી તમામ કર્મચારીને 7માં પગાર પંચનો લાભ મળશે તેમ જણાવ્યું છે. જેમાં મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે સંવાદથી જ દરેક સમસ્યાનું સમાધાન થાય છે. કુટુંબ પેન્શન યોજનાનો સરકારે સ્વીકાર કર્યો છે. તથા સાતમા પગાર પંચના બાકી ભથ્થા આપવામાં આવશે. તેમજ 25-30 વર્ષથી ઉકેલ ન હતો આવ્યો તેવા પ્રશ્નો ઉકેલ્યા છે. તથા માસ સીલ સહિતના આંદોલનો સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

2005 પહેલાના તમામ કર્મીઓને જુની પેન્શન યોજનાનો લાભ મળશે
હાલ બધા કાર્યક્રમ સ્થગિત રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ 2005 પહેલાના તમામ કર્મીઓને જુની પેન્શન યોજનાનો લાભ મળશે. તેમાં મોટાભાગની માંગણી પર સરકારનું હકારાત્મક વલણ છે. જેમાં આવતીકાલે છ લાખ સરકારી કર્મચારી માસ સીએલ પર જવાના હતા તેમાં શૈક્ષણિક મહાસંઘના મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું છે.

સી.પી.એફમાં 10 ટકાને બદલે 14 ટકા કરાયા
કેન્દ્રના ધોરણે તા.1/4/2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવશે. ઉપરાંત સી.પી.એફમાં 10 ટકાને બદલે 14 ટકા સરકાર દ્વારા ઉમેરવામાં અંગે પણ અતિ મહત્વપૂર્ણ કર્મચારીહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, વર્ષ 2009ના કેન્દ્ર સરકારના ઠરાવ મુજબ કર્મચારીના મૃત્યુના કિસ્સામાં કેન્દ્રના ધોરણે કુટુંબ પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે. રહેમરાહે નિમણૂક પામેલા તમામ કર્મચારીની નોકરી મૂળ નિમણૂક તારીખથી તમામ લાભો માટે સળંગ ગણવામાં આવશે. શૈક્ષણિક કેડર સિવાયના તમામ કર્મચારીઓને કેન્દ્રના કર્મચારીની જેમ 10, 20, 30નું ઉચ્ચતર પગાર ધોરણ આપવા ઠરાવ કરવામાં આવશે.

 રૂ.300 ને બદલે રૂ.1000 મેડિકલ ભથ્થુ આપવામાં આવશે
કર્મચારીઓને રૂ.300 ને બદલે રૂ.1000 મેડિકલ ભથ્થુ આપવામાં આવશે. જે સરકારી કર્મચારીઓનું ચાલુ ફરજે અવસાન થાય તેવા કિસ્સામાં અપાતી ઉચ્ચક નાણાકીય સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. ઉચ્ચક નાણાકીય સહાય રૂ.8 લાખ અપાતી હતી તે વધારીને રૂ.14 લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ સરકારી કર્મચારીઓને બઢતી માટે આવશ્યક એવી પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં પણ વિશેષ રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં મુક્તિ માટે 50 ટકા પરિણામે કર્મચારીને પાસ ગણવામાં આવશે તેમજ આ પરીક્ષામાં અંગ્રેજીનું પ્રશ્નપત્ર પણ રદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહિલા કર્મચારીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે લીધો
મહિલા કર્મચારીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે લીધો છે જે અંતર્ગત મહિલા કર્મચારીઓની નોકરીનો સમયગાળો ધ્યાને લીધા સિવાય મૂળ નિમણૂક તારીખથી જ 180 દિવસ એટલે કે છ મહિનાની પ્રસૂતિ રજા આપવામાં આવશે. તેમણે કહ્યું કે, વર્ષ 2006 પછીની ફિક્સ પગારની નીતિથી ભરતી થયેલા તમામ કર્મચારીને પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી તા.18 જાન્યુઆરી 2017ના ઠરાવ મુજબ સળંગ ગણવા અંગેનો લાભ આપવામાં આવે છે. પરંતુ વર્ષ 2006 પહેલાના ફિક્સ પગારની નિતીમાં જેટલી કેડરનો સમાવેશ કરવામાં આવેલ છે તે તમામ કેડરને પ્રાથમિક શિક્ષકોની જેમ બાકી રહેલા તમામ સરકારી કર્મચારીઓ તેમજ ગ્રાન્ટ ઇન એડ શિક્ષકોને તા.1લી એપ્રિલ 2019ની અસરથી સેવાઓ સળંગ ગણવામાં આવશે.

જાણો સમગ્ર મામલો:
શૈક્ષણિક મહાસંઘ દ્વારા જિલ્લાઓના શિક્ષકો એકઠા કરી 7માં પગાર પંચ, 4200 ગ્રેટ પે, અને જૂની પેન્શન યોજનાને લઈને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બાબતને લઈને શૈક્ષણિક શિક્ષક સંઘ દ્વારા ઘણી વખત સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈપણ પ્રકારનો યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો ન હતો. શિક્ષકોનો 4200 ગ્રેડ પેનો પ્રશ્ન છે. સમાન વેતન આજ સૂત્ર છે. પરંતુ આજ દિન સુધી શિક્ષકોનો આ 4200 ગ્રેડ પેનો પ્રશ્ન પણ સોલ કરવામાં આવ્યો નથી. પણ આજે તમામ પ્રશ્નોનોનો સુખદ અંત આવ્યો છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ નવરાત્રિનો આજથી શુભારંભ

બે વર્ષ બાદ તહેવારની છેલ્લી ઘડીની ભીડે બજારમાં રોનક જમાવી, ખેલૈયાઓનું કીડિયારું ઊમટયુંલૉ-ગાર્ડન અને માણેકચોકમાં ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં  ચૂંદડી સહિત પૂજાપાની ખરીદી ખૂલી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!