Saturday, October 1, 2022
Home Gujarat Kutch શિક્ષકોની ઘટ : રાજયમાં કચ્છ જિલ્લામાં 1940થી વધારે ઘટ છે

શિક્ષકોની ઘટ : રાજયમાં કચ્છ જિલ્લામાં 1940થી વધારે ઘટ છે

  • જિલ્લાના શિક્ષકો કચ્છમાં ટકતા નથી જેથી કચ્છના સ્થાનિક TET અને TAT પરીક્ષા પાસ કરેલા ક્વોલીફાઈડ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

શિક્ષકોની ઘટ : રાજયમાં કચ્છ જિલ્લામાં 1940થી વધારે ઘટ છે

રાજ્ય સરકાર એક બાજુ  શાળા પ્રવેશ ઉત્સવ તેમજ સૌભણે સૌ આગળ વધે તેવી વાતો કરે છે.. તો બીજી બાજુ સરહદી કચ્છ જિલ્લામાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે. જિલ્લામાં સોથી વધારે શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે  જેની અસર વિધાર્થીના ભણતર પર પડી રહી છે. કચ્છ જિલ્લામાં સરકારી શાળાઓમાં 1940 જેટલા શિક્ષકોની ઘટ છે. કચ્છ જીલ્લામાં સ્થાનિક ભરતી માંગણી કરવામાં આવી રહી છે. કચ્છ ટાટ ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા સમય સ્થાનિક શિક્ષકોની ભરતી માટે લડત ચલાવી રહ્યું છે. કચ્છ જિલ્લાની સરકારી શાળામાં લોકલ ફોર વોકલના ધોરણે ખાસ ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જેમાં કચ્છના સ્થાનિક TAT અને TET પાસ કરેલા ક્વોલીફાઈડ શિક્ષકોને નિમણુક કરવામાં આવે જેથી જિલ્લામાં કાયમી શિક્ષકોની ઘટનો ઉકેલ આવી શેકે તેમ છે…

કચ્છ ટાટ ગ્રુપ દ્વારા જિલ્લામાં સ્થાનિક શિક્ષકોની ભરતી માટે મુહિમ ચલાવવામાં આવી રહી છે.. કચ્છના રાજકીય,  સામાજિક, શેક્ષણિક, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પાસેથી સમર્થન માંગવામાં આવી રહ્યું છે.. અત્યાર સુધીમાં ધારાસભ્યો તેમજ 150 જેટલી સસ્થાએ સમર્થન પત્ર આપી મુહિમને સમર્થન કર્યું છે. કચ્છ ટાટ ગ્રુપ દ્વારા મુખ્યમત્રી, શિક્ષણમત્રી અને વડાપ્રધાને પત્ર લખી રજૂઆત કરી છે.. ભુજ ખાતે કચ્છ ટાટ ગ્રુપ બેઠક મળી હતી. જેમાં કચ્છના દસેય તાલુકામાંથી શિક્ષિત યુવક યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી સ્થાનિક શિક્ષકની માંગ લઈને આગામી દિવસોમાં રાજયના મુખ્યમત્રી ભુપેન્દ્ર પટેલ રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવશે…

- Advertisement -

કચ્છ જીલ્લો ભોગીલીક રીતે સૌથી મોટો જીલ્લો છે. જીલ્લામાં અંતરિયાળ અબડાસા, લખપત, રાપર અને ખાવડા જેવા વિસ્તારમાં વધારે શિક્ષકોની ઘટ છે.. સ્થાનિક ક્વોલીફાઈડ લોકોને શિક્ષક તરીકે નિમણુક આપવામાં આવે તો કચ્છમાં  શિક્ષણના સ્તરમાં સુધારો અને શિક્ષકો ઘટ નિવારી શકાઈ તેમ છે…

જિલ્લાના શિક્ષકો કચ્છમાં ટકતા નથી જેથી કચ્છના સ્થાનિક TET અને TAT પરીક્ષા પાસ કરેલા ક્વોલીફાઈડ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે…

- Advertisement -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!